Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 298
________________ આનંદશંકરની ચિંતનપ્રતિભા ૨૮૫ (૩) પ્રાદેશિક કે દેશીય સાંસ્કૃતિક ચેતનાનો ઉદય. એમ ત્રણ કારણ આપે છે. આ ત્રણ કારણને લીધે સંસ્કૃતના મૃત્યુના પરિણામે ભારતીય ચિંતનમાં સ્થગિતતા આવી. આમ પહેલા ચાર ચિંતક સંસ્થાનવાદને ભારતીય ચિંતનના વિનાશ માટે કારણભૂત માને છે. તો પૉલોક ભારતીય ચિંતનની સ્થગિતતા માટે સંસ્કૃતના મૃત્યુને કારણભૂત માને છે. પ્રશ્ન એ છે કે શું ભારતીય ચિંતન પરંપરા ખરેખર સ્થગિત થઈ ગઈ છે? ભારત પાસે પોતાની તાત્ત્વિક ચિંતનની ક્ષમતા અને પ્રવૃત્તિ બન્ને નષ્ટ થયાં છે, એમ કહેવામાં હકીકત દોષ છે. જેનું ઉદાત્ત ઉદાહરણ આપણને આનંદશંકરનું ચિંતન પૂરું પાડે છે. સાચા અર્થમાં કહીએ તો, સંસ્કૃત પરંપરા નષ્ટ પામી છે એવા આક્ષેપ સામે આનંદશંકર એક અપરિહાર્ય ઉદાહરણ છે. પૉલોકની એ દલીલમાં તથ્ય નથી કે પ્રાદેશિક ભાષાઓના ઉદય અને તેના સંઘર્ષના પરિણામે સંસ્કૃત ભાષા લય પામી. વાસ્તવમાં સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે સંઘર્ષ નહીં પરંતુ અર્થપૂર્ણ સાતત્ય જોવા મળે છે. એટલે પોલોકની સામે આપણે દઢપણે આનંદશંકરના તત્ત્વચિંતનને મૂકી એમ કહેવું જોઈએ કે પોલોક સંસ્કૃતના મૃત્યુના રૂપકમાંથી બહાર આવવાની અને સાતત્યને સાચી રીતે પરખવાની જરૂર છે. પૂર્વનું માનસ કે ભારતીય માનસ એ વખતમાં પોતાના ભૂતકાળને સમજવામાં અને તે દ્વારા સાતત્ય અને પરંપરા સાથે સ્વ-સમજણ વિકસાવવામાં પડ્યું હતું. તેમાં અર્થઘટનનાં પરિવર્તનો હતાં અને ભૂતકાળ સાથેનું ખુલ્લાપણું હતું. આ ખુલ્લાપણું જ આનંદશંકરમાં આગામી ત્રિસીતાને તીત ધરાવે છે. આમ આનંદશંકરના તત્ત્વચિંતનમાં સાતત્યની પુનઃસ્થાપના અને ભારતીય વારસાનું પુનઃ સિંચન કરવાની ઇચ્છા જોવા મળે છે. અહીં એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે ભૂતકાળમાં પાછા ફરવું અને ભૂતકાળને સભાનપણે સંસ્થાપવો આ બે અલગ હકીકતો છે. પ્રોફે. ગનેરી લખે છે કે : “Philosophical work at this time largely consists, not in the advent of new systems but in a series of readjustments and reclaiming the past. It is necessary to note that there is a significant difference between being aware of the past and reclaiming it and not necessarily returning to the past.” (Traditions of Truth: changing Beliefs and the nature of Inquiry, PP 43-54) આનંદશંકરનો પુરુષાર્થ એ આપણે આગળ કહ્યું તેમ અતીત ઝંખા નથી, પરંતુ પોતાના ભૂતકાળને સમજવાનું – આત્મ સમજણનું – આંતરિક પરિમાણ છે. પરંપરાના સાતત્યની તેમાં વચનબદ્ધતા છે અને અર્થઘટનનું ખુલ્લાપણું છે. આ ખુલ્લાપણું આપણી સમક્ષ બે ભાષાજગત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314