Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૮ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન માટે સંસારમાં રહી મુક્તિ સાધવાનો જે વિધિ બાંધ્યો તેને આનંદશંકર એક સમયાનુસાર આવશ્યક અને આવકારદાયક પગલું ગણાવે છે. સંન્યાસાશ્રમ એ સમગ્ર સમૂહ માટે નથી કારણકે તે અધિકારનું ક્ષેત્ર છે. એક પ્રાચીન કાળમાં આપણે ત્યાં સંન્યાસ બ્રાહ્મણ સિવાયના અન્ય વર્ગો માટે પણ હતો, પરંતુ સમગ્ર સમાજ જો અધિકાર વગર સંન્યાસના માર્ગે જાય તો દેશમાં કર્તવ્યપ્રમાદ અને આળસ વધે છે. આપણા દેશમાં એક કાળે આવો અનાચાર વધેલો જોવા મળે છે. તેના માટે સૌથી વધુ જવાબદાર આનંદશંકર બૌદ્ધ ધર્મને ગણાવે છે. બ્રાહ્મણશાસ્ત્રકારોએ આવા અનાચાર સામે શાસ્ત્રો રચી માત્ર બ્રાહ્મણવર્ગને જ સંન્યાસનો અધિકાર આપ્યો છે. તેને આનંદશંકર યોગ્ય સમયનું આર્ષદષ્ટિવાળું પગલું ગણાવે છે. સંન્યાસાશ્રમનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે એવો વિધિ રચીને આપણા શાસ્ત્રકારોએ બ્રાહ્મણો પર સમાજહિતની વિશેષ જવાબદારી મૂકી છે એમ આનંદશંકરનો નિર્ણય છે. ખરો સંન્યાસી કેવો હોવો જોઈએ તે અંગેનાં અનેક શાસ્ત્રવચનો ટાંકી આનંદશંકર આપણા શાસ્ત્રમાં – બ્રાહ્મણ,બૌદ્ધ અને જૈન ત્રણે શાસ્ત્રમાં - યતિના જે ધર્મોનું વિવરણ મળે છે તેનું સુંદર દિગ્દર્શન કરાવે છે. - ઉપરોક્ત સમગ્ર વિવરણ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન આશ્રમવ્યવસ્થા એક ઉત્તમ જીવનવ્યવસ્થા હતી અને યુગ પરિવર્તનની સાથે સાથે તેમાં બદલાતી રહેલી ભાવના પણ જોવા મળે છે. આ પ્રાચીન આશ્રમવ્યવસ્થાને આનંદશંકર સ્થગિત થયેલી કે નિમ્પયોગી માનતા નથી. પણ ચારેય આશ્રમો પાછળ રહેલી સાચી ભાવનાનો સમયાનુસાર અર્થ કરીને એને વર્તમાન સમયમાં પણ ઉપયોગમાં લાવી શકાય તેમ છે એમ માને છે. આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થાનું સાંપ્રત મૂલ્ય સમજાવતાં આનંદશંકર કહે છે : “પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમમાંથી, વર્તમાન સમયમાં બાળકોને કેમ કેળવવાં અને કેવા નિયમો પળાવવા એ સંબંધે બહુ ઉપયોગી ઉપદેશ મળે એમ છે. ગૃહસ્થાશ્રમ આજકાલ પાશવજીવન જેવો થઈ રહ્યો છે તેને બદલે એમાં પરાર્થતા અને ધાર્મિકતા લાવવા માટે પ્રાચીન ગૃહસ્થાશ્રમ નમૂનારૂપ છે. આજકાલ સ્ત્રી-પુરુષ એમનું સમસ્ત જીવન વિષયોપભોગમાં અને દ્રવ્યોપાર્જનની ચિંતામાં વ્યતિત કરે છે. એથી લગ્નની અને જીવનની ભાવનાને હાનિ પહોંચે છે. લગ્નનો પરમ ઉદેશ સિદ્ધ થતો નથી, જીવનનો પરમ ઉદેશ સિદ્ધ થતો નથી- અને પશુના જેવું જીવન મરણ પર્યન્ત વહ્યું જાય છે, એ દોષ દૂર કરી સ્ત્રી -પુરુષના સંબંધનું અને તે સાથે મનુષ્ય જીવનનું પરમ પ્રયોજન સિદ્ધ કરવાનો માર્ગ તે વાનપ્રસ્થાશ્રમ છે અને એની પરાકાષ્ઠા સંન્યાસાશ્રમમાં પ્રાપ્ત થાય છે. એ સર્વ આશ્રમને, કાંઈક કાંઈક બાહ્ય ફેરફાર સાથે, હાલના સમયમાં ફરી ઊભા કરવા અશક્ય નથી.” (ધર્મવિચાર-૧, પૃ.૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314