Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખને
ટૂંક જીવનપરિચય ગુજરાત દેશના ખેડા જીલ્લામાં કપડવંજ નામનું શહેર છે. આ સ્થળમાં સ્વ. શેઠ ચીમનલાલભાઈ બુદ્ધિશાળી, મહેનતુ અને પરગજુ હતા. શરૂઆતમાં તેઓએ નોકરી કયો પછી ધંધામાં આગળ વધતા જયંત મેટલ રીફાઈનરી વિગેરે કંપનીઓ ખોલી લાખ રૂપિયા કમાયા હતા અને સ્વ. આગમ દ્વારક આચાર્યદેવ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ આ સ્થળમાં આગમોની વાંચના કરેલ તેમની સાનિધ્યતામાં, કપડવંજની અંદર આંબીલની ઓળી અને દેશવિરતિ સંમેલન વગેરેમાં પણે લાખ રૂપીયા ખરચ્યા હતા. કપડવંજ આજે પણ તેમની ઉદારતાને જણાવતું, તેમના હાથે સ્થપાએલ જયંત સાર્વજનિક હોસ્પીટલ ચાલે છે જેમાં તેમણે રૂપીયા લાખ કરતાં વધુ સખાવત કરી છે. આ ઉપરાંત મહાવીર વિદ્યાલય, ભારતીય વિદ્યાભવન, કપડવંજ પાંજરાપિળ, જેને આત્માનંદ સભા વિગેરે અનેક ઠેકાણે તેમણે તેમના ધનને સારો સવ્યય કર્યો છે.
સ્વ. શેઠ ચીમનલાલભાઈ ઉદાર મિલનસાર અને નમ્રતા ગુણવાળા હતા. તેમણે પિતાના હાથે ગુપ્ત દાન પણ સારું કર્યું છે. શાસનનાં દરેક શુભ કામમાં પિતાને ફાળે સારે આપતા હતા.
સ્વ. શેઠ ચીમનલાલભાઈ વર્તમાન સમયે નથી પણ તેમની પાછળ તેમની જીવનપરાગ, કુટુંબ અને મિત્રોને બહાળે સમુદાય છે.
સ્વ. શેઠ ચીમનલાલભાઈએ પંન્યાસજી મહારાજશ્રી કૈલાસસાગરજી(બુદ્ધિસાગરસૂરિના)એ બહાર પાડેલી કથાસાગર ભાગ-૨ ની છપામણીમાં રૂા. ૪૦૦) ચારસોની મદદ કરેલ. એટલે તેમને સાહિત્ય પરત્વે પણ સારે પ્રેમ હતો. તેમના ધર્મપત્ની માયાબહેને આ અધ્યાત્મકલ્પદ્રુમની બુક પ્રસિદ્ધ કરવા માટે બુક ૭૦૦) સાતસેન
For Private and Personal Use Only