Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 308
________________ પરિશિષ્ટ ૨ ૨૯૫ નાનામાં નાની જગા, પણ તારી પ્રેમચન્દ્રિકા પામ્યા વિના રહી જતી નથી; આ શરીરરૂપી ગાળામાં રહી પ્રવૃત્તિનિવૃત્તિરૂપ પાંખો ફફડાવતું આ જીવાત્મારૂપી પક્ષી પણ એની શાંત દષ્ટિ વડે તારા મુખનું અવલોકન કરી શકે છે અને એકાદ પવિત્ર ગ્રન્થરૂપી લતાપત્રોના આશ્રય નીચે રહીને તારી ઝાંખી લઈ શકે છે. ભક્તિરૂપી મોતીની છીપમાં નાની આ બિચારી શાંત થઈ પડી રહેલી મનરૂપી માછલી પણ તારી શાંતિ પામે છે. ] કાવ્ય : ૭ ખાડાના વારે “રાજા હરિશ્ચન્દ્ર છોડી ચાલ્યો શે'ર સત્યવાદીને સતને કારણે જી રે; વેચ્યાં રાણી ને કુંવર રોહિદાસ બૌચરી તારે વારણે જી રે. ત્યાં તો બનો પગ ન ઠેરાય શેરી નથી સોયલી જી રે; મારગ ખરો છે ખાંડાની ધાર દીસે વાટ દોહ્યલી જી રે. સીપને ઉપની'તી સત્ય અપાર ઊંડીથી ઉપર આવવા જી રે; માથે વેહના વૂક્યા મેઘ મોતીને મેળવવા જી રે. મુને રત્ન લાધ્યું રામનું નામ સગુરુના સાથમાં જી રે ; ભોજલ સ્નેહ રે કરીને ચિત્ત રાખ્ય હીરો આવ્યો હાથમાં જી રે” ૪ – ભોજો કાવ્ય : ૬ ચાંદલિયો “ઓ પેલો ચાંદલિયો મા મુને, રમવાને આલો; નક્ષત્રથી ચૂંટી લાવી, મારે મુંઝલડે ઘાલો, રુવે રુવે ને રાતડો થાએ, ચાંદા સામું જુવે; માતા જશોદાજી હરિનાં આંસુડાં હૂવે. લોકનાં અનેરાં હૈયાં, ઘેલો તું કાં થાય; ચાંદલિયો આકાશે વ્હાલા, ક્યમ કરી લેવાય ! થાળીમાં જળ ભરિયું માંહિ, ચાંદલિયો દાખ્યો; નરસૈયાનો સ્વામી શામળિયો, રડતો રાખ્યો.” - નરસિંહ મહેતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314