________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૬૭
પરમાત્માનો સંબંધ સૂચવાય છે એ સર્વ સંબંધો આનંદશંકરના મતે અનન્યભાવથી ઊતરતા છે, મિથ્યા નથી, ધાર્મિક પુરુષોએ એ સંબંધોને અનુભવ્યાના ઉદાહરણો આપણી પાસે છે. તેથી તેને અસત કહેવા બરાબર નથી.
વિવિધ ધર્મોમાં રહેલી પરમાત્મા અંગેની આ વિવિધ ભાવનાઓનું સત્યરૂપ આનંદશંકર વર્ણવે છે. (૧) પરમાત્મા અંગેની એક અતિ પ્રાચીન વ્યવસ્થા રાજાના રૂપકની છે. લગભગ સર્વ ધર્મમાં
આ માન્યતા ફેલાયેલી છે. આ રૂપક અનુસાર પરમાત્મા જગતનો સ્રષ્ટા માત્ર જ નથી, પણ આપણો રાજા છે. અર્થાત્ આપણો નિયામક છે અને આપણાં સારાં ખોટાં કર્મનો ફલદાતા છે. કર્મફળદાતા તરીકેના ઈશ્વરના આવા સ્વીકારમાં જ આનંદશંકર કર્મનો સિદ્ધાંત અથવા “ધર્મરાજયની સ્થાપનાનો ખ્યાલ’ જુએ છે. રાજાની ભાવનામાં બે તત્ત્વ છે. - શક્તિ અને ન્યાય ઈશ્વરની શક્તિ ઉપર ઈસ્લામ ધર્મમાં ભાર દેવામાં આવ્યો છે, અને ન્યાય ઉપર યહૂદી ધર્મમાં ભાર દેવાયો છે. કર્મનો મહાનિયમ એ પરમાત્માની ઈચ્છાનું પ્રતીત યાને પ્રગટરૂપ છે અને જૈન તથા બૌદ્ધ એ પ્રતીકના વિશેષ ઉપાસક છે. વૈદિક ધર્મ કર્મરૂપ પ્રતીકની ઉપાસના કરવાની સાથે સાથે એ પ્રતીકમાં પરમાત્માનું દર્શન પણ કરે છે. ઈસાઈ ધર્મ રાજાની ભાવનાને સ્થાને પિતાની ભાવના સ્થાપે છે. એટલે કે ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વર કેવલ રાજા જ નથી, એ પિતા પણ છે. તેથી તેની વ્યવસ્થામાં ન્યાય અને પ્રેમ બને છે. ઈસુના પહેલાં યહૂદી ધર્મમાં પરમાત્મા રાજા છે એ ભાવના પ્રધાન હતી, પરંતુ ઈસુએ એને બદલીને ઈશ્વર પિતા છે એ ભાવના સ્થાપી. એથી પરમાત્માની યહૂદી ભાવનામાં રાજાના અકરુણ ન્યાયને બદલે દયાદ્રિ પ્રેમ દાખલ થયો. જો કે પિતાની ભાવના માત્ર ખ્રિસ્તી ધર્મમાં જ છે એવું નથી. વસ્તુતઃ હિંદુધર્મમાં પણ પરમાત્માનો પિતા સ્વરૂપે સ્વીકાર થયેલો છે. ભગવદ્ગીતામાં પરમાત્માને પિતાસિ નોચ્ચે વર વરસ્ય (ભગવદ્ગીતા, અધ્યાય-૧૮, શ્લોક ૪૩)અને ઋગ્યેદસંહિતામાં પિત્તેવ પુત્રવિમરૂપથ્થ (ઋગ્વદ : ૧૦-૬૯-૧૦) – પિતા જેમ પુત્રને ખોળામાં લે છે તેમ તમે પણ એને ખોળામાં લો છો એમ કહ્યું છે. પરમાત્મા કેવળ પિતા જ નથી માતા પણ છે. આ બંને રૂપ જે પ્રાકૃતિક જગતમાં એકઠાં હોતાં નથી એ પરમાત્મામાં એકઠાં થઈને રહેલાં છે. વેદમાં જગત્માતા અદિતિ પ્રસિદ્ધ છે. પુરાણોમાં પણ જગદંબાના અસંખ્ય મધુર અને ગંભીર સ્તોત્રો છે. ખ્રિસ્તી ધર્મમાં માતા મેરીની ભક્તિ અને એશિયા માઈનરની શક્તિ પૂજા ને આની સાથે સરખાવી શકાય. જોકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org