________________
દાર્શનિક ચિંતનવિશ્વ
જો કે આ બંને વલણો જડવાદનું ખંડન તો કરે છે પરંતુ ચૈતન્યવાદનું સંતોષકારક સમર્થન કરી શકતા નથી એવો આનંદશંકરનો મત છે.
આ સંદર્ભમાં જડવાદી વૈજ્ઞાનિકોએ ખ્રિસ્તી સંપ્રદાયના ચેતનવાદનું ખંડન કરવા પ્રયોજેલી દલીલો આનંદશંકર તપાસે છે. ખ્રિસ્તી સંપ્રદાય એમ માને છે કે ચૈતન્ય પદાર્થની ઉત્પત્તિ લૌકિક કારણમાં નથી, પણ ઈશ્વર અધીન છે, અને એ કાર્યકારણના જડ નિયમની બહાર છે. આની સામે જડવાદીઓ નીચે પ્રમાણે ચૈતન્યના ઉદ્ભવ વિશે પોતાના મતો વ્યક્ત કરે છેઃ (૧) ચૈતન્યના ઉદ્ભવનો એક તર્ક એ છે કે, પૃથ્વી જ્યારે અતિ પ્રચંડ ઉષ્ણ પદાર્થમય હતી તે વખતે જો કે તેના પર ચૈતન્યનું અસ્તિત્વ અશક્ય હતું. આમ છતાં એ જ્યારે શીતળ થઈ અને ચેતનને રહેવા લાયક થઈ તે વખતે એના ઉપર કોઈક ખરતા તારા સાથે બહારથી ચેતન પદાર્થ આવ્યો હશે અને એ રીતે ચેતનની વસ્તી બની હશે.
૧૩૧
(૨) પ્રસિદ્ધ જંતુ વિદ્યાચાર્ય પેશ્વરની શોધથી હવે એમ સમજાવા માંડ્યું હતું કે જ્યાં ચેતનના અસ્તિત્વનો લેશ પણ સંભવ નથી ત્યાં પણ અસંખ્ય ચેતનવૃંદો ભર્યાં હોય છે. - તો પ્રચંડ ઉષ્ણતાની વચ્ચે પણ વિલક્ષણ સૂક્ષ્મ ચેતન જંતુઓ વસતાં હોય તો આશ્ચર્ય નહિ.
(૩) જડમાંથી જ ક્રમે ક્રમે સ્વાભાવિક રીતે જ ચેતન વિકસી આવે છે. જડ કારણના નિયમોથી જેનો ખુલાસો ન થઈ શકે એવું ચેતન કાંઈ વિલક્ષણ કાર્ય નથી.
જડવાદીઓના ઉપરોકત મતોથી ખ્રિસ્તી સંપ્રદાયના ચેતના ઈશ્વરનું કર્તૃત્વ છે એ સિદ્ધાંતનું ખંડન થાય છે પરંતુ આ દ્વારા ચેતનવાદનું ખંડન થતું નથી.
જડના નિયમથી જ ચેતનનો સઘળો ખુલાસો થઈ જાય છે એ હજી સુધી અસિદ્ધ છે એવો આનંદશંકરનો મત છે.
આ ઉપરાંત વિજ્ઞાનના વિકાસને કારણે એ સિદ્ધ થયું છે કે ચિત અને જડની વચ્ચે ભેદક ધર્મરૂપ મનાતી ગતિ એ ચિત અને જડમાં સાધારણ છે. તેથી જડ અને ચિત વચ્ચે મનાતું એક મોટું અંતર ભાગ્યું અને વિશ્વનું ઉપાદાન કારણ પરમાણુ કરતાં ઘણું દૂર છે એમ પ્રતિપાદિત થવા માંડ્યું.
આનંદશંકર આ સંદર્ભમાં પ્રસિદ્ધ સૃષ્ટિશાસ્ત્રી હેકલના વિચારો તપાસે છે.
“હેકલ અનુસાર ચૈતન્યવાદીઓ, જડ અને ચેતનને એકબીજાથી જુદા બે સ્વતંત્ર પદાર્થો માને છે એ તદ્દન ભૂલ છે. વિશ્વમાં એક અખંડ પદાર્થ ભર્યો છે, જેમાંથી ક્રમે ક્રમે જડ અને ચેતન ઉદ્ભવે છે. ચેતન એ જડના વિકાસક્રમમાં એક આગળનું પગથિયું છેઃ વિશ્વમાં બે સૂત્ર નથી, એક જ સૂત્ર છે; અને એ સૂત્રમાં કોઈપણ પ્રકારની ગાંઠ કે તૂટ નથી.” (ધર્મવિચાર - પૃ.૧૩૭)
૧,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org