________________
૨૪
પ્રસ્તાવના
૬. સ્વકે સ્વજનાદિ નિમિત્તે અસત્ય બોલવા આદિ પ્રવૃત્તિ કરવી તે મૃષામયિક દંડ છે. ૭. સ્વ કે સ્વજનાદિ નિમિત્તે ચોરી કરવા આદિ અંગેની પ્રવૃત્તિ કરવી તે અદત્તાદાનપ્રત્યયિક દંડ છે. ૮. બીજાએ કંઈ પણ ન કર્યું ન હોવા છતાં, ઉદાસ-શોકમગ્ન-દીન-હીન-ચિંતાતુર બનીને રહે,
ચિત્તમાં ક્રોધાદિ કષાયોની પરંપરા ચાલ્યા કરે તે આધ્યાત્મિક દંડ છે. ૯. જાતિમદ, કુલમદ, બલભદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ, ઐશ્વર્યમદ, પ્રજ્ઞામદ–આ
ભદોથી મદોન્મત્ત બનીને બીજાઓની નિંદા, પરાભવ, અપમાન આદિ કરવા અને પોતાને
શ્રેષ્ઠ માનવો આ બધો ભાનપ્રત્યયિક દંડ છે. ૧૦. પોતાની સાથે રહેનારાઓનો નાનો અપરાધ થયેલો હોય તો પણ તેમને મોટી સજા કરવી
આ મિત્રદોષપ્રત્યયિક દંડ છે. ૧૧. ગુપ્ત રીતે હિંસાદિ પાપપ્રવૃત્તિ કરનારા છતાં બહારથી પોતાને સારા દેખાડનારા કપટી
મનુષ્યોની પાપપ્રવૃત્તિ તે માયાપ્રત્યયિક દંડ છે. ૧૨. લોભને લીધે હિંસાદિ પ્રવૃત્તિ કરનારા અને કામભોગોમાં આસક્ત જીવોની જે પ્રવૃત્તિ તે
લોભપ્રત્યયિક દંડ છે. ૧૩. સમિતિ-ગુપ્તિથી યુક્ત, યતનાપૂર્વક સર્વપ્રવૃત્તિ કરનારા ઉત્તમ સાધુપુરુષોની જે પ્રવૃત્તિ તે
ઇયપથિકી ક્રિયા છે. આનાથી જે કર્મ બંધાય છે તે પ્રથમ સમયે બંધાય છે, બીજા સમયે અનુભવાય છે. ત્રીજા સમયે તેની નિર્જરા થઈ જાય છે. એટલે આ કર્મબંધ અસાવદ્ય છે.'
આમાં બાર દિયાસ્થાનો અધર્મપક્ષ છે, તેને સેવનારો આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી માટે ત્યાજ્ય છે. તેરમું ક્રિયાસ્થાન મોક્ષપ્રાપક છે માટે સેવનીય છે આ વાત સત્ર ૬૯૪, ૭૦૬, ૭૦૭, ૭૨૧ માં સ્પષ્ટ જણાવી છે.
તેરે ક્રિયાસ્થાનોના વર્ણનપ્રસંગમાં નહિં વર્ણવેલી અધર્મપક્ષ, ધર્મપક્ષ, તથા મિશ્રપક્ષ સંબંધી અનેક અનેક વાતો ભિન્ન ભિન્ન રૂપે સૂ૦ ૭૦૮-૭૧૬ માં વર્ણવેલી છે. સૂ૦ ૭૧૭માં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદીના ભેદો ૩૬૩ પ્રાવાદિકોનો ઉલ્લેખ અધર્મપક્ષમાં કરેલો છે. સૂ૦ ૭૧૮ માં અન્ય પ્રાવાહિકોને તેમના જ વર્તન તથા કથનનો આધાર લઈને અહિંસાનો સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરેલો છે. સૂ૦ ૭૧૯માં હિંસાને ઉપદેશ આપનારા સંસારમાં કેવાં દુઃખો પામે છે તેનું નિરૂપણ છે. સૂ૦ ૭૨૦ માં સર્વે જીવોની અહિંસાની પ્રરૂપણા કરનારા જ નિર્વાણને પ્રાપ્ત કરે છે એ વર્ણવ્યું છે. સૂ. ૭૨૧માં બાર ફિયાસ્થાનોનું ફળ સંસાર છે અને તેરમા ક્રિયાસ્થાનનું ફળ મોક્ષ છે એમ વર્ણવીને આત્માર્થી સાધુને બાર કિયાસ્થાનોનો ત્યાગ કરવાનો ઉપદેશ છે.
ઓગણીસમું અધ્યયન-આનું નામ મહારMિII (આહાર પરિજ્ઞા) છે. આમાં છ
૧. જુઓ પૃ૦ ૧૬૪ ટિ૧૧. અત્યારે મળતી સૂત્રકૃતાંગની હસ્તલિખિત પ્રતિઓમાં અહીં સાવ શબ્દ જોવામાં આવે છે, છતાં સૂત્રકૃતાંગ ચૂણિને આધારે તથા આવશ્યક ચૂર્ણમાં ઉદ્ધત કરેલા પાઠને આધારે કરાવળ એ જ સાચો પાઠ છે. તેરાપંથી આચાર્ય તુલસી જેના પ્રમુખ છે તે વાંચનામાં, મુનિ નથમલજીએ સાવઝ શબ્દ સુધારવાને બદલે એ પાઠ જ કાઢી નાખ્યો છે. કાંસાળિ પૃ. ૩૭૬ ટિ. ૯માં તેમણે જણાવ્યું છે કે પૂર્વવર્તિાશયાન તાણેન ત્રિપિપ્રમોડલ ગત રૂતિ વ્રતી પરંતુ તેમણે આવશ્યકચૂણિને આધારે કસાવજ જે અહીં સાચો અને મૌલિક પાઠ છે તે પાઠ અહીં ખરેખર મુકવાની જરૂર હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org