Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
ગોળાકારરૂપ મંડલકારે માર્ગ છે. તે માર્ગમાં ઘૂમ્યા કરે છે. તેનું વહન આભિયોગિક દેવો સિંહ આદિના રૂપો બનાવીને કરે છે. તે વિમાન રત્નમય છે, તેમાં પૃથ્વીકાય એકેન્દ્રિય જીવો આતપ નામકર્મની પ્રકૃતિ બાંધીને ઉત્પન્ન થાય છે. અસંખ્યાત અસંખ્યાત જીવોને આપ નામકર્મનો ઉદય એકસાથે હોવાથી તે પ્રચંડ તાપ અને પ્રકાશ આપે છે. તેમાં રહેનાર જે સૂર્ય ઈન્દ્ર છે તે તો પંચેન્દ્રિય છે. તે ઈન્દ્ર, વિમાનમાં રહેલી શય્યામાં ઉપપાતજન્મથી જન્મ ધારણ કરે છે. અનેક દેવો તેની સેવામાં તત્પર રહે છે. તે સૂર્ય વિમાનની ગતિ પ્રમાણે દિવસ-રાત્રિની વધઘટ; હેમંત, શરદ, વર્ષા ઋતુ વગેરે વિવિધ પ્રકારના પરિવર્તનોનું વિશ્લેષણપૂર્વક ગણિત અવધારી લો. પ્રયોગ–૨:- વાય તે વાયુ. તેમાં એકેન્દ્રિય વાયુકાયના જીવો ઉપજે અને મરે. તેઓને વૈક્રિય સહિત ચાર શરીર હોય છે. તે (૧) સહજ રીતે વહે છે. (૨) વૈક્રિય શરીર ધારણ કરીને પણ વહે છે (૩) દેવકૃત પ્રયોગથી પણ વહે છે. તે વાયુ, દ્વીપનો હોય, સમુદ્રનો હોય, શાંત હોય, વાવાઝોડા આદિ રૂપે હોય, પરવાયુરૂપ હોય અને પથ્ય વાયુરૂપ પણ હોય તેમ તેના ઘણાં ભેદો હોય છે.
હે કુમારો ! વનસ્પતિકાયાદિ જીવોના શરીર જ્યાં સુધી અગ્નિથી સ્પર્શ ન પામે ત્યાં સુધી તે વનસ્પતિકાયાદિના શરીર કહેવાય અને અગ્નિકાયમાં પસાર થયા પછી અગ્નિકાય જીવોના શરીરો કહેવાય છે. તે જીવોને અભય આપવાથી તમારા જીવનમાં અંધકાર ક્યારેય આવશે નહીં. પ્રયોગ–૩:- જીવોના આયુષ્ય વિષયક અન્યતીર્થિકો શું માને છે અને પ્રભુના અનંત જ્ઞાનમાં યથાર્થ ભાવો શું છે? તે જીવોના આયુષ્યને માટે જાળના સમાન ઉદાહરણ દ્વારા સત્ય માન્યતા ભગવાને રજુ કરી છે.
પ્રિય કુમારો! જીવના બાંધેલા પુણ્ય અને પાપ પ્રમાણે કર્મની ગ્રંથિકા બંધાય છે. સાત કર્મના ફળને ભોગવવા માટે ભોગાયતન રૂ૫ શરીર મેળવવું પડે છે. રાગ-દ્વેષ તે બીયારણ છે. તેમાંથી કાર્પણ શરીર, તેજસ શરીર અંકુરિત થઈ સંસારી જીવો પાસે કાયમી રહે છે. તે બંને શરીરમાં સંસાર ભોગવવા યોગ્ય અવયવો નહીં હોવાથી સ્કૂલ શરીર ઉત્પન્ન કરવું પડે છે, તેને ઔદારિક શરીર તથા વૈક્રિય શરીર કહેવાય છે. આ બે શરીર દ્વારા જીવ ઈન્દ્રિય જન્ય પુદ્ગલનો આનંદ ભોગવે છે. તે પુદ્ગલાનંદી જીવને ફક્ત અમુક સમય મર્યાદા સુધીનું ઔદારિક, વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે. તે મર્યાદાનું