Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્પર્શ કરે છે અને શ્રોતાઓના મનોરંજન ઉપર ધ્યાન આપે છે ત્યાં તમે ગુણવંતા, આગમનિષ્ઠાવાન, સાધ્વીજીઓએ અતિગંભીર, વીતરાગ વચનોથી ભરપૂર આગમ સાહિત્યનો સ્પર્શ કરી; પ્રાચીન કાળની સાધનાઓ, વ્યવહારિક જીવન અને ધર્મ - અધૂમના પ્રફુટિત થયેલા પ્રવાહોનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેવા પ્રાચીન આગમ સાહિત્યનો સ્પર્શ કરી, સરળ ગુજરાતી ભાષાતંર કરી, જૈન જગતને, ખાસ કરીને ગુજરાતી પ્રજાને, ચિંતન કરવા માટે નવો જ વળાંક આપ્યો છે. તમારા જેવા વિચક્ષણ સાધ્વીજીઓ અને આગમ શાસ્ત્રનું નૈતૃત્વ કરનારા ત્રિલોકમુનિ જેવા જ્ઞાન ગંભીર આગમરત્ન મુનિ તથા ગોંડલ સંપ્રદાયના પ્રેરણા સ્તોત્ર શ્રી ગિરીશચંદ્રજી મુનિની આગવી દષ્ટિનું આ પરિણામ
સકલ સાહિત્યને પ્રકાશિત કરવા માટે શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલનકર્તા શાસનપ્રેમી ટ્રસ્ટીઓ અને પ્રમુખ સભ્ય શ્રીયુત ભામાશા રમણીકભાઈ શાહ તથા દઢ સંકલ્પી શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ કે જેઓને ધનરાશિને ખર્ચ કરવાની સાચી દિશાનું જ્ઞાન છે, માટે તેઓ સૌ પણ શ્રેયના ભાગીદાર છે.
આગમરત્નોની પ્રકાશિત થતી શ્રેણીના એક એક પુષ્પન્ન ક્રમશઃ સમય પર અમારા હાથમાં આવે છે, ને તે જોઇને છાતી ગજ ગજ ફૂલે તેવું છે. એક સરખા, સામ્ય આકૃત્તિવાળા ગ્રંથોની શ્રેણિ ગોંડલ ગચ્છની કીર્તિની મણીમાળા હોય એમ શોભી રહ્યા છે.
આપ સૌએ અમારા જેવા દૂર બેઠેલા, એકાંતવિહારી ચિંતક સાધુને સચેષ્ટ કરી આ આગમ પ્રકાશમાં “આમુખ' રૂપે વિવર્ણનાત્ય લેખો મંગાવી, પ્રકાશિત કરી અમને જે તક આપી છે અને આગમ પ્રકાશનના અણમોલ સાહિત્યમાં અમારા ભાવોનો ઉમેરો કરી, જે સ્થાન આપ્યું છે તે ખરેખર આપ સૌની ગુણષ્ટિનું અમૃતફળ અમને મળ્યું છે.
આ જ રીતે આગમશ્રેણીનું પ્રકાશન વિસ્તાર પામતું રહે અને સૌના ઉત્તમ ક્ષયોપશમનું પ્રતિબિંબ આગમ સરોવરમાં ઝલકતું રહે તથા આ પ્રકાશન સંપૂર્ણ વિશ્વ વ્યાપી બની રહે તેવી અંતરની ઊર્મિ સાથે આનંદ મંગલમ...
- જયંત મનિ
પેટરબાર.