________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૫૧
જોવું એ ભૂલ છે,” અર્થાત ભેદને વાસ્તવિક માનવાની શ્રુતિની આજ્ઞા છે. તેને અનુસરીને મધ્વાચાર્ય કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત તેમજ વૈતાદ્વૈતવાદનું ખંડન કરી વૈતવાદની સ્થાપના કરે છે. (૩) ઈશ્વરને શાસ્ત્ર “વિષ્ણુ શબ્દથી વ્યવહારે છે. રામ, કૃષ્ણ એ એના અવતાર છે. એ
પરમાત્મા અને એની શક્તિને વિષ્ણુ અને લક્ષ્મી કહે છે. વિષ્ણુથી વિષ્ણુની શક્તિ લક્ષ્મી ભિન્ન છે, પણ એને આશ્રયે રહેલી છે તથા નિત્ય મુક્ત છે. જીવ સેવક છે અને વિષ્ણુ સેવ્ય છે. વિષ્ણુની સેવામાં મુખ્ય ભજન છે. જે વાણી, શરીર અને મન વડે થાય છે. પ્રભુના અપરોક્ષદર્શનથી જ મુક્તિ મળે છે. તેમાં કર્મ સાધનભૂત છે પણ સાક્ષાત્ મોક્ષ ઉપજાવતાં નથી. એ અપરોક્ષદર્શનનાં વૈરાગ્યાદિક વિવિધ સાધનોમાં શરણાગતિ અને કર્મ સંન્યાસ એ બે મુખ્ય છે.
આ રીતે મધ્વાચાર્યના સિદ્ધાંતોને સરળ રીતે સમજાવી આનંદશંકર તેમાં રહેલા ભક્તિના મહાત્મને પ્રગટ કરે છે. વલ્લભાચાર્ય :
મધ્વાચાર્ય પછી આશરે બે સદી પછી સંવત ૧૫૩૫ (ઈ.સ.૧૪૭૯)માં ભાષ્યકાળના આ મહાન આચાર્ય વલ્લભાચાર્યનો જન્મ થયો હતો. તેમણે પુષ્ટિમાર્ગ' (ભગવાન અનુગ્રહથી પોતાના ભક્તને પોષે છે એ સિદ્ધાંત) નો ઉપદેશ પ્રવર્તાવ્યો તથા ભગવસેવાની પદ્ધતિ બાંધી. તેમનો તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત “શુદ્ધાદ્વૈત' તરીકે ઓળખાય છે. વલ્લભાચાર્યના ચિંતનના મુખ્ય સિદ્ધાંતોનો સાર આનંદશંકર નીચે પ્રમાણે તારવે છે : (ધર્મવિચાર-૨, પૃ. ૨૨૨-૨૨૩)
શંકરાચાર્યના અદ્વૈતસિદ્ધાંતમાં માયા યા અવિદ્યા વડે આ જીવ અને જગતનો ખુલાસો કરવામાં આવે છે અને તેટલે અંશે શંકરાચાર્યનું બ્રહ્મ “કેવલ' કહેવાતા છતાં વસ્તુતઃ કલુષિત (માયાથી મેલુ બનેલું) છે, રામાનુજાચાર્યનું વિશિષ્ટ બ્રહ્મ પણ વિશેષણોથી અશુદ્ધ છે; જ્યારે મધ્વાચાર્યનો દૈતસિદ્ધાંતતો શ્રુતિથી વિરુદ્ધ છે. ખરો સિદ્ધાંત “શુદ્ધ અદ્વૈત'નો જ છે, એ સિદ્ધાંતનું સ્વરૂપ ટૂંકમાં એવું છે કે-અદ્વૈત પદાર્થ બ્રહ્મ તે સદા શુદ્ધ જ છે અને તે શુદ્ધને શુદ્ધ રહીને જગતરૂપે પરિણમે છે તથા એમાંથી-અગ્નિમાંથી તણખાની માફક-જીવ નીસરે છે. અર્થાત્ બ્રહ્મમાં માયારૂપી મિથ્યાત્વના તત્ત્વને લેશ પણ અવકાશ નથી, જે કંઈ ભાસે છે તે પરમાત્મા જ ભાસે છે અને વસ્તુતઃ ભાસે છે. બ્રહ્મ પરિણામ યાને વિકાર પામ્યા છતાં વિકારરહિત છે. તેનો ખુલાસો બ્રહ્મ પોતે પરસ્પર વિરુદ્ધ ધર્મનો આશ્રય બની શકે એવી બ્રહ્મની અભુત શક્તિ વડે, એની લીલારૂપે કરવાનો છે એમ આનંદશંકર કહે છે. જીવનું અહંતા- મમતારૂપી અજ્ઞાન એ જ અવિદ્યા છે અને બ્રહ્મની માયા એટલે બ્રહ્મની અભુત શક્તિ લીલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org