Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
તપશ્ચર્યા તે તીવ્ર વિરક્તિ સાથે કઠોરતમ તપશ્ચર્યાના અંતે પણ વાસનાના કેટલાંક અંશો અવશિષ્ટ રહી જાય છે, તે તપોબળના આધારે વાસના અને કર્મોનું સમગ્ર કાર્યણ શરીર પુણ્યમય બની જાય છે અને મુક્તિની યાત્રા પરિપૂર્ણ થતાં પહેલાં જે કાંઇ કચાશ રહી ગઇ તેના ફળ સ્વરૂપ આપણે બતાવેલી ચોથી અવસ્થામાં આ પુણ્યાત્માઓ પ્રવેશ કરે છે અને કરોડો વર્ષો સુધી નિષ્કામ ભાવે નિરવા પુણ્યમય ભોગોપભોગની પ્રાપ્તિ થાય છે. એકાંતિક સુખનો અનુભવ કરતાં આવા લાંબા આયુષ્યનો ભોગ કરી અંતે દિવ્ય શરીરનો ત્યાગ કરી યાત્રાની અંતિમ કડી પૂર્ણ કરે છે અર્થાત્ મુક્ત થાય છે.
સમગ્ર શાસ્ત્ર તપ આરાધનાનો મહિમા પ્રગટ કરે છે. અહીં એ પ્રશ્ન થશે કે શાસ્ત્રમાં આવા તપોમય જીવનચરિત્ર આપવાનું પ્રયોજન શું છે ? શું તેઓ રાજકુમારો હતાં એટલે તેમના તપનું આલેખન કર્યું છે ? સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ કરતાં જણાય છે કે જૈન શાસ્ત્ર સાહિત્ય આવા કોઇપણ પક્ષપાતથી દૂર છે. તે બધી માવનજાતિને તથા સમસ્ત જીવોને સમાન દ્દષ્ટિથી જુએ છે. શાસ્ત્રમાં માણસ તો શું પરંતુ પશુ – પક્ષીઓના તપોમય જીવનનો ઉલ્લેખ છે. કરોડો તિર્યંચ પણ વ્રતોની આરાધના કરી દેવગતિ પામે છે. આ શાસ્ત્રમાં રાજકુમારોની સાથે સાર્થવાહ પુત્રોનું જીવનચરિત્ર પણ ઘણી ઉંચાઇથી આલેખ્યું છે. સાર્થવાહો મધ્યમ જાતિના, મધ્યમ વર્ગના લોકો પરિશ્રમ કરીને જીવન જીવનાર છે એટલે એમ કહેવું અનુચિત છે કે રાજકુળો માટે શાસ્ત્રકારને વિશેષ આકર્ષણ છે.
આ શાસ્ત્રમાં આ પુણ્યાત્માઓના જીવન ચરિત્ર આપવાનું મુખ્ય પ્રયોજન આરાધક વ્યક્તિઓ અને તે કાલના તથા ત્યાર પછીના વર્તમાનકાલ સુધીના બધાં સંત- સંતીજીઓને તિતિક્ષા તથા તપની પ્રેરણા આપવાનું છે તથા તેનું મુખ્ય પ્રયોજન જૈન સાધના તે મધ્યમમાર્ગીય આરાધના નથી એટલે તેમાં મધ્યમ માર્ગીય આરાધનાનો પરિહાર કરી ઉત્કૃષ્ટ તીવ્ર આરાધનાને પ્રધાનતા આપવાનું છે. આનો અર્થ એવો પણ નથી કે મધ્યમ માર્ગથી આરાધના ન કરવી. પરંતુ તીવ્ર આરાધના આવશ્યક છે, તે જ તાત્પર્ય છે.
બીજું પ્રયોજન ભારતીય સંસ્કૃતિમાં પુણ્યાત્માઓનું નામસ્મરણ કરવાથી જીવન પાવન બને છે. આ સિદ્ધાંત સાર્વભૌમ છે. આ શાસ્ત્રમાં જે પવિત્ર આત્માઓના મંગલ નામ જોડાયેલા છે અને શાસ્ત્રપાઠમાં જેના નામની સ્થાપના થઇ છે તેવા મંગલમય તપસ્વીઓના નામ અને ચરિત્ર જીવનને પાવન કરે છે. આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાથી આત્મા વીર્યંતરાય
AB
23