________________
૨૬૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
નહિ પણ કવિના જગત સાથે સરખાવતાં મૃતવત્ છે એમ કહીએ તો પણ ચાલે. કવિનું કાર્ય આ લૌકિક જગતમાં પ્રત્યક્ષ થતાં પ્રતિબિંબોની પાછળ રહેલા 'શાશ્વત બિંબોને આલેખવાનું છે. કવિતાના સમગ્ર ક્ષેત્રને આનંદશંકર દિવ્ય દર્શનનું ક્ષેત્ર માને છે. તેઓ કહે છે :
આ મર્ય લોકથી પર અમર્ત્ય જગત છે, જેની મત્યે લોક છાયા છે અને એની છાયા હોવાથી જ આપણને કાંઈક પણ આનંદ આપી શકે છે. આ પર અમૃત જગતનું ભાન કરાવવાની શક્તિ નથી, તે કવિતા જ નથી.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૫).
આ અમૃત જગતનું ભાન કરાવનાર કવિને આનંદશંકર ધ્રાંત કહે છે. કવિ એ કે જે વસ્તુની પાર જોઈ શકે. આ અર્થમાં આનંદશંકર કવિના કાલ્પનિક જગતને મિથ્યા નહિ પણ સત્ય માને છે. કહેવાતા સત્ય જગત કરતાં પણ એ વિશેષ સત્ય છે. જોકે અહીં તેમના કહેવાનો અર્થ એ નથી કે આનુભવિક જગત મિથ્યા છે. પ્લેટોએ કવિઓ ઉપર કરેલા આક્ષેપોને આનંદશંકર અયોગ્ય ગણાવે છે. “પ્લેટોનો એ સિદ્ધાંત કે “Idea’ એ જ ખરો પદાર્થ છે અને આ સ્થૂળ જગત તો તેની માત્ર છાયા જ છે. કાવ્યના તત્ત્વને પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. ....સાધારણ રીતે કવિનું જગત અને આપણું જગત એમ ભેદ પાડવામાં આવે છે, પણ કવિનું જગત ખરું છે અને આપણું ખોટું એ દષ્ટિ બહુ જામી નથી.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ. ૩૮)
આત્માના ખાસ ધર્મો જેવા કે ચૈતન્ય, વ્યાપન અને અનેકતામાં એકતા એ કવિતામાં અવશ્ય હોવા જોઈએ. વાચકને માત્ર અમુક હકીકતની માહિતી આપી જાય, પણ આત્મામાં ઊતરી જઈ અંતરનું ચલનવલન વા ચૈતન્યન સમત્વ ઉત્પન્ન કરી શકતી નથી તે આનંદશંકરને મન કવિતા જ નથી. ચૈતન્યસભર હોવાની સાથે કવિતા આત્મવત્ વ્યાપનશીલ હોવી જોઈએ. અર્થાત્ “પિંડમાં અને બ્રહ્માંડમાં અર્થાત્ વ્યક્તિમાં અને સમષ્ટિમાં; આત્મા જેમ બુદ્ધિમાં, હૃદયમાં અને કૃતિમાં અને એ ત્રણેથી પર પરમાત્મરૂપ – સ્વસ્વરૂપાનું – સન્ધાનમાં અર્થાતુ ધાર્મિકતામાં વિરાજી રહેલો છે તેમ કવિતા-કવિતાની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ કરતી કવિતા-પણ, મનુષ્યની બુદ્ધિ (Intellectual), હૃદય (Emotional), કૃતિ (Moral) અને અન્તરાત્મા એટલે કે ધાર્મિકતા (Religious Spiritual)ની જરૂરિયાતો સંતોષે એવી હોવી જોઈએ.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ. ૫)
આમ, વ્યાપન બે પ્રકારનાં હોય છે. (૧) વ્યક્તિગત વ્યાપન (૨) સમષ્ટિગત વ્યાપન. વ્યક્તિગત વ્યાપનની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ કરતી કવિતા આનંદશંકરના મતે બુદ્ધિ - Intellectual & E4 - Emotional sla - Moral ધાર્મિકતા અર્થાત્ સ્વસ્વરૂપાનું સન્ધાન-(Religious-Spiritual) ની જરૂરિયાતો સંતોષ એવી હોવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org