Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપાદન અનુભ]
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા વૃક્નકર્મક્ષ : મોક્ષ: તત્ત્વાર્થ સૂત્ર. જ્યારે સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે. કયારેક સાધનામાં પુરુષાર્થ કરવા છતાં સર્વ કર્મોનો ક્ષય ન થાય અને કોઈ પણ કારણથી કેટલાંક કર્મો શેષ રહી જાય, ત્યારે તે શેષ રહેલા કર્મો જીવની સાધનાના પ્રભાવે પુણ્યકર્મો જ હોય છે અને તે કર્મોના ભોગવટા માટે જીવ સંસારના અનુપમ સ્થાન રૂપ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્રમાં આ પ્રકારના અનુત્તર વિમાન ને પ્રાપ્ત ૩૩ પુણ્યવાન આત્માઓના જીવનચરિત્રનું નિરૂપણ છે, જે સાધકોને સમ્યક્યારિત્રની પ્રેરણા આપે છે.
આ શાસ્ત્રમાં ધન્યમુનિની તપસ્યાનું અને તપસ્યાથી થયેલી કાયાની કૃશતાનું વિસ્તૃત વર્ણન છે. જે વાચકોને કર્મક્ષય માટે અનશન આદિ બાહ્યતાની પ્રેરણા આપે છે. શાસ્ત્રમાં અનેક સ્થાને અતિદેશાત્મક પાઠ છે. જેમ કે જાલિકુમારનો જન્મોત્સવ, પાલનપોષણ, આઠ કન્યાઓ સાથે લગ્ન, પ્રીતિદાન વગેરે પ્રસંગો માટે શાસ્ત્રકારે નદી મેહો | પાઠ આપ્યો છે. વિવેચનમાં અથવા પરિશિષ્ટમાં તે સંક્ષિપ્ત પાઠને સ્પષ્ટ કર્યા છે.
પરિશિષ્ટમાં, ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, મેઘકુમાર, મહાબલકુમાર જેવી શાસ્ત્રપાઠમાં પ્રયુક્ત વિશિષ્ટ વ્યક્તિઓ તથા રાજગૃહી, કાકંદી, વિપુલગિરિ વગેરે વિશિષ્ટ સ્થાનનો પરિચય આપ્યો છે. તે જ રીતે છડું છi – છઠના પારણે છઠ, આયંબિલ વગેરે પારિભાષિક શબ્દોની સમજણ ટીકાગ્રંથોના આધારે આપી છે.
આ રીતે કથાનુયોગની પ્રધાનતા ધરાવતા આ શાસ્ત્રમાં કથાનક સાથે સાધકોને ઉપયોગી અનેકવિધ વિષયોનો સમાવેશ થયેલો છે.
આ શાસ્ત્રના સંપાદન સમયે અમારો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ માત્ર હતો. તેમ છતાં ગુરુવર્યોની કૃપાએ પૂર્વ પ્રકાશિત ગ્રંથોના આધારે તેમ જ આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સા. ના સંપૂર્ણ સહયોગે શાસ્ત્રના ભાવોને સરળ રીતે સમજાવવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે.
કાર્ય સફળતાની પાવન પળે સાધકની શ્રધ્ધા સાથે ગુરુકૃપાનું અજબ - ગજબનું સામર્થ્ય
28