________________
૨૨
પ્રસ્તાવના
જે અભિમાન અને દીનતા બંનેથી રહિત છે, વિનીત, દાંત, શરીરની મમતા જેણે ઉતારી નાખી છે, વિવિધ પરીષહ તથા ઉપસર્ગોને જેણે પરાભવ કર્યો છે, જેનું ચારિત્ર અધ્યાત્મયોગથી શુદ્ધ છે, જે સચ્ચારિત્રમાં ઉદ્યમી, સંસારની અસારતા આદિ જાણીને સંયમમાર્ગમાં સ્થિત તથા પરદત્તભોજી છે તે ખરેખર સાચો ભિક્ષુ છે.
જે એક (રાગ-દ્વેષ રહિત) છે, એક આત્માને જાણે છે, બુદ્ધ છે, સંછિન્નમસ્ત્રોતા (જેનાં આશ્રવનાં દ્વાર બંધ થઈ ગયેલાં છે તે) છે, જે સુસંયત, સુસમિત, સુસામાયિક તથા આત્મવાદ પ્રાપ્ત છે, દ્રવ્યસ્ત્રોત (વિષયોમાં ઈદ્રિયોની પ્રવૃત્તિ) તથા ભાવસ્ત્રોત (વિષયોમાં રાગ-દ્વેષ) જેના બંધ થઈ ગયા છે, જે પૂજા-સત્કારલાભનો અર્થી નહિ પણ ધર્મનો જ અર્થ છે, ધર્મનો જ્ઞાતા, મોક્ષમાર્ગને પામેલો, સમતાયુક્ત, દાન્ત, યોગ્ય તથા શરીરમમતારહિત છે તે ખરેખર સાચો નિગ્રંથ છે.
આ બધા અધ્યયનનો સાર છે. અહીં પ્રથમ શ્રુતસ્કંધ દાવોસ્ટસ (ગાથાશક) પૂર્ણ થાય છે.
સત્તરમ્ અધ્યયન –આ અધ્યયનમાં ભગવાન મહાવીરે પુંડરીકનું–તમલનું રૂપક આપીને વાત સમજાવેલી છે માટે આનું નામ વીર (પંડરીક અથવા પૌડરીક) છે. અહીંથી બીજા શ્રુતસ્કંધની શરૂઆત થાય છે.
એક પાણીથી ભરેલી ઘણું કાદવવાળી વિશાલ પુષ્કરિણું છે, તેમાં ઘણા કમળો ઉગેલાં છે, મધ્યમાં એક મોટું કમળ છે. પૂર્વ દિશામાંથી એક પુરુષ આવ્યો અને તેણે મોટા કમળને મધ્યમાં જોયું અને બોલવા લાગ્યો કે “હું ક્ષેત્રજ્ઞ (જાણકાર), કુશળ પંડિત, વ્યક્ત, મેધાવી, માર્ગ છું. હું જઈને આ કમળ લઈ આવીશ.” આમ વિચારીને પુષ્કરિણુમાં ઉતર્યો પણ જેમ જેમ આગળ ચાલવા લાગ્યો તેમ તેમ અધિક અધિક પાણી અને કાદવ આવવાથી કમળ સુધી પહોંચે તે પહેલાં જ કાદવમાં ખેંચી ગયો, અને કિનારાથી તથા કમળથી બંનેથી ભ્રષ્ટ થયો. આ જ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ તથા ઉત્તરથી આવેલા પુરુષોની સ્થિતિ થઈ. એટલામાં એક સંયમી (રાગદ્વેષરહિત) મોક્ષાર્થી ભિક્ષુ ત્યાં આવ્યા. તેમણે પેલા ચાર પુરુષોને જોઈને વિચાર કર્યો કે “આ લોકો અકુશલ છે. આ રીતે આ કમળ બહાર કઢાય નહિ.” તેમણે કિનારા ઉપર જ ઊભા રહીને અવાજ કર્યો કે હે શ્વેત કમળ ! ઉંચે ઉડ, ઉંચે ઉડ.” આ કહેતાંની સાથે કમળ ઉંચે ઉડ્યું.
ભગવાને આનો ઉપાય આ રીતે ઘટાવ્યો છે–પુષ્કરિણી એ સંસાર છે, કર્મ પાણી છે, કામભાગો કાદવકીચ્ચડ છે, સામાન્ય લોકો તે બીજા સામાન્ય કમળ છે, રાજા ભયવતી શ્રેષ્ઠ કમળ સમાન છે, પુષ્કરિણીમાં પ્રવેશ કરનાર ચાર પુરુષો તે જુદા જુદા પરતીર્થિકો (એકાંતવાદીઓ) છે, સદ્ધર્મ તે ભિક્ષુ છે, ધર્મતીર્થ તે કિનારો છે, ભિક્ષુએ કરેલો શબ્દ તે ધર્મકથા છે. કમળનું ઉચે ઉડવું તે નિર્વાણ છે–મોક્ષ છે.
આ ચાર પુરુષોમાં પહેલો પુરુષ તજજીવતછરીરવાદી છે. આ મત પ્રમાણે શરીર જ જીવ છે. શરીરથી જુદો છવ નથી. શરીરને વિનાશ થાય એટલે જીવનો પણ વિનાશ થાય છે. સૂ૦ ૬૪૮-૬૫૩ માં આ મતનું વર્ણન છે. બૌદ્ધોના દીઘનિકાયના સામગફલસુત્તમાં બુદ્ધસમકાલીન અજિત કેશકંબલના ઉચછેદવાદ સાથે આ વાદ મળતો આવે છે. જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રીજું, પૃ. ૩૫૭.
બીજે પુરુષ પંચભૂતવાદી છે. આ ચાવકોનો મત છે. પાંચ મહાભૂત ઉપરાંત છા
૧, સૂ૦ ૧૧-૧૨ માં પણ આ મતનું વર્ણન છે. જુઓ આ પ્રસ્તાવના, પૃ૦ ૭. ૨. સૂ. ૭૮ માં પણ આ મતનું સ્વરૂપ વર્ણવ્યું છે. જુઓ આ પ્રસ્તાવના, પૃ. ૭. ૩. સૂ૦ ૧૦-૧૬ માં પણ આ મત વર્ણવ્યો છે. જુઓ આ પ્રસ્તાવના, પૃ૦ ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org