Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કરે છે અને પોતાના તરફથી ક્ષમાં પણ પ્રદાન કરે છે. સંથારામાં ન કોઈ પ્રકારની કીર્તિની કામના હોય છે અને ન કોઈ ચાહના હોય છે, માટે તે આત્મહત્યા નથી પરંતુ સાધનાનો મંગલમય પાવન માર્ગ છે. આગમોનાં સંસ્કરણ :
પ્રસ્તુત આગમની ભાષા અને વિષય અત્યધિક સરળ હોવાના કારણે તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિઓ પણ લખાઈ નથી. સર્વપ્રથમ આચાર્ય અભયદેવે જ તેના પર સંસ્કૃત ભાષામાં વૃત્તિ લખી છે, જે શબ્દાર્થ પ્રધાન અને સૂત્રસ્પર્શે છે. વૃત્તિનું ગ્રંથમાન ૧૯૨ શ્લોક પ્રમાણ છે. તે વૃત્તિ સને ૧૯૨૦માં આગમ સમિતિ સુરતથી પ્રકાશિત થઈ અને તેની પૂર્વે ૧૮૭૫ માં કલકત્તાથી ધનપતસિંહે પ્રકાશિત કરી હતી. આ આગમનો અંગ્રેજી અનુવાદ ૧૯૦૭ માં એલ. ડી. બાર્નેટથી પ્રકાશિત થયો છે. પી.એલ. વૈદ્યએ પ્રસ્તાવનાની સાથે સન્ ૧૯૩૨માં તેનું પ્રકાશન કરાવ્યું. સને ૧૯૨૧માં તેનો કેવળ મૂળ પાઠ આત્માનંદ સભા ભાવનગરથી પ્રકાશિત થયો છે. વિક્રમ સંવત ૧૯૯૦ માં ભાવનગરથી અભયદેવ વૃત્તિ સાથે ગુજરાતી અનુવાદનું એક સંસ્કરણ પ્રકાશિત થયું. વીર સંવત ૨૪૪૬ માં આચાર્ય અમોલખઋષિએ ૩૨ આગમોનાં પ્રકાશનની સાથે તેનું પણ પ્રકાશન કરાવ્યું હતું. ૧૯૪૦માં ગોપાલદાસ જીવાભાઈ પટેલે જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ અમદાવાદથી અને શ્રમણી વિધાપીઠ ઘાટકોપર મુંબઈથી તેના મૂળની સાથે ગુજરાતી અનુવાદ પ્રકાશિત ર્યો છે. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા.એ સંસ્કૃત ટીકાની સાથે હિન્દી અને ગુજરાતી અનુવાદ સને ૧૯૫૯ માં જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા પ્રકાશિત કરાવ્યો.
આચાર્ય શ્રી આત્મારામજી મ.સા.એ વિવેચન યુક્ત એક શાનદાર સંસ્કરણ જૈન શાસ્ત્રમાળા કાર્યાલય લાહોરથી સને ૧૯૩૬ માં પ્રકાશિત કર્યું છે. શ્રી વિજયમુનિ શાસ્ત્રીએ મૂળ, હિન્દી ટિપ્પણ અથવા વૃત્તિની સાથે સંપાદિત કરી એક મનમોહક સંસ્કરણ પ્રકાશિત કર્યું છે. આ પ્રમાણે આજ સુધી આ સૂત્રનાં અનેક સંસ્કરણ પ્રકાશિત થયાં છે. બાવરથી યુવાચાર્ય મધુકરમુનિજીએ જે આગમ બત્રીસી સંપાદન કરાવી છે તેમાં પણ આ સૂત્રનું અભિનવ સંસ્કરણ છે. તેમાં મૂળ પાઠ સાથે અર્થ તથા ટૂંકમાં
42