________________
દાર્શનિક ચિંતનવિશ્વ
થયેલું છે. તાત્ત્વિક સત્યોની અભિવ્યક્તિ કોઈ જડ પદ્ધતિથી બંધાયેલી નથી. તે પ્રકટ થવા માટે સ્વતંત્ર છે. ભારતીય તત્ત્વજ્ઞાનના આ વિચારને આનંદશંકર તેની આગવી વિશેષતા તરીકે વર્ણવે છે.
(૩) યુરોપના તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ એક સળંગ સાંકળમાં સંકલિત કરી શકાય છે. તેવું હિંદના તત્ત્વજ્ઞાનનું નથી.
પ્રો. મેકેન્ઝી નામના પાશ્ચાત્ય વિદ્વાનના આ આક્ષેપના ઉત્તરમાં આનંદશંકર યુરોપના ચિંતનની પ્રક્રિયા અને તેની મર્યાદા સ્પષ્ટ કરે છે. યુરોપમાં એક તત્ત્વજ્ઞ એના પહેલાનાં તત્ત્વજ્ઞનું તત્ત્વજ્ઞાન લઈ એનું ખંડન વા પરિષ્કાર કરે છે અને આ રીતે ત્યાંના ઈતિહાસમાં અનુક્રમે પ્રકટ થયેલા સઘળા તત્ત્વજ્ઞાનના વિચારો એક સાંકળની કડીઓ યાને એક સીડીના પગથિયાંની માફક રહેલા બતાવી શક્યા છે. યુરોપના તત્ત્વજ્ઞાનમાં રહેલી આ વિશેષતાને આનંદશંકર સ્વીકારે છે પણ સાથે સાથે એની મર્યાદા પણ બતાવે છે. યુરોપના ઈતિહાસની સંકલના હેગલે માની લીધેલા કલ્પિત ચોકઠામાં થઈ છે, પરિણામે તે કૃત્રિમ બની રહી છે.
૪૭
આ ઐતિહાસિક સંકલના એટલે સુધી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, “હેગલે ગ્રીક તત્ત્વજ્ઞાનના સમયથી માંડી યુરોપના તત્ત્વજ્ઞાનના ઈતિહાસને એક સળંગ વિચારરૂપે પ્રતિપાદન કર્યો છે. - અને મારી મચડીને, કચિત્ અનુક્રમ ઉલટાવી નાખીને પણ, એ ઈતિહાસને હેગલે પોતાની વિચારત્રિપદી (Dialectics) ના ચોકઠામાં બંધબેસતો કર્યો છે.’’ (ધર્મવિચાર -૧, પૃ. ૪૫૦)
“મને લાગે છે કે આપણાં દર્શનોને મૂળ આંતર-વિચારના સંબંધથી સારી રીતે સાંકળી શકાય એમ છે. પરંતુ અહીંના તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ ઈતિહાસ એ રીતે સાંકળી શકાતો નથી એમ જે દેખાય છે. તેનું કારણ એ છે કે સાંકળતી કડીઓ ઓળખવામાં ભૂલ થાય છે. અત્રે સમસ્ત તત્ત્વજ્ઞાનની એક સાંકળ નથી, પણ વિવિધ દર્શનોના જુદા જુદા પ્રવાહ છે - અને જો કે પ્રત્યેક દર્શનોનો ઈતિહાસ હેગલે માનેલા કલ્પિત ચોકઠામાં ગોઠવાતો નથી, તો પણ પ્રત્યેક દર્શનના ઈતિહાસમાં એક અખંડ ધારા જોઈ શકાય છે.” (ધર્મવિચાર -૧, પૃ. ૪૫૦)
આનંદશંકરના મતે ઐતિહાસિક કાલક્રમ રચવાનો આવો કૃત્રિમ પ્રયત્ન ઈચ્છવા યોગ્ય નથી. આ સંદર્ભમાં આનંદશંકર ભારતીય તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક કાલક્રમની રચના કયા અભિગમથી થવી જોઈએ તેનું દિશાસૂચન કરે છે.
Jain Education International
—
આધારભૂત માની શકાય તેવા સિદ્ધાંતોના અભાવને કારણે જેવી રીતે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞોનું જ્ઞાન વ્યવસ્થિત રીતે લિપિબદ્ધ કરેલું છે, તેવું ભારતીય તત્ત્વજ્ઞાનમાં જોવા મળતું
For Personal & Private Use Only
www.jainelibrary.org