Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખર્ચ તેમના સ્વ॰ પતિદેવના સ્મરણાર્થે મુમુક્ષુ જીવેશને ભેટ આપવા શ્રીમદ્ આચાર્ય શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજીના શિષ્ય મુનિરાજશ્રી શ્રીકાન્તવિજયજીના પ્રતિમાધથી સહકાર આપેલ છે. આ બુક આત્મહિતશિક્ષાથી ભરપૂર હોવાથી ઘણાં ભિવક જીવે આત્મહિત સાધશે. તેને લાભ માયાબેનના ફાળે જાય છે, તેમાં જરાય અતિશયેાક્તિ નથી. તેમણે તેમના પતિદેવના પગલે ચાલી આ જ્ઞાનસાહિત્ય પ્રકાશ થવામાં જે લક્ષ્મીને સદ્વ્યય કર્યો છે તે અમૂલ્ય છે અને તે માટે અમે તેમના હાર્દિક આભાર માનીએ છીએ. તે દીર્ઘાયુષ્ય રહી આવા શાસનના શુભ કામ કરે એવી પ્રાર્થના છે.
*કરણ કરાવણને અનુમેદન, સરખા ફળ નિપજાવે; રથકાર ખળદેવ મુનિ હિરણ એ ભાવે, ચાથા સ્વર્ગે સિધાવે.
શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજીની પ્રેરણા તથા તેમની આજ્ઞા થતાં અલ્પમતિએ અમે અનુવાદ તૈયાર કર્યા અને ભાવનાપૂર્વક માયા એને તેમાં સારો સહકાર આપ્યા એટલે જેટલા અંશે આ મુક વાંચી મનન કરી ભવ્ય આત્માએ આત્મહિતમાં વૃદ્ધિ કરશે એટલે અમારા ત્રણેના પ્રયાસ સફળ થયે ગણીશું. સુરેજી-કિં મહુના ? ૐ શાંતિ શાંતિ શાંતિ. ૐ સ', ૨૦૦૯ ના વૈશાક સુદ ૩ શનિવાર તા. ૧૬-૫-૫૩ વલ્લભીપુર ( સૌરાષ્ટ્ર )
અનુવાદક-અધ્યાત્મકપદ્રુમ
* થકારને જંગલમાં જમવા વખતે સુપાત્ર પ્રાપ્ત થવાની ભાવના હતી, બળદેવ મુનિ વિચારતા હતા કે આવા ગ્રીષ્મના તડકામાં પરસેવાથી રેબજેબ થઇ દાનના ભાવ કેવા રાખે છે, હરિષુ તે ઝાડની ડાળ નીચે રથકારના દાનની ભાવના કરતું હતું. ડાળ પવનથી તૂટી પડતાં તુરત જ ત્રણે જણા કાળધર્મ પામી તે ભાવનાથી ચોથે સ્વર્ગે ગયા છે.
For Private and Personal Use Only