Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૬ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન અને બે વિચારજગતને ખુલ્લા કરે છે. સમજણ જો આંતરિક પરિબળ હોય તો આ ખુલ્લાપણા માટે બાહ્ય પરિબળો કરતાં આંતર પરિબળો જ વધુ જવાબદાર હોય. આ અર્થમાં પરિવર્તન અનિવાર્ય છતાં આંતરિક છે, સાહજિક છે અને એના પરિણામે જ આનંદશંકર મુક્તપણે પરંપરાનું પુનર્મુલ્યાંકન કરે છે. કાન્ટ અને હેગલ તેમને માટે મહત્ત્વના ચિંતકો છે, પરંતુ તેઓ તેમના ચિંતનથી આસક્ત નથી. આનંદશંકરનું તત્ત્વચિંતન આપણને ત્રણ બાબત આપે છે : (૧) નવી પરિભાષા - જે પરંપરાને નવા સંદર્ભમાં અભિવ્યક્તિ આપે. (૨) સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી માતૃભાષામાં પ્રાપ્ત થતી નવીન અભિવ્યક્તિઓ. આમ અહીં ભાષા પરિવર્તન એ એમના ચિંતનનું એક અનિવાર્ય આવશ્યક અને અત્યંત મહત્ત્વનું લક્ષણ ગણાવું જોઈએ. (૩) ગુજરાતી ભાષાના પ્રયોગને કારણે ચિંતનનો વ્યાપ જનસમાજ સુધી પહોંચ્યો એટલું જ નહીં, વાચન અને મનન દ્વારા પ્રજાના ચિત્તમાં એ વિચારો સ્થિર થયા. આ દ્વારા પ્રજામાં પરંપરા અંગેની સ્વકીય સમજણ પ્રાપ્ત થઈ અને વિકસી. આમ, આનંદશંકર એ સ્વતંત્ર ગાંભીર્ય ધરાવતા, પોતાની પરંપરાના સત્યના શોધક, ખુલ્લા મનના ચિંતક છે. તે પરંપરા અને આધુનિકતાની સુચારુ ગૂંથણી કરે છે. ગુજરાતી ભાષામાં વ્યક્ત થતું તેમનું ચિંતન પશ્ચિમના વિચારની તાબેદારી સ્વીકારતું નથી. તેમનું ચિંતન એ એવો સમજણ પ્રયોગ છે અથવા એવી વૈચારિક સર્જનની અર્થપૂર્ણ પ્રક્રિયા છે. તેમાં બે બૌદ્ધિક પરંપરાઓના અર્થઘટનનું સાહસ વિકસે છે. આ અભિવ્યક્તિને સાંભળનાર શ્રોતા ભારતીય છે. આમ, એમના ચિંતનને આપણે રાષ્ટ્રીય સંસ્કૃતિના ઉદાત્ત પુનર્ધડતર કરનાર, પોતાની આંતરિક જ્ઞાનદીપ્તિથી ભારતીય વિચાર પરંપરાનું સામ્રતમાં સર્જન કરનાર તરીકે ઓળખી શકીએ. તેમાં પશ્ચિમનો આંધળો ઈન્કાર નથી કે અબૌદ્ધિક અનુકરણ નથી. એ જ રીતે પૂર્વ માટે પણ તેઓ અંધપ્રતિબદ્ધતા કે અબૌદ્ધિક અનુરાગ ધરાવતા નથી. આ બન્ને આત્યંતિકતાને વળોટીને તેમની ચિંતન પ્રતિભા વિકસેલી છે. આવા ચિંતન વૈર્યના ધની એ કેવળ ગુજરાતની જ નહીં પણ સમગ્ર ભારતની મહામૂલી મૂડી છે. સાચા અર્થમાં તેઓ આચાર્ય છે. યાસ્ક “આચાર્ય' શબ્દને સમજાવતાં જણાવે છે કે આવાર્ય : સ્માદાવા વાર પ્રત્યાવિનીત્યર્થનાવિનોતિ વÄમિતિ વા ! (નિયમ્ અ-૧-૪) અર્થાત્ આચારને ગ્રહણ કરાવે, અર્થોની વૃદ્ધિ કરે અને બુદ્ધિની વૃદ્ધિ કરે તે આચાર્ય. આ અર્થ આનંદશંકરને યથાર્થ રીતે લાગુ પડે છે. એવા આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવને આપણા કોટિ કોટિ વંદન હો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314