________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૩૯
રચના બતાવીને અટક્યા નથી. પરંતુ ગમે તેવા ઉચ્ચ ઉદેશથી પણ અસત્યનું પરિણામ અનિષ્ટકારી જ હોય છે તે પણ બતાવ્યું છે. યુધિષ્ઠિરનો તે જ ક્ષણે પ્રભાવ નષ્ટ થઈ ગયો તેમ કહી અને અંતમાં સ્વર્ગારોહણ પર્વમાં પણ કવિ યુધિષ્ઠિરને નરકમાં ફેરવે છે. આવી સ્થિતિને આનંદશંકર મનુષ્યના નૈતિક જીવનની (Moral life) એક કરુણતા
ગણાવે છે. આજ કરુણતા માણસને મનુષ્યત્વનું ભાન કરાવે છે. (૬) આ પ્રસંગથી મહાભારતકાર મનુષ્યના જીવનમાં પ્રાપ્ત થતો “Moral Paradox'
“નૈતિક વિષયની વિરોધગર્ભ સ્થિતિનું પણ નિરૂપણ કરે છે. રાજધર્મને અંગે આવું ધર્મસંકટ અનિવાર્ય છે એમ વ્યાસજી બતાવવા માગે છે. અહીં ભીમ અને યુધિષ્ઠિરને મુખે કવિએ અસત્ય બોલાવરાવ્યું છે. અર્જુન પાસે નહિ. તેમાં પણ આનંદશંકર ઊંડુ સત્ય પડેલું જુએ છે. ભીમ વૃત્તિના વેગને જલદી તાબે થઈ જાય એ સ્વાભાવિક છે. યુધિષ્ઠિર ધર્મનો (Law) અવતાર છે. પગલે પગલે કાર્યાકાર્યનો વિચાર કરીને ચાલનાર છે, પણ એને આ ધર્મબુદ્ધિ સિવાય વધારે ઊંચું અવલંબન નથી અને તેથી એ આખરે ધર્મમાંથી શ્રુત થાય છે. અર્જુન પરમાત્માના સખા છે, ભક્ત છે, એની ભાવના ધર્મ (Law)ની નથી, પ્રેમ (Love)ની છે. આનંદશંકર કહે છે :
“જેમ રાતદિવસ પોતાનું આરોગ્ય સાચવવાનો બુદ્ધિપૂર્વક યત્ન કરનાર મનુષ્ય ભાગ્યે જ પોતાનું આરોગ્ય સાચવી શકે છે, તેમ રાતદિવસ નીતિ જાળવવાની ચિંતા રાખનાર મનુષ્ય ભાગ્યે જ નીતિનું બરાબર સંરક્ષણ કરી શકે છે. અર્જુને નીતિની દરકાર કરી નથી, પણ વીરત્વ કેળવ્યું છે અને પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો છે. એ આ ક્ષણે યુધિષ્ઠિરના “અધર્મ-ભીત્વ' કરતાં પણ એને વધારે કામ આવે છે. મનુષ્ય મનુષ્યત્વ કેળવતાં જેવું દેવત્વ પ્રાપ્ત કરે છે, તેવું બુદ્ધિપૂર્વક દેવત્વ કેળવવા જતાં તે પ્રાપ્ત કરી શકતો નથી : બલ્બ એનો પાત થાય છે.” (ધર્મવિચાર-૧, પૃ.૧૬૪).
પોતાના ઉપરોક્ત લેખમાં સાધારણ રીતે જે દૃષ્ટિબિંદુથી યુધિષ્ઠિરના જીવનનો પ્રસંગ વિલોકવામાં આવે છે, તેનાથી એક જુદા જ દષ્ટિબિંદુથી કવિ તેમજ નાયકને ન્યાય થાય એ રીતે આનંદશંકરે આ સમગ્ર પ્રસંગનો વિચાર કર્યો છે. જો કે પોતાના ઉપરોક્ત લેખ વિશે ખુલાસો કરતાં આનંદશંકર અહીં એમ નોંધે છે કે : “મારા લેખમાં યુધિષ્ઠિરના અસત્યકથનની પાછળ રહેલા નૈતિક અને ધાર્મિક સિદ્ધાંતની ચર્ચા કરવા કરતાં એ પ્રસંગમાં કવિએ આલેખેલા એક ભવ્ય કરુણરસના ચિત્ર તરફ વાચકની દૃષ્ટિ દોરવાનો વિશેષ ઉદેશ હતો.” (ધર્મવિચાર૧, પૃ. ૧૬૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org