________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૩૫
અત્યારે જે રૂપમાં મહાભારત જોવા મળે છે તેવું તે મૂળથી ન હતું. મહાભારતમાં જ કહ્યું છે કે, મૂળ મહાભારત વ્યાસે એમના શિષ્ય વૈશંપાયન વગેરેને કહેલું તે વૈશંપાયને જનમેજયને કહ્યું અને તે સીતિ (સૂતપુત્ર) શૌનકાદિ મુનિઓને કહી સંભળાવે છે : હવે આવડું પુસ્તક એક જણ જેવું સાંભળે તેવું જ બીજાને સંભળાવે એ અશક્ય છે એમ અનુમાન કરી આનંદશંકર મહાભારતના ત્રણ સ્વરૂપ સ્વીકારે છે. પહેલું વ્યાસનું ભારત, બીજું વૈશંપાયનનું ભારત અને ત્રીજું સૌતિનું ભારત. આ ત્રણ આવૃત્તિ ઉપરાંત આ પદ્ધતિને જ અનુસરીને આનંદશંકર સંજયે કરેલું યુદ્ધનું વર્ણન અને “સૌતિ શૌનકાદિકને કહે છે એમ જણાવનાર ગ્રંથકારની કૃતિ એવાં બે સ્વરૂપ મહાભારતમાં ઉમેરે છે. આમ બધી મળીને કુલ પાંચ કૃતિઓ આનંદશંકર સ્વીકારે છે.
મહાભારતમાં જે ધાર્મિક સ્થિતિનું વર્ણન છે તે જોતાં મહાભારતનો સમય ઈ.સ. પૂર્વે ઓછામાં ઓછા ત્રણેક શતક જૂનો હોવાનો સંભવ છે. જોકે એમાં રજૂ થયેલો ધર્મ તો એ કરતાં પણ ઘણો જૂનો સૂત્રગ્રંથોની પહેલાંનો છે એમ આનંદશંકર માને છે.
અનેક શતકનાં અને અનેક મતિનાં આ પુસ્તકો હોવા છતાં આનંદશંકર એમાં કોઈક અદ્ભુત આંતર એકતા સચવાઈ રહેલી જુએ છે. યતો ધર્મસ્તતો ગય: એ વાકયનું મહાભારતમાં અનેક વખત ઉચ્ચારણ છે એ જોતાં માત્ર યુદ્ધનો જય વર્ણવવાનું જ નહિ પણ તે સાથે ધર્મનો જય બતાવી નીતિનો ઉપદેશ કરવાનું મૂળથી જ તાત્પર્ય હશે એમ આનંદશંકર માને છે. પ્રથમ ભરતકુળનો ઈતિહાસ - “જય' પછી બીજી કથાઓ મળીને “ભારત' અને પછી ધાર્મિક ઉપદેશો મળીને “મહાભારત” એવા પરસ્પરથી સ્વતંત્ર ક્રમિક વિકાસને આનંદશંકર સ્વીકારતા નથી. આ સઘળાં તત્ત્વો મળીને થયેલી એક નાની કૃતિ કાળક્રમે એક બીજમાંથી વૃક્ષની પેઠે વિકસી અને વિસ્તરી હોવાનું આનંદશંકર જણાવે છે. તેઓ કહે છે :
“મહાભારતમાં મૂળ કથા, આનુષંગિક કથા વિસ્તાર, આર્ય-દ્રવિડ સંસ્કૃતિના આચારવિચાર, અને સર્વના કળશરૂપ મનુષ્યના પરમ-ધર્મનું નિરૂપણ એ તત્ત્વો આપણે પૃથફ પૃથફ પાડીને જોઈ શકીએ છીએ. આ સર્વ તત્ત્વો મૂળથી જ ભિન્ન ભિન્ન હતાં અને કાળક્રમે એક પછી એક ઉમેરાતાં ગયાં એ વર્તમાન વિદ્વાનોની કલ્પના સર્વથા ખરી નથી.” (ધર્મવિચાર-૧, પૃ. ૪૭૪)
મહાભારતમાં રહેલા કથા અને ઉપદેશના મિશ્રણને આધારે તેને શાસ્ત્ર – કાવ્ય કહેવામાં આવે છે. એ ઉપદેશ રૂપે સમસ્ત યુગના જ્ઞાનને આર્ષદષ્ટિવાળા વ્યાસવૈશંપાયનાદિ થોડાક મહાપુરુષોએ બુદ્ધિ પુર:સર મહાભારતમાં એકત્રિત કર્યું છે. “એમાં શાંતરસ પ્રધાન છે અને મોક્ષરૂપી પુરુષાર્થનું પ્રતિપાદન કરવાનો ઉદેશ છે.” (ધર્મવિચાર-૨, પૃ.૧૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org