________________
૧૯૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
અર્થાત્ એક ગુણ એક વ્યક્તિમાંથી, તો બીજો બીજીમાંથી, ત્રીજો ત્રીજીમાંથી લેવો પડે છે. એટલું જ નહિ પણ દરેક યુગનાં – જમાનાના – કર્તવ્ય જુદાં જુદાં ઉત્પન્ન થાય છે અને તદનુસાર જુદી જુદી કર્તવ્યભાવનાઓની જરૂર પડે છે, જે, અમુક સમયે અમુક દેશમાં ઉત્પન્ન થયેલા અમુક એક પુરુષમાં જ સમાપ્ત થવી આનંદશંકરને મન અશક્ય છે. તેથી અવતારની બ્રાહ્મધર્મની સંકલ્પના વધુ વ્યાપક છે.
આમ, અધિકારીઓ માટેની યોજના, જીવ, જગત અને ઈશ્વરવિષયક વિચારણા, જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વયાત્મક વિચાર તેમજ ધર્મનું સંપૂર્ણ પ્રયોજન વગેરે અનેક દષ્ટિબિંદુઓથી અવલોકન કરી આનંદશંકર વૈદિકધર્મની સર્વોપરિતા સ્પષ્ટ કરી આપે છે. જો કે આવી સ્પષ્ટતાઓમાં બીજા ધર્મો પ્રત્યે કોઈપણ પ્રકારનો તિરસ્કારનો ભાવ પણ એમના વિચારોમાં ક્યાંય જોવા મળતો નથી. આનંદશંકર અનુસાર બ્રાહ્મધર્મ એટલે સાચું આત્મ જાગરણ. આ અનુસંધાનમાં આત્માના અંગેઅંગમાં મન-વાણી-ક્રિયા સર્વ મળી એક આત્મસ્વરૂપ બંધાય છે. તેના અણુમાં – અનુભવાતો કોઈક અવર્ણ પદાર્થ. આ અવર્ય પદાર્થ એટલે આત્મ સ્વરૂપનું પ્રગટીકરણ. સ્વ-પુરુષાર્થે આત્મ દેવને પ્રગટ કરવાનું સામર્થ્ય જ્યાં લહેરાતું અને કેળવાતું હોય એ જ સાચો સનાતન હિંદુધર્મ છે.
D D D
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org