________________
સાહિત્યચિંતન
૨૭૧
વર્ગ સુધી પહોંચી શકે તે જ સાહિત્ય ઉત્તમ”. આ પ્રશ્ન વિષે પોતાના વિચારો વૈવિધ્યવાદી છે તેમ જણાવી ગાંધીજીના મતની સમીક્ષા કરતાં આનંદશંકરે કહેલું :
મનુષ્યનો સાહિત્યરસ એના સંસ્કાર સાથે સંકળાયેલો હોય છે અને સંસ્કૃતિની જે ભૂમિકા કે કોણમાં એ વસે છે તે ભૂમિકા અને કોણને અનુરૂપ સાહિત્ય એની રસવૃત્તિને સ્પર્શ છે. ગામડાંને ‘જનપદ' કહીને આપણા પૂર્વજોએ ગામડાંની યોગ્ય કદર કરી છે કે ગામડાં જ આપણી જનતાનું ખરું સ્થાન છે, પરંતુ તે સાથે ગામડાંની વસ્તુને “ગ્રામ્ય' કહીને એને સંસ્કૃતિની ભૂમિકામાં ઊતરતી ગણી છે એ પણ એટલું જ યથાર્થ છે. આમ હોઈ પ્રજાની ઉત્તમ સંસ્કૃતિની ભૂમિકાએ વસનારના હૃદયને સ્પર્શી શકે એવું સાહિત્ય ગામડાંની જનતાની રસવૃત્તિને પણ જગાડે એ બનવું મુશ્કેલ છે. પણ જે ઉચ્ચ સંસ્કારી સાહિત્ય સંસ્કૃતિની ઊંચી ભૂમિકાના જનોને આનંદ આપે છે એ જ સાહિત્ય અમુક રૂપમાં ગામડાંના પ્રાકૃતજનોને પણ પહોંચાડી શકાય છે. આનું તત્ત્વજ્ઞાનના વિષયમાં એક ઉત્તમ ઉદાહરણ વેદાંત છે. જે વેદાંત શંકરે ઉચ્ચ સંસ્કારીજનોને ગ્રાહ્ય રૂપમાં પ્રકટ કર્યું, એ જ કાંઈક રૂપાંતરથી ભાષાયુગમાં કબીર વગેરે સંતોએ લોકગ્રાહ્ય બનાવ્યું. આનો સાર એ કે ગાંધીજી સઘળું સાહિત્ય ગામડાના લોક સમજી શકે એવું હોવું જોઈએ એમ આગ્રહ ન કરી શકે. (આ કેવળ શબ્દનો પ્રશ્ન નથી, પણ અર્થનો અને રસનો પણ છે.) પણ કેટલુંક ઊંચું સાહિત્ય એના સાદા રૂપમાં એને મૂકીને ગામડાંના લોકોને પહોંચાડી શકાય. પણ સાથે સાથે ગામડામાં શાળાની કેળવણી વિસ્તારવાનો પ્રયત્ન પૂરજોશથી ચલાવવો જોઈએ. સાહિત્યને ગ્રામ્ય કરવાથી નહિ, પણ ગ્રામને સાહિત્યની ભૂમિકાએ ચઢાવવાથી જ આ પ્રશ્નનો ખરો અને કાયમનો નિકાલ થઈ શકશે.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૧૭૦,૧૭૧)
ગુજરાતી સાહિત્ય પરિષદના દશમાં અધિવેશનના પ્રમુખ રા.ભૂલાભાઈએ પોતાના વ્યાખ્યાનમાં “સાહિત્યની ભાષા સાદી હોવી જોઈએ— એવો મત પ્રકટ કરેલ. તેની સમીક્ષા કરી સાહિત્યની ભાષા વિષે પોતાના વિચારો સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે :
“ભાષા વિચાર, ભાવ, વસ્તુ અને પ્રસંગને અનુકૂળ હોવી જોઈએ. કાર્બાઈલ યથાર્થ કહે છે કે ભાષા એ બહારનાં લૂગડાં નથી કે જે પહેરાય અને કઢાય, એ તો શરીરની ચામડી છે કે જે શરીર થકી છૂટી પડી શકે જ નહિ. વિચારની દરિદ્રતા કે ક્ષુદ્રતા ઢાંકવા માટે આડંબરી ભાષાનો પ્રયોગ અનિષ્ટ છે, પણ “ડિઝર્ટેડ વિલેજ'ની ભાષામાં “પેરેડાઈઝ લોસ્ટ' લખાય નહિ. રા.ભૂલાભાઈ મિલ્ટનથી ટેનિસન સુધીની ભાષામાં સાદાઈ તરફ વલણ જુએ છે. પરંતુ વલણ એ માત્ર ઈતિહાસ યાને બનેલી હકીકત છે, શું હોવું જોઈએ એનો સિદ્ધાંત એ થકી બંધાતો નથી. ‘વિકાર ઓફ વેકફિલ્ડ” કે “ગુડ નેચર્ડમેન' કરતાં વર્તમાન અંગ્રેજી નવલકથાઓ અને નાટકોની ભાષા વધારે સાદી છે અથવા તો એ સાદાઈના કારણથી શેક્સપિયર કરતાં ગોલ્ડસ્મિથ કે મિલ્ટન કરતાં ટેનિસન, કે શેલી કરતાં સ્કૉટ ચઢે એવા વિધાનો ભાગ્યે જ કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org