________________
૨૦૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
=
ઋત્ - વિશ્વનો અબાધ્ય નિયમ, વૃદ્ઘ – વૃદ્ધિ અને વિકાસ, રૃ-પરમાત્માથી વિંટાયેલું, સૂ-૫૨માત્માની ઉત્પાદક શક્તિમાં સામેલ થવું એવા અર્થો સૂચવાય છે. તેમાં ઋષિઓની ઉદાત્ત ધર્મભાવના દૃષ્ટિગોચર થાય છે.
ઉપરોક્ત ખુલાસાઓને આધારે એમ કહી શકાય કે એકદેવવાદ એ ઋગ્વેદકાલીન સભ્યતાનો જનસમાજમાં સંપાદિત થયેલો લોકપ્રિય અને સર્વ સંમત ધર્મ છે. આથી જ આનંદશંકર ઋગ્વેદકાલીન ધર્મના ખરા સ્વરૂપને સ્પષ્ટ કરતાં જણાવે છે કે “આ ધર્મનું ખરું સ્વરૂપ, વિશ્વના પદાર્થોની અનેકતામાં પરમાત્માની એકતાનું દર્શન અને એ પદાર્થોનું પવિત્રીકરણ - તેઓ સમજી શકે (છે) ’” (ધર્મવિચાર ૧, પૃ.૨૯૬) આ વાતની સ્પષ્ટતા ઋગ્વેદ સંહિતાના દેવતાઓના સ્વરૂપની સમજણ દ્વારા હવે આપણે મેળવીશું. (ધર્મવિચાર- ૨, પૃ.૧૫ થી ૩૪) આનંદશંકર હવે ઋગ્વેદસંહિતાની વિવિધ ઉપાસ્ય દેવતાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેમાં રહેલી એકદેવવાદની ભાવનાને તારવી બતાવે છે. તે અનુસાર ઋગ્વેદસંહિતાના વિવિધ દેવતાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :
ઋગ્વેદ સંહિતાના દેવતાઓનું સ્વરૂપ :
(૧) अदिति
(૧) વો - કાપવું ધાતુ ઉપરથી ‘દિતિ’ થી ઊલટું અખંડ, અભેદ્ય (છેદી કે ભેદી શકાય નહિ એવું ) તત્ત્વ અથવા,
(૨)
વ - બાંધવું ધાતુ ઉપરથી બન્ધનરહિતપણું, મુક્તિ
ઉપર પ્રમાણેના મુખ્ય બે રીતે અદ્ગિતિ શબ્દના અર્થ કરવામાં આવે છે. ઘોઃ - આકાશ- એ એની પ્રત્યક્ષ મૂર્તિ છે; અને ‘આદિત્યો’ - દેવો એનામાંથી ઉત્પન્ન થયા છે. યાસ્કમુનિ ‘અદિતિ’ શબ્દનું નિર્વચન કરતાં અિિતઘોરનિતિન્તરિક્ષમવિતિર્માતા સ પિતા સપુત્ર: । વિશ્વ લેવા પ્રવિતિ: પન્ન નના વિતિાંતમવિતઽનિત્વમ્ ॥ અર્થાત્ અદિતિ ઘૌ છે, અદિતિ અન્તરીક્ષ છે; અદિતિ માતા છે, અદિતિ એ પિતા છે, એ પુત્ર છે; સર્વ દેવો અદિતિ છે, પંચજનો અદિતિ છે, ઉત્પન્ન થયેલું અદિતિ છે, ઉત્પન્ન થવાનું અદિતિ છે. એને ‘અદીના દેવમાતા’ અર્થાત્ દીન નહિ પરંતુ મહાન દેવોની માતા કહે છે. ઉપરોક્ત વિવિધ સંદર્ભો આપી ‘અદિતિ’નું સ્વરૂપ સમજાવતાં આનંદશંકર કહે છે કે, એ આપણને દુઃખ અને પાપમાંથી છોડાવે છે અને એ રીતે માતાપણું અને મુક્તિ (બંધનમાંથી મુક્ત હોવું તેમજ મુક્તિ આપવી) એ બે ધર્મો અદિતિ સાથે જોડાય છે.
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો ‘અદિતિ’નું આવું સ્વરૂપ સ્વીકારતા નથી. તેઓના મતે ‘આદિત્ય’ શબ્દ પછીથી ‘અદિતિ’ શબ્દ થયેલો છે. તેની સામે આનંદશંકર કહે છે : ‘વસ્તુતઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org