Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ધન્યકુમાર
૧૫
સૂત્રનાં ત્રીજા વર્ગનાં દશ અધ્યયન કહ્યાં છે, તો હે ભંતે ! પ્રથમ અધ્યયનનો પ્રભુએ શો અર્થ કહ્યો છે ?
વિવેચન :
જંબૂસ્વામીએ અનુત્તરોપપાતિક સૂત્રના બે વર્ગના અર્થ શ્રવણ પછી ત્રીજા વર્ગના અર્થ શ્રવણની જિજ્ઞાસા સુધર્માસ્વામીની સમક્ષ પ્રગટ કરી. સુધર્માસ્વામીએ તેના પ્રત્યુત્તર રૂપે ત્રીજા વર્ગનાં દશ અધ્યયનનો નામોલ્લેખ કર્યો છે. આ પ્રથમ અધ્યયનમાં ધન્યકુમારનું જીવન વૃતાંત છે.
ધન્યકુમારની જન્મનગરી અને માતા ભદ્રા :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं काकंदी णामं णयरी होत्था, रिद्धित्थिमियसमिद्धा । सहस्संबवणे उज्जाणे सव्वोउय पुप्फ-फल-समिद्धे । जियसत्तू राया ।
तत्थ णं काकंदीए णयरीए भद्दा णामं सत्थवाही परिवसइ । अड्डा दित्ता वित्ता वित्थिण्ण - विउल- भवण - सयणासण - जाणवाहणा बहुधण जायरूव-रयया आओग-पओग-संपउत्ता विच्छड्डिय-पउर- भत्तपाणा बहुदासी- दास-गो-महिस- गवेलग प्पभूया बहुजणस्स अपरिभूया ।
ભાવાર્થ : સુધર્માસ્વામી– હે જંબૂ ! તે કાળે અને તે સમયે કામંદી નામની નગરી હતી. તે નગરી સ્થિર અને સમૃદ્ધ હતી. ત્યાં સહસ્રામ્રવન નામનું એક ઉદ્યાન હતું. જેમાં સર્વ ઋતુઓનાં ફળ અને ફૂલ હંમેશાં ખીલતાં હતાં. તે સમયે ત્યાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા.
તે કાકંદી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહી રહેતી હતી. તે અત્યંત ઋદ્ધિસંપન્ન, ધનસંપન્ન, તેજસ્વી, તથા અનેક વિશાળ ભવનો, શય્યાઓ, આસનો, યાનો અને વાહનોથી સંપન્ન હતી તથા સોના ચાંદી આદિ વિપુલ ધનથી યુક્ત હતી. તેણી વ્યાજ વટાવના ધંધામાં પ્રવૃત્ત હતી. તેને ત્યાં ભોજન કર્યા પછી પણ પ્રચુર માત્રામાં ભોજન પાણી શેષ રહેતાં હતાં. તેનાં ઘરમાં ઘણા દાસ–દાસી આદિ સેવક અને ગાય, ભેંસ, બકરી આદિ પશુઓ હતાં. તે સમાજમાં સમ્માનનીય હતી.
વિવેચન =
પ્રસ્તુત સૂત્રમાં ભદ્રા સાર્થવાહીના જીવનની વિશેષતાનું દર્શન થાય છે. તેના પરથી તે સમયની સ્ત્રી જાતિની ઉન્નતિનો પરિચય થાય છે. તે સમયે સ્ત્રી પુરુષ સમોવડી હતી. વ્યાપાર, વ્યાજ–વટાવ આદિ દરેક ક્ષેત્રમાં સ્ત્રીનો પ્રવેશ હતો.
ભદ્રા સાર્થવાહી એક સાધન સંપન્ન સન્નારી હતી. પ્રચુર ધનસંપત્તિ, વિપુલ ગોધન અને અનેક