________________
આનંદશંકરનું ધર્મચિંતન
નીતિ અને ધર્મની કેળવણી શાળામાં કે ગૃહમાં જ આપવી તે અંગે આનદંશંકર પોતાનો મત સ્પષ્ટ કરતાં નીચેની દલીલો કરે છે :
(૧) “ગૃહમાં ધર્મ એના સમસ્ત બંધાયેલા સ્વરૂપમાં જ દૃષ્ટિ આગળ સ્ફૂરે છે, પરંતુ એના કારણ સ્વરૂપાદિનો વિચાર કરવાનો ગૃહમાં સાધારણ રીતે અવકાશ રહેતો નથી. તેથી ઘણીવાર ધર્મને અકારણ માની બાળકો એ તરફ ઉપેક્ષા દૃષ્ટિએ જુએ છે. ગૃહ કેળવણીની આ ખામી પૂરી પાડવા માટે શાળાની જરૂર છે.
૧૫૧
(૨) હિંદુસ્તાનમાં પરસ્પર વિરોધી અનેક ધર્મો છે એ ખરી વાત છે, પણ અમને લાગે છે કે વિરોધ સમાવવાનો એક માર્ગ જ એ છે કે ઉચ્ચ પ્રકારની - ધર્મના સામાન્ય સ્વરૂપનીવિદ્યાર્થીઓને કેળવણી આપવી. પરસ્પર માનભરી દૃષ્ટિએ ધર્મના વિષયમાં બેદરકારીથી નહિ પણ માનભરી દિષ્ટએ તેઓ જોતાં શીખે.
(૩) પાઠશાળામાં લૌકિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ આપવાથી લાભ એ છે કે, ધર્મ અને લૌકિક જ્ઞાન પરસ્પર સંબંધમાં આવી, પરસ્પર ઘસાઈ યોગ્ય સમન્વય પામે છે.” (ધર્મવિચાર -૧, પૃ. ૪૯૩)
આપણી વર્તમાન કેળવણીમાં સ્વીકારાયેલા બિનસાંપ્રદાયિકતાના મૂલ્યથી અનેક ધર્મી વિદ્યાર્થીઓની શાળાઓમાં માત્ર સામાન્ય ધર્મનાં મૂળ તત્ત્વોનું તારણ કે ઐતિહાસિક નિરૂપણ તે ઉપરાંત અધિક સાધ્ય નથી. તેથી ખરી ધાર્મિક પ્રગતિ માટે ધર્મતાટસ્થ્યના વ્રતથી આપેલું શિક્ષણ પૂરતું નથી એમ આનંદશંકર માને છે. સર્વ ધર્મનાં સામાન્ય તત્ત્વો જોવાં એ ધાર્મિક ઉદારતા સંપાદન કરવા માટે સારું છે. પરંતુ આનંદશંકર તેને આપણા ધાર્મિક ઉદ્ધારનો સંપૂર્ણ ખુલાસો ગણતા નથી. ધાર્મિક પ્રયાણ કરવા માટે અમુક ધોરી પંથનો સ્વીકાર કરવાની જરૂર છે. કારણ દરેક માણસ પોતાનો અલગ ધાર્મિક ચોકો રચે તેના કરતાં ‘ધોરી પંથે' ચાલ્યો જાય એ પરમાર્થને પ્રાપ્ત કરવાનો વધારે સહેલો અને સહીસલામત માર્ગ છે. યાજ્ઞવલ્ક્ય, વ્યાસ, શુક, નારદ, મહાવીર, બુદ્ધ, શંકર, રામાનુજ આદિ આપણા પ્રસિદ્ધ પ્રાચીન મહાપુરુષોના સામર્થ્યમાં દૃઢ શ્રદ્ધા જન્મે તેવું ધાર્મિક શિક્ષણ આપવાનો સભાન પ્રયત્ન થવો જોઈએ. આ મહાત્માઓના મહાનગ્રંથોનું પરિશીલન માત્ર બુદ્ધિની કક્ષાએ નહિ પણ સમર્પણની ભાવના જન્માવે તેવી રીતે થવું જોઈએ.
આ શાળામાં ધર્મનું શિક્ષણ આપનારા સાદું જીવન ગાળતા અને પ્રતિદિન પોતાનો ધાર્મિક અનુભવ વધારે ઉચ્ચ, ગંભીર અને વિશાળ કરતા જતા એવા પરોપકારી વિદ્વાન સજ્જનો જોઈએ.
શાળા સાથે ગૃહ પણ આનંદશંકર માટે ધાર્મિક સંસ્કારોના વહન માટેનું એક અગત્યનું ઘટક છે. આથી જ ધાર્મિક શાળાઓની કેળવણીની સાથે સાથે ગૃહમાં પણ એ અંગેનું વાતાવરણ મળી રહેવું જોઈએ એમ આનંદશંકર માને છે. કારણકે બાહ્યશાળાઓમાં પુસ્તક દ્વારા જે શિક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org