________________
પ્રસ્તાવના રીતે હસ્તલિખિત પ્રતિઓમાં વૃત્તિસંમત પાઠ મળે છે, છતાં કોઈ પ્રતિમાં ચૂર્ણિસંમત પાઠ પણ કેટલીક વાર મળે છે. ત્યાં ચૂર્ણિસંમત પાઠ પ્રાચીન હોવા છતાં અત્યારે મોટા ભાગે વૃત્તિના પઠનપાઠનનો અધિક પ્રચાર હોવાને લીધે, વૃત્તિના અભ્યાસીઓને અનુકૂળતા રહે તે માટે અમે વૃત્તિસંમત પાઠને મોટા ભાગે મૂળમાં લીધો છે અને બીજે પાઠ ટિપ્પણમાં આપ્યો છે. તેમ છતાં કવચિત ચૂર્ણિસંમત પાઠને પણ અમે મૂળમાં લીધો છે.
સૂત્રકૃતાંગની ભાષા અર્ધમાગધી છે. તે વિષે તથા ભાષાકીય પાઠભેદો વિષે આચારાંગસૂત્રની પ્રસ્તાવનામાં પૃ૦ ૪૩-૪૪માં અમે જે જણાવ્યું છે તે જ અહીં સમજી લેવાનું છે.
પરિશિષ્ટોમાં પ્રથમ પરિશિષ્ટમાં વિશિષ્ટ શબ્દોની સૂચિ આપેલી છે, બીજા પરિશિષ્ટમાં સૂત્રકૃતાંગમાં આવતી ગાથાઓનો અકારાદિક્રમ છે, ત્રીજા પરિશિષ્ટમાં તિવયાનિ વિાિણાને ટિપ્લાનિ છે. સૂત્રકૃતાંગના કેટલાક અંશોની બીજા ગ્રંથો સાથે તુલના, કેટલેક સ્થળે સ્પષ્ટીકરણ, કેટલેક સ્થળે અમને જે વિશિષ્ટ શુદ્ધપાઠો કે પાઠભેદો પાછળથી જણાયા છે તેનો નિર્દેશ વગેરે ઘણી વાતો આ ત્રીજા પરિશિષ્ટમાં છે. સૂત્રપ્તાંગમાં જે પરસ્પર એકસરખા કે એકસરખા જેવા પાઠો મળે છે તે બીજા પરિશિષ્ટમાં આપેલા ગાથાઓના અકારાદિક્રમથી પણ જાણી શકાય છે, એટલે પરસ્પર સૂત્રોની તુલના બીજા પરિશિષ્ટમાં આપેલા અકારાદિકમના આધારે સમજી લેવી.. આ ગ્રંથના અભ્યાસીઓએ શુદ્ધિપત્રકન અવશ્ય ઉપયોગ કરીને વાંચવું, એવી ખાસ વિનંતિ છે.
સૂત્રકૃતાંગસૂત્રની વ્યાખ્યાઓ - નિયુક્તિ-આના કર્તા ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી છે. આમાં તે તે પદના નિક્ષેપા, તે તે અધ્યયન અને ઉદ્દેશકનો સાર વગેરે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રાપ્ત વ્યાખ્યા છે. આમાં એકંદર ૨૦૫ ગાથા છે.
ચૂર્ણિ–સૂત્રકૃતાંગસૂત્ર તથા નિયુક્તિ ઉપર અત્યારે મળતી વ્યાખ્યાઓમાં આ સૌથી પ્રાચીન છે. આની ભાષા સંરકતમિશ્રિત પ્રાપ્ત છે. એના કર્તા વિષે કોઈ ચોક્કસ ઉલ્લેખ મળતો નથી. પૃ. ૭૬ भां अणुत्तरणाणी अणुत्तरदंसी अणुत्तरणाणदसणधरो, एतेण एकत्वं णाण-दसणाणं ख्यापितं भवति [રાજાર૨] આવો ઉલ્લેખ છે તે ઉપરથી આચાર્ય સિદ્ધસેન દિવાકરના તે અનુયાયી હોય તેમ લાગે છે. સૂ૦ ૭૬૦ની ચૂર્ણિમાં (પૃ. ૪૦૫) મૈત્ર વાળમાત્રમશિષ્યમદિ(f)ચાવાય એવો ઉલ્લેખ મળે છે. ભજિયાચાર્યનો ઉલ્લેખ દશવૈકાલિકચૂણિમાં પણ મળે છે. મોઢેરા ગામનો ઉલ્લેખ પણ મળે છે. રતલામની ઋષભદેવ કેશરીલિઝની પેઢી તરફથી આ ચૂણિ સંપૂર્ણ છપાઈ છે. છતાં વિવિધ પ્રતિઓને આધારે મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે શુદ્ધ કરેલી ચૂર્ણિનો જ આ સંપાદનમાં ખાસ આધાર લેવાયો છે. પ્રથમ શ્રુતસ્કંધ સુધીનો પ્રથમ ભાગ પ્રાકૃત ટેસ્ટ સોસાયટી તરફથી છપાઈ પણ ગયો છે.
૧. ઉં૧, ઉં. ૨ વગેરે અનેક હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ આના સંપાદનમાં કરવામાં આવ્યો છે તેનો પરિચય હવે પછી આપવામાં આવશે. આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે એક
સ્થળે નોંધ કરેલી છે કે “હં ૧ માંથી ચૂસિમ્મત પાઠો વધારે મળે છે, છતાં ક્યારેક નં ૨ માંથી તેવો પાઠ મળી આવે છે.' २. “भहियायरिमोवएसेणं भिन्नरूवा एक्कका दससद्देण संगिहीया भवंति"-दशवैकालिकचूर्णि पृ० ३। 3. “जहा पुढे केणइ को सि तुमं ? मोढेरगातो अतोभवान् ? सो भणति णाहं मोढेरगातो, भवद्वामा
વાચાતો” ૦ ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org