________________
૨૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આમ, સત્યાન્વેષણ એ આનંદશંકરના ચિંતનનું વિશિષ્ટ લક્ષણ છે. એમની દૃષ્ટિએ સત્ય' નથી તે ઉત્પન્ન કરવું એમ નહિ પણ “સત્ય” છે તેને ખોળી કાઢવું એવા ઉદ્દેશથી સત્યાન્વેષીઓની પ્રવૃત્તિ થાય છે. (ધર્મવિચાર- ૧, પૃ.૨૨૭) આનંદશંકરની ધર્મચિંતનની પ્રવૃત્તિ એ આ પ્રકારની સત્યાન્વેષીની પ્રવૃત્તિ હતી. એમની પોતાની દાર્શનિક શ્રદ્ધા શાંકરવેદાંતમાં રહેલી છે, પરંતુ તેની સાથે સુસંગત ન હોય તેવાં દર્શનોનો પણ તત્ત્વવિમર્શ આનંદશંકર તટસ્થ ભાવે કરે છે. વિરોધીઓના સિદ્ધાંતનું ખંડન કે પોતાના સિદ્ધાંતનું ખંડન કરવાની વૃત્તિને વશ થયા વિના, એ તર્કશુદ્ધ રીતે સિદ્ધાંતનું હાર્દ પ્રગટ કરી આપે છે.
પ્રા. દાસગુપ્તા, ડૉ.રાધાકૃષ્ણન, નર્મદાશંકર મહેતાની જેમ આનંદશંકરે પણ ભારતીય દર્શનોના ઐતિહાસિક કાલક્રમ અંગે વિચાર કર્યો છે. તાર્કિક અને ઐતિહાસિક પદ્ધતિઓના સંદર્ભમાં આનંદશંકરે આપણા તત્ત્વવિજ્ઞાનની સંકલન કરવાનો પ્રયાસ કર્યો છે, તેમાં આનંદશંકરનું દૃષ્ટિબિંદુ સમન્વયાત્મક રહેલું છે. સમન્વયશીલતા એ આનંદશંકરના ચિંતનની એક વિશેષ લાક્ષણિકતા તરીકે પ્રમાણી શકાય છે. તટસ્થતા, સત્યાન્વેષતા અને સમન્વયાત્મકતાને કારણે તેઓ સુધારાવાદીઓ (નવીનો) અને પરંપરાવાદીઓ (પ્રાચીનો) બંનેની વિચારધારામાં રહેલી સંકુચિતતાને દર્શાવી આપે છે. તેઓ કહે છે :
“ “પ્રાચીનો વહેમમાંથી છૂટતા નથી, અને “નવીનોમાં ધાર્મિક વૃત્તિનું બળ આવતું નથી. એકે સુધરવાની જરૂર છે, અને બીજાએ સુધારવાનું કામ માથે લીધું છે, પણ બે પક્ષનો કોઈપણ રીતે યોગ થતો નથી, આપણી ધાર્મિક અવનતિ હતી તેવી ને તેવી કાયમ રહે છે. આપણા “નવીન વિદ્વાનો જ્યાં સુધી નિરભિમાન વૃત્તિથી “પ્રાચીનોની ભજનમંડળીમાં ભળતાં આંચકો ખાશે ત્યાં સુધી હિંદુસ્તાનનો ધાર્મિક ઉદ્ધાર દૂર છે. “પ્રાચીનો એ પણ એટલી ઉદારવૃત્તિ રાખવી ઉચિત છે, આપણો ધર્મ બહુ વિશાળ છે અને અસંખ્ય મહાન મગજો અને હૃદયોમાંથી ઉદ્દભવ પામ્યો છે. તેથી જે માણસ “પ્રાચીનોની અમુક રૂઢિને અનુસરી જ ધર્માચરણ કરતો નથી તે હિંદુ મટી જાય છે અને નાસ્તિક થઈ જાય છે એમ નથી. ઘણીવાર આવી દેખાતી નાસ્તિકતામાં “પ્રાચીનોની પોતાની આસ્તિકતા કરતાં વધારે “આસ્તિક્ય’ સમાયેલું હોય છે. સુધારકોએ એટલું જોવાનું છે કે ચાલતી વ્યવસ્થામાં સુધારો કરવાને બદલે કેવળ અવ્યવસ્થા ઉત્પન્ન કરવી અને સમાજના પરમાણુઓને પોતાની વિનાશક પદ્ધતિ વડે છેક અસ્તવ્યસ્ત કરી નાખવા એ અત્યંત અનિષ્ટ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૨૦૭)
આમ, પરંપરાને વળગી રહેવાનો દોષ “પ્રાચીન’ માર્ગીઓનો છે તો સામે પક્ષે સર્વ જ્ઞાન હંમેશાં પુસ્તકથી જ કે તર્કબળથી જ ગમ્ય છે, ધર્મ પોતપોતાની સ્વતંત્રતાથી જ આચરવો ઠીક છે, ઈત્યાદિ વિચારની ભૂલથી ભરેલી વર્તણૂક “નવીન માર્ગીઓની છે. આ બંને પક્ષોની સત્યાન્વેષી દૃષ્ટિથી આનંદશંકરે આલોચનાત્મક તપાસ કરી છે. “આપણા સમયની મૂંઝવણોનો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org