________________
પ્રસ્તાવના
લેપ શ્રાવકની સંસદવિયા ( થા) નામે ઉદયશાલા હતી. આ ઉદકશાલાના ઈશાનકોણમાં હસ્તિયામ નામનો વનખંડ હતો. ત્યાં ગૃહપ્રદેશમાં (ઘરવાળા પ્રદેશમાં) ભગવાન ગૌતમસ્વામી બેઠા હતા અને આરામપ્રદેશમાં ભગવાન મહાવીર બિરાજેલા હતા. તે સમયે પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં દીક્ષિત થયેલા ઉદ પેઢાલપુત્ર નામના સાધુ ત્યાં આવી ચડ્યાં. તેમનો ભગવાન ગૌતમ સ્વામી સાથે જે વાર્તાલાપ થયો તે નાલંદાની સમીપમાં થયેલો હોવાથી આ અધ્યયનનું નામ નાટ્યક્ર (નાલંદીય) છે.
ઉદકનો મુખ્ય આક્ષેપ એ છે કે તમારા સાધુઓ શ્રાવકોને ત્રસની હિંસાનું જે પચ્ચખાણ કરાવે છે તે બરાબર નથી, ખોટું પચ્ચખાણ છે. સંસારી જીવો સ્થાવરમાંથી ત્રસમાં આવે છે અને ત્રસમાંથી સ્થાવરમાં આવે છે. માટે એવો કોઈ સ્થાવર જીવ નથી કે જે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં ત્રસ ન થયો હોય કે ન થવાનો હોય. એટલે જેણે ત્રસની હિંસાનું પચ્ચખાણ કર્યું છે તે જ્યારે સ્થાવરની હિંસા કરે છે ત્યારે તે સ્થાવર જીવ પણ કોઈપણ કાળે ત્રસરૂપ હોવાથી પચ્ચખાણનો ભંગ થાય છે. માટે પચ્ચખાણ કરાવનારે ત્રસ જીવોની હિંસાનું પચ્ચખાણ નહિ, પણ ત્રભૂત જીવોની હિંસાનું પચ્ચખાણ કરાવવું જોઈએ. વ્યસભૂત એટલે વર્તમાનકાળમાં જે ત્રસજીવો હોય તેની હિંસાનું જ પચ્ચખાણ. આ રીતે ભૂત શબ્દ ઉમેરીને પચ્ચખાણ કરાવવામાં આવે તો સાચું પચ્ચખાણ કહેવાય.
ભગવાન ગૌતમસ્વામીએ ઉત્તરમાં કહ્યું કે “તમે જેને ત્રસભૂત કહો છો તેને જ અમે ત્રસ કહીએ છીએ. પચ્ચખાણમાં ભૂત શબ્દ ઉમેરવાની કશી જ જરૂર નથી.” આમ જણાવીને તે પછી ઘણું જ ઘણાં ઉદાહરણ આપીને આ વાતનું ભગવાન ગૌતમસ્વામીએ સ્પષ્ટીકરણ કર્યું છે.
ભગવાન ગૌતમસ્વામીના જવાબ પછી ઉદક નિરુત્તર થઈ જવા છતાં, ખુલ્લી રીતે ગૌતમસ્વામીની વાતનો સ્વીકાર કે આદર ન કરતાં જ્યારે ત્યાંથી ઉઠીને ચાલવા તૈયાર થઈ જાય છે ત્યારે ગૌતમસ્વામી કહે છે કે “ઉદક! એક પણ સારી વાત સાંભળવા મળી હોય તો તેના કહેનારનો આદર-સત્કાર કરવો જોઈએ.” ત્યાર પછી ઉદકપોતાની ભૂલનો સ્વીકાર કરીને ચાતુર્યામ ધર્મમાંથી પ્રતિક્રમણયુક્ત પંચમહાવ્રતિક ધર્મ સ્વીકારવાની ઈચ્છા પ્રદર્શિત કરે છે. એટલે ભગવાન ગૌતમ સ્વામી પેઢાલપુત્ર ઉદકને લઈને ભગવાન મહાવીર પાસે આવે છે અને ત્યાં ઉદક ભગવાન મહાવીર પાસે પ્રતિક્રમણયુક્ત પંચમહાવ્રતિક ધર્મનો સ્વીકાર કરે છે.'
અહીં બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન, બીજે તસ્કંધ તથા સૂત્રકૃતાંગસૂત્ર સંપૂર્ણ થાય છે.
સૂત્રકૃતાંગના વિષનું આ અત્યંત સંક્ષિપ્ત દિગ્દર્શન છે. આના ઉપરથી જણાશે કે સૂત્રકૃતાંગમાં પ્રારંભમાં તથા અન્યત્ર પણ કેટલીક સ્વ-પર મતની ચર્ચા હોવા છતાં તે દ્વારા સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવીને સમ્યચ્ચારિત્રમાં સાધકોને પ્રવૃત્ત કરવા એ જ આમાં મોટા ભાગે વિચારણું છે. એટલે આમાં દ્રવ્યાનુયોગની ચર્ચા હોવા છતાં પણ ચૂર્ણિકારે આનો સમાવેશ ચરણકરણાનુયોગમાં કરેલો છે.
૧. આ અધ્યયનમાં આવતી વિસ્તૃત ચર્ચા જોતાં એમ લાગે કે છે ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન
મહાવીરની પરંપરામાં ચાર મહાવ્રત તથા પાંચ મહાવ્રતોના ભેદ ઉપરાંત, બીજી પણ કેટલીક વાતોમાં ભેદ પ્રવર્તતો હશે. २. “तत्थ कालियसुयं चरण-करणाणुयोगो १ इसिभासियोत्तरज्झयणाणि धम्माणुयोगो २ सूरपण्णत्तादि
गणिताणुयोगो ३ दिट्ठिवातो दव्वाणुजोगो त्ति ४ ।...इह चरणाणुयोगेण अधिकारो"-सूत्रकृताङ्गचर्णि पृ० ३। “अण्णोण्णक्खराभिधाणद्वितं जं पढिजति तं अगमियं, तं च प्रायसो भायारादि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org