________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૬૯
દૂરથી પાસે લાવવાની અને પાસે લાવીને દૂર મૂકવાની, ઇચ્છા કરે છે ! પરમાત્માને તે પોતાની નજીક તેમજ દૂર રાખવા ઈચ્છે છે. “સર્વધર્મોમાં પરમાત્માને એક તરફથી અવામન ગોચર માનીને બીજી તરફથી એને જ પાછો વામનગોચર કરવામાં આવે છે ! આ વિરોધગર્ભ સ્થિતિ મનુષ્ય બુદ્ધિમાં જડાયેલી છે. અને એને જ વેદાંતીઓ માયા અને અનિર્વચનીયતા ઈત્યાદિ શબ્દોથી વ્યવહારે છે. અવતાર, મૂર્તિપૂજા આદિનાં પ્રતિપાદન અને પ્રતિષેધ મનુષ્યની આ જ માનસ ઘટનામાંથી ઉત્પન્ન થાય છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૬૩૩).
હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં પરમાત્માના “અવતાર” મનાય છે. “અવતાર' શબ્દનો અર્થ સ્વર્ગમાંથી અવતરવું એવો આનંદશંકર સ્વીકારતા નથી, પરંતુ અવતરવું એટલે પરમાત્માનું પ્રગટ થવું એટલો જ એનો અર્થ સ્વીકારે છે. પ્રકૃતિમાં કેટલાંક વિશિષ્ટ હૃદયોમાં અને કેટલાંક ‘વિભૂતિમતું’ - મનુજ હૃદયોમાં વિશિષ્ટ રૂપે પરમાત્માનું પ્રાકટ્ય થતું જણાય છે. આ તાત્વિક અર્થમાં સર્વધર્મના સિદ્ધાંતમાં અવતારનો સિદ્ધાંત મનાયો છે. આ સિદ્ધાંત આનંદશંકરના મતે ધર્મસામાન્યની “Epistemology' યાને જ્ઞાનપ્રમાણશાસ્ત્ર અને “Psychology' યાને માનસશાસ્ત્ર ઉપર રચાયેલો છે. આ પરમાત્માનું દર્શન વિવિધ ધર્મોએ વિવિધ આદર્શોમાં કર્યું છે. તેમાં રહેલા ભેદો માટે આનંદશંકર દેશ-કાલ, પુરુષ આદિ ઉપાધિને કારણરૂપ માને છે. વસ્તુતઃ ધર્મના મૂળ તત્ત્વમાં આનંદશંકરને મન કોઈ ભેદ નથી કારણકે “સર્વધર્મના દ્વારમાંથી એક જ પરમાત્માની ઝાંખી થાય છે. આ પ્રત્યેક ધર્મ જોવાથી અને વિચારવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સામાન્યતઃ મનુષ્યના આત્માને ધારણ કરવા, ટકાવી રાખવા માટે જે તત્ત્વ જોઈએ એ હરેક ધર્મમાંથી મળી શકે છે.” (ધર્મવિચાર - ૧, પૃ-૬૩૪) અર્થાત્ એક જ અલૌકિક ધર્મ નિમિત્ત ભેદથી અનેક રૂપ ધારણ કરે છે.
(૨) ધર્મનું હાર્દ આધ્યાત્મિક અર્થપદ્ધતિ :
ધર્મવિચાર ભાગ- ૧ પુસ્તકના બીજા ખંડમાં ચૌદ વાર્તિકોનો સમાવેશ થયેલો છે. તેમાં આનંદશંકરે કેવલાદ્વૈતને સમગ્ર માનવજાતના ધર્મ તરીકે પ્રમાણવાનો પ્રયત્ન કર્યો છે. આ વાર્તિકોમાં આનંદશંકરનું ધર્મચિંતન સુંદર રીતે નિરૂપાયેલું છે. આ વાર્તિકોમાં કેટલાક જાણીતા કવિઓની આધ્યાત્મિક અર્થસભર કાવ્યકૃતિઓના આધારે આનંદશંકર પોતાની ધર્મચર્ચા ઉપસાવે છે. તેમાં પ્રગટ થતી તેમની ધર્મભાવનાને જોતાં પહેલાં પોતે સ્વીકારેલી આ પદ્ધતિ વિષે આનંદશંકરે પોતાના વિચારો રજૂ કર્યા છે. તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે.
આનંદશંકરે પોતાના લેખોને “વાર્તિકો' એવું નામ આપ્યું છે. વાર્તિકોમાં કલ્પનાના તત્ત્વને ખૂબ જ અવકાશ હોય છે. તેથી કોઈ એમ ધારે એવો સંભવ છે કે આ વાર્તિકોમાં કલ્પનાને અવકાશ છે. પરંતુ આનંદશંકર પોતાની આ પદ્ધતિને “આધ્યાત્મિક અર્થપદ્ધતિ' કહે છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org