Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
થયો, શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘે સ્વપ્ન સાકાર કરવાનું બીડું ઝડપ્યું અને તે સમયે ઉદાર દાનવીર શ્રાવક શ્રી રમણિકભાઈ નાગરદાસ શાહ(ભામાશા), રાજકોટ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ, રાજકોટ, જુનાગઢ સંઘ પ્રમુખશ્રી વૃજલાલ શાંતિલાલ દામાણી, જુનાગઢ સંઘ મંત્રીશ્રી સુરેશચંદ્ર પ્રભુલાલ કામદાર વગેરે ઘણા શ્રાવકોએ મળીને એક પ્રકાશન સમિતિનું નિર્માણ કર્યું અને ઉદાર શ્રીમંતોને આ કાર્યમાં સહયોગ આપવાની પ્રેરણા થઈ. તે જ દિવસે કેટલાક આગમોનાં પ્રકાશન માટે સહયોગ મળી ગયો, ઉત્સાહ વધ્યો અને પૂર જોશથી લેખનકાર્ય આગળ વધવા લાગ્યું.
રાજકોટના ચાતુર્માસમાં જ આસો સુદી ૧૦ "વિજયા દશમી"ના દિવસે આ પ્રકાશન કાર્ય ચાલુ કરવામાં આવ્યું. મારા પુણ્યોદયે મને આ નવમું અંગ આગમ અનુત્તરોપપાતિક સૂત્ર લખવાનો સુયોગ સાંપડેલ છે.
આ આગમ સેવાનો આદેશ પૂ."મુક્ત-લીલમ" ગુસ્સી મૈયા પાસેથી મળતાં મેં સહર્ષ આજ્ઞા શિરોધાર્ય કરી અને લખવાનું કાર્ય પ્રારંભ કર્યું. અનુક્રમે અનુવાદનું કાર્ય મારા ક્ષયોપશમ અનુસાર પૂર્ણ કરેલ છે. આ અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત થયેલ સૂત્રોનો આધાર લીધેલ છે. જેમાં મુખ્યત્વે ખ્યાવરથી પ્રકાશિત પૂજ્ય યુવાચાર્ય શ્રી મધુકર મુનિજીના અને લાડનૂથી પ્રકાશિત આચાર્ય તુલસી તથા યુવાચાર્ય મહાપ્રાજ્ઞના અનુત્તરોપપાતિક સૂત્રનો ખૂબ જ ઉપયોગ કર્યો છે, માટે તે સંપાદકો અને પ્રકાશકોનો પણ હૃદયથી આભાર માનું છું. આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા.એ શાસ્ત્રના સંપાદનનું કાર્ય કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ છે, પૂરેપૂરો સહયોગ આપી ખૂબ જ પરિશ્રમ સાથે અપ્રમત્ત દશાથી આ મારા અનુવાદને સૈદ્ધાંતિક દૃષ્ટિથી તપાસી આગમને અનેરો ઓપ આપેલ છે. તે બદલ તેમની પણ હું ઋણી છું. મારા તેમને લાખ લાખ વંદન. ભાવયોગિની મમ ગુસ્સી મૈયા પૂ. લીલમબાઈ મ. એ મારા લખેલા આ અનુત્તરોપ
44