Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૮ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન ૧૯૦૨ • ‘વસંત’ સાહિત્યપત્રનો આરંભ, જે ૧૯૩૮ સુધી ચલાવ્યું. • અમદાવાદની “મઘનિષેધ મંડળીની કાર્યવાહક સમિતિના સભ્ય, તેમાં અમદાવાદમાં હતા ત્યાં સુધી સક્રિય રહ્યા. ૧૯૦૩ સૌ. અમીરબાનું અવસાન, ચોત્રીસ વર્ષની ઉંમરે ફરીથી વિધુર. ફરીથી લગ્ન ન કર્યું. ૧૯૧૮ અમદાવાદના મિલમાલિકો અને મજૂર મહાજનના ઝઘડામાં ઉભય સ્વીકૃત સફળ લવાદ. તે પછી પણ આવા ઝઘડાઓ ઉકેલી આર્થિક વિકાસ પ્રેરક ઉત્તમ વ્યવસ્થાઓ સ્થાપી આપી. ગાંધીજીના વિશ્વાસપાત્ર. ૧૯૧૯ બોમ્બે સંસ્કૃત સિરીઝ'ના એક સંપાદક, એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં બદલી. ૧૯૨૮ • સરકારી નોકરીમાંથી મુક્ત થઈ અને ગાંધીજી તથા સર એલ.એ.શાહના સૂચન મુજબ પં.માલવિયાજીના નિમંત્રણથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતના અધ્યાપક, સેન્ટ્રલ હિંદુ કોલેજના આચાર્ય અને પ્રથમ ઉપકુલપતિ. આ પદ ઈ.સ. ૧૯૩૬માં નિવૃત્ત થતાં સુધી શોભાવ્યું. • ગુજરાત સાહિત્ય પરિષદના અમદાવાદ-અધિવેશનના સ્વાગતાધ્યક્ષ. ગાંધીજી અને રવીન્દ્રનાથની ઉપસ્થિતિથી આ સંમેલન વિશિષ્ટ રહ્યું. ૧૯૨૬ બીજી ભારતીય તત્ત્વજ્ઞાને પરિષદના કાશી – અધિવેશનમાં ભારતીય તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ. ૧૯૨૮ ચોથી ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદ-મદ્રાસના પ્રમુખ. ૧૯૨૮ ગુજરાતી સાહિત્ય પરિષદના નવમા અધિવેશનના પ્રમુખ, નડિયાદ, ૧૯૩૦-૩૧ “ઈન્ટર યુનિવર્સિટી બોર્ડ (અત્યારનું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના અધ્યક્ષ, ઘણાં વર્ષ સુધી તેના સદસ્ય રહ્યા. ૧૯૩૩ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદના વડોદરા અધિવેશનમાં તત્ત્વજ્ઞાન અને ધર્મના વિભાગમાં શ્રી રાનડે ઉપસ્થિત ન રહી શકતાં તેમને સ્થાને તત્કાળ અધ્યક્ષપદ સોંપાતાં ‘ભગવદ્ગીતા' પર પ્રભાવક પ્રવચન કર્યું. ૧૯૩૪ શાન્તિનિકેતનની મુલાકાત, કવિવર ટાગોર દ્વારા સન્માન. જુલાઈ-૧૯૩૪. ૧૯૩૬ - બનાસર હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી નિવૃત્ત, શેષજીવન અમદાવાદમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314