________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૦૧
નિર્ગુણબ્રહ્મ :
વેદાંતશાસ્ત્રમાં બ્રહ્મનાં બે સ્વરૂપ કપ્યાં છે. નિર્ગુણ અને સગુણ. નિર્ગુણ સ્વરૂપ એ બ્રહ્મનું પરમ સ્વરૂપ છે. સગુણ સ્વરૂપ માયાને સંબંધે કલ્પિત-માયિક – ઉપાસ્ય સ્વરૂપ છે. બ્રહ્મના પરમાર્થ સ્વરૂપને ઉપાસ્ય સ્વરૂપથી પૃથક્ કરતાં આનંદશંકર જણાવે છે કે અહીં વ્યવહારમાં ભેદ અને પરમાર્થમાં અભેદ એમ સમજવાનું છે. કારણકે જે ભિન્ન વસ્તુ તે મિથ્યા એટલે આખરે તો એક રસ બ્રહ્મ જ, આવું આ બ્રહ્મ આનંદશંકરના મતે પ્રત્યક્ષ, શબ્દ તથા અનુમાન પ્રમાણને પણ અગોચર છે.
આનંદશંકર કહે છે : “બ્રહ્મ વિદિત તથા અવિદિતથી ભિન્ન છે તથા પર છે. એટલે કે તે “જ્ઞાનવિષય નથી તેમ અજ્ઞાત પણ નથી. તથાપિ સ્વયંપ્રકાશ હોવાથી સર્વદા જ્ઞાત છે, અતુચ્છ તથા પરસ્વરૂપ છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૩૧૮)
બ્રહ્મ, મન, ચક્ષુ અને શ્રોતાદિકથી પર હોવા છતાં નથી એમ નથી. મન, ચક્ષુ, શ્રોતાદિક પોતે જ બ્રહ્મથી સિદ્ધ પ્રતિષ્ઠિત થાય છે, કારણ બ્રહ્મ જ સર્વને અભિવ્યક્ત કરનાર છે. કેનોપનિષદમાં વિજ્ઞાતિંવિનાનતાં વિજ્ઞાતિમ્ વિજ્ઞાનતાં એમ કહ્યું છે. બ્રહ્મ જ્ઞાન શું છે? બ્રહ્મ
ય છે? કેનોપનિષદના આ પ્રશ્નના સંદર્ભમાં આનંદશંકર જણાવે છે કે : “કોઈ પણ રીતે બ્રહ્મને પ્રમાણ વિષય કરી શકાય નહિ. ત્યારે શું વિના પ્રમાણ બ્રહ્મ સ્વીકારવું? ના. એમ પણ નથી. બ્રહ્મ સદૂભાવમાં સર્વ પ્રમાણ છે, છતાં તે પ્રમાણને અગમ્ય છે. પ્રમાતા, પ્રમેય, અમિતિ અને પ્રમાણ સર્વ પોતે જ છે, કારણકે સ્વસત્તાહીન પ્રમાણાદિ પણ બ્રહ્મની સત્તાથી જ હુરે છે. તો પછી બ્રહ્મને વિશે પ્રમાણાદિનો શો અવકાશ ? બ્રહ્મ પ્રમાણનિરપેક્ષ, સ્વયંપ્રકાશ, અનિષેધ્ય વસ્તુ છે. સર્વપ્રમાણગમ્ય મિથ્યા પદાર્થનો નિષેધ કર્યા છતાં પણ અવશેષમાં તે રહે છે, કારણકે સત-સ્વરૂપ પ્રત્યગાત્મથી અભિન્ન નિષેધ બની શકતો નથી. બ્રહ્મ વિના નિષેધ જ અસિદ્ધ થાય છે. અભાવ પણ ભાવ વિના સિદ્ધ થઈ શકતો નથી. નિષેધમાં પણ સિદ્ધિ આવે છે. પણ આ સર્વ ઉપપત્તિ અદ્વૈતવાદમાં જ થવાની. જો બ્રહ્મને જીવ-જગતથી ભિન્ન કોઈ સ્રષ્ટારૂપ માનીએ તો પ્રમાણની તેમાં અપેક્ષા રહે, પ્રમાણ સિવાય તે સિદ્ધ થઈ શકે નહિ. અને ...બ્રહ્મનું સ્વયંપ્રકાશત્વ અસંગત થાય, તથા તેમાં પ્રમાણપ્રસર થઈ મિથ્યાત્વ પણ આવે.” (ધર્મવિચાર૧, પૃ. ૩૧૮-૩૧૯) આ સમસ્યાનું છેટવનું સમાધાન આનંદશંકર અદ્વૈતમતના સ્વીકારમાં જુએ છે. તેઓ કહે છે :
“બ્રહ્મને જીવ-જગતથી ભિન્ન કોઈ નિમિત્ત ચેતનકર્તારૂપ માનીએ તો તેની જ શક્તિથી સર્વ કાર્ય થાય છે એમ ન કહી શકાય. રથકાર રથાદિ કરે છે તેમાં બ્રહ્મ કારણ ખરું કે નહિ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org