Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા શ્રી ભગવતી સૂત્રનો વિષય જૈન તત્ત્વજ્ઞાનના સમગ્ર વિષયોને આવરી લે છે, એટલું જ નહીં, વિશ્વ વિદ્યાના કોઈ પણ વિષયોનો સંકેત આ સૂત્રાધિરાજમાં ન થયો હોય તેમ લાગતું નથી. આ વિશાળકાય ગ્રંથનું લેખન શ્રમસાધ્ય છે અને તેનું સંપાદન ચિંતન-મનનની અપેક્ષા રાખે છે.
દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગની પ્રધાનતાવાળા વિષયો, વાચકોને સરળ, સુગમ અને સુપાચ્ય બની રહે તે પ્રમાણે સંકલન કરવું, ક્યારેક સૂત્ર અત્યંત સંક્ષિપ્ત હોય, તેનો ભાવ સમજવો કઠિન હોય ત્યારે તે સુત્રના પૂર્વાપર સંદર્ભો આપીને તેનું રહસ્ય પ્રગટ કરવું, ક્યારેક લિપિદોષ આદિથી પાઠમાં કોઈ અશુદ્ધિ જણાય, તો તેની સ્પષ્ટતા કરવી વગેરે સંપાદન કાર્ય ઊંડી સૂઝ-સમજ માંગી લે છે.
જેમ કે શતક–૨૫/૬માં સૂત્રકારે છ પ્રકારના નિગ્રંથોની ગતિ અને પદવીનું કથન આરાધના-વિરાધનાની અપેક્ષાએ કર્યું છે. પ્રશ્ન થાય કે પલાક, બકશ અને પ્રતિસેવના કશીલ. તે ત્રણે નિયંઠા દોષસેવી છે, તો તેમાં આરાધનાની અપેક્ષાએ ગતિ કેવી રીતે થાય? તે જ રીતે કષાય કુશીલ અને નિગ્રંથ, તે બે નિયંઠા અપ્રતિસેવી છે, તો તેમાં વિરાધનાની અપેક્ષાએ ગતિ કેવી રીતે થાય?
વૃત્તિના આધારે વિષય સ્પષ્ટ થાય છે કે પુલાકાદિ પ્રતિસેવી નિયંઠાઓ અંત સમયે પોતાના દુષ્કૃત્યોની આલોચના આદિ કરીને કષાયકુશીલપણાના ભાવને પામીને અલ્પ સમયમાં જ મૃત્યુ પામે, તો તેની આરાધનાની અપેક્ષાએ ગતિ કહેવાય અને કષાયકુશીલ કે નિગ્રંથ ક્યારેક પરિણામના પરિવર્તનથી બકુશાદિના ભાવોને પામીને અંતર્મુહૂર્તમાં જ મૃત્યુ પામે, તો તેની વિરાધનાની અપેક્ષાએ ગતિ કહેવાય છે. આ રીતે ભૂતકાળની પર્યાયના આધારે પણ તેને તે-તે નિગ્રંથ કહી શકાય અને તે પ્રમાણે તે-તે નિગ્રંથોની ગતિ થાય છે.
તેમાંજ સૂત્રકારે નિગ્રંથોને પ્રાપ્ત થતી પદવીનું કથન કર્યું છે. આરાધનાની અપેક્ષાએ પુલાકાદિ નિગ્રંથો ઇન્દ્ર આદિ પદવી પ્રાપ્ત કરે છે અને વિરાધનાની અપેક્ષાએ તે અUU ૩વવનેના તે અન્યત્ર ઉત્પન્ન થાય છે. અહીં આપણુ શબ્દનો ભાવ સૂત્રથી સ્પષ્ટ થતો નથી. કેટલીક વ્યાખ્યાઓમાં અUMયસુ અન્યત્ર. ભવનપતિ આદિ કોઈ પણ દેવોમાં ઉત્પન્ન