________________
૨૪૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
એ સમયે લોકો પરમાત્માની ભક્તિ સાથે સમાજ અને કુટુંબમાં નિર્દોષ આનંદ કેવી રીતે મેળવતા તેનો ખ્યાલ આવે છે. આમ, પુરાણ સમસ્ત જનસમાજના ધર્મનું ચિત્ર પ્રકટ કરે છે.
એક પ્રસિદ્ધ લક્ષણ પ્રમાણે – પુરાણોમાં સર્ગ (સૃષ્ટિ), પ્રતિસર્ગ (પ્રલય), દેવતાઓ, મવંતરની કથાઓ, સૂર્ય અને ચંદ્રવંશી રાજર્ષિઓનાં ચરિત્રો - આ પાંચ વિષયો આવે છે. આ ઉપરાંત વર્ણાશ્રમધર્મનું નિરૂપણ, દર્શનશાસ્ત્રોના બોધ, ભગવાનના અવતારોની કથાઓ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને લગતા સ્તોત્રો, ઉપદેશ વગેરે પુરાણોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ કથાઓમાંથી હિંદુ ધર્મના ઈતિહાસ વિષે ઘણું જાણવા મળે છે. દા.ત. દક્ષ યજ્ઞના ધ્વંસની કથામાંથી કર્મમાર્ગીઓ અને જ્ઞાનમાર્ગીઓનો ઝઘડો પૂર્વે કેવો થયો હશે તેનું અનુમાન આનંદશંકર તારવે છે.
અઢાર પુરાણના જે દૃષ્ટિએ સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણને અનુસરીને ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે તેને આનંદશંકર સ્વીકારતા નથી. તેઓ કહે છે : “આવા વિભાગ એનો વાસ્તવિક ઉપદેશ ધ્યાનમાં રાખીને પડ્યા હોત તો બહુ કીમતી થઈ પડત. પણ વસ્તુતઃ અમુક દેવ તે સત્ત્વગુણી અને અમુક તમોગુણી એવા પરસ્પર ધર્મના દ્વેષથી એ વિભાગ થયા છે એ ખેદની વાત છે.” (ધર્મવિચાર-૨, પૃ.૧૭૦)
આમ, પરસ્પર દ્વેષની ભાવનાથી નહિ પણ દરેક પુરાણોમાંથી આ ત્રણ ગુણનાં તત્ત્વોનો તટસ્થતાથી અભ્યાસ કરી તારવવાની આવશ્યકતાને આનંદશંકર દર્શાવે છે.
પુરાણ ઉપરાંત મૂળ પુરાણનો જ ભાગ હોઈ “તંત્ર' ને આનંદશંકર પુરાણોમાંથી જ બહાર નીકળેલા એક જાણવા જેવા ધર્મગ્રંથના પ્રકાર રૂપે ઓળખાવે છે. “તંત્ર' શબ્દનો મુખ્ય અર્થ (તન્-ધાતુ ઉપરથી) ક્રિયાયોગ થાય છે. તે ઉપરથી એનું નિરૂપણ કરનારા ગ્રંથો પણ ‘તંત્ર' કહેવાય છે. “તંત્ર' શબ્દનો એક વેદથી અને બીજો મંત્રથી એમ બે પ્રકારે ભેદ પાડવામાં આવે છે. (૧) વૈદિક ક્રિયા સિવાયની પુરાણકાળમાં ઉત્પન્ન થયેલી ક્રિયા એ તાંત્રિક ક્રિયા કહેવાય
છે. આ કારણથી જ “તંત્ર’ માટે નિગમથી ભિન્ન “આગમ' શબ્દ વપરાય છે. વર્તમાન
હિંદુ ધર્મમાં આ અર્થમાં ઘણી તંત્રોક્ત ક્રિયાઓ ચાલે છે. (૨) તંત્ર તે ધર્મના રહસ્યભૂત રહસ્ય મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીતિ છે. આ અર્થ
અનુસાર મંત્રમાં જે મનનાર્થ રહસ્ય સમાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે.
તંત્રમાં સાંખ્ય કે વેદાંતરૂપનું તત્ત્વજ્ઞાન અને યોગશાસ્ત્રનું મિશ્રણ જોવા મળે છે. સાંખ્યનાં પુરુષ અને પ્રકૃતિ તે તંત્રના શિવ અને શક્તિ. તેમાં ઘણીવાર શિવ કરતાં શક્તિનો મહિમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org