________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
અહીં આનંદશંકરે વ્યક્ત કરેલી ભાવના સંસારમાં વસતા દરેક માનવીની છે. પણ એવી ભાવના મેળવવા માટે ઉદ્દેશ ઉપર દૃષ્ટિ રાખીને નિશ્ચય બળથી કર્મ કરવું જોઈએ એવી રૂપકાત્મક અભિવ્યક્તિ આનંદશંકરે વાર્તિકના આધ્યાત્મિક અર્થના સ્પષ્ટીકરણ દ્વારા પુષ્ટ કરી છે. ભક્તિ :
૧૭૪
ઈશ્વરનિષ્ઠા એ ધર્મનું હાર્દ છે. તેથી નિરીશ્વરવાદ જેમ બુદ્ધિને અગ્રાહ્ય છે તેમ હૃદયને પણ અગ્રાહ્ય છે. ‘ચાંદલિયો' (પરિશિષ્ટ-૨, કાવ્ય-૮, પૃ.૨૯૫) નામના વાર્તિકમાં આનંદશંકર પૂર્ણ ધાર્મિકતાનો વિચાર એ ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ છે એ બતાવવાનો પ્રયાસ કરે છે. “ધર્મ મનુષ્યને લાભકારી છે,- અને એનું ઐહિક જીવન સુખી થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગાદિક સુખ મળે છે - એવા હેતુથી ખરા ધાર્મિક આત્માની ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. તેમ જ, ધર્મ એ ઈશ્વરે મનુષ્ય ઉપર મૂકેલી ફરજ છે, એ ફરજ અદા ન કરીએ તો ઈશ્વરના ગુનેગાર થઈએ, એ વિચાર પણ પૂર્ણ ધાર્મિકતાનો નથી. એકમાં નફા-તોટાનો હિસાબ હોઈ, ધર્મનું ખરું તત્ત્વ જે સ્વાપર્ણ એનો સર્વથા અભાવ છે. બીજામાં શુષ્કતા, કઠોરતા, તાબેદારીના ભાવો આવી, ધર્મના સ્વરૂપમાં આવશ્યક જે ઉલ્લાસ, આનંદ અને વિશુદ્ધ સ્વાતંત્ર્ય તેની ખોટ રહે છે.” આ બંને કરતાં જુદી તેમજ વધુ સંતોષકારક સ્પષ્ટતા આપતાં આનંદશંકર કહે છે: “જીવાત્માની સર્વ ભાવના પરમાત્માભિમુખી થાય ત્યારે એની બુદ્ધિ પરમાત્માના સ્વીકાર વિના સંતોષ પામતી નથી. એનું હૃદય પોતાનો પ્રેમરસ સંપૂર્ણ અનુભવવા માટે પરમાત્માને અવલંબે છે. એની કર્તવ્ય ભાવના પણ ફળ તેમજ બીજરૂપે ધર્મની અપેક્ષા કરે છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૨૪)
આ સંદર્ભમાં આનંદશંકર જણાવે છે કે : ઈશ્વરને બદલે ‘સત્ય’, ‘શિવ’, અને ‘સૌંદર્ય’ નો એક અખંડ પરમાત્મારૂપે સાક્ષાત્કાર એ જ પરમ ઉદ્દેશ છે.
“જે જે સત્ય, સૌંદર્ય, સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ ૫રમાત્મારૂપી સત્ય, સુંદર, સાધુ પદાર્થનું જ દર્શન થાય છે. માત્ર તે તે સત્ય, સુંદર, અને સાધુ પદાર્થ તે તે રૂપે ન ભજતાં એક અખંડ સત-ચિત-આનંદ પરમાત્મા ભજવો એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ, એમાં જીવનનું જીવનપણું અસ્તિત્વનું અસ્તિત્વપણું.” (ધર્મવિચાર૧,પૃ.૨૨૭)
શાંકરસિદ્ધાંત અનુસાર બ્રહ્માનુભવની અપેક્ષાએ જગત મિથ્યા ભાસે છે. મહાન ધાર્મિક આત્માઓએ આ સંસારને રજનીરૂપ કહ્યો છે એ સત્ય જ છે. એના સહજ સ્વીકારમાં જ ઉત્તમતા છે એમ આનંદશંકર માને છે. આ સત્યનો સહજ સ્વીકાર શા માટે કરવો એ અંગે આનંદશંકર કહે છે :
‘સામાન્ય બુદ્ધિનું - પ્રાકૃત મતિનું -જીવન તે કેવળ ઐન્દ્રિયક જીવન છે અને ઐન્દ્રિયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org