________________
૧૧૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ઉપરોક્ત સર્વ દષ્ટાંતો આખરે શાંકરવેદાંત અનુસાર અદ્વૈતનું જ પ્રતિપાદન કરે છે. આ દૃષ્ટાંતોનું ખરું તાત્પર્ય ન સમજવાથી પાછળના વખતમાં તે તે દૃષ્ટાંતને વળગી પડીને જુદા જુદા વાદનો વિરોધ ઉપજાવવામાં આવ્યો છે. આ વિવિધ દૃષ્ટાંતોનું ખરું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે :
“બ્રહ્મને કોઈપણ દષ્ટાંત લાગુ પડી શકે જ નહિ – જડને ચૈતન્યના દૃષ્ટાંતથી કથવું , કે ચૈતન્યને જડના દષ્ટાંતથી કથવું એ ખોટું છે. છતાં એમના સ્વરૂપ સમજાવવા માટે આવા દૃષ્ટાંત લીધા વિના ચાલતું નથી. દાંત લઈને યાદ રાખવાની વાત એટલી જ છે કે દષ્ટાંત જીવ બ્રહ્મનો સંબંધ સિદ્ધ કરવા માટે નથી, પણ એ સંબંધ સમજાવવા માટે છે. આ રીતે જોતાં પૂર્વોક્ત સર્વ દષ્ટાંતમાંથી સમજવાની વાત એક જ છે કે બ્રહ્મ અજ્ઞાન કરીને અન્યથા (જીવરૂપે) ભાસે છે. પણ “અન્યથા” શબ્દના પ્રયોગથી પણ એમ સમજવાનું નથી કે કોઈ “અન્ય'- બ્રહ્મથી જુદો પદાર્થ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૭૧)
આ વાતને સમજાવતાં આનંદશંકર કહે છે : “પૃથ્વી સ્થિર નથી અને છતાં સ્થિર ભાસે છે એમ કહેવાથી તે સ્થિર થઈ જતી નથી, સૂર્ય, પૃથ્વીની આસપાસ ફરતો નથી અને છતાં ફરતો ભાસે છે એમ કહેવાથી તે ફરતો થતો નથી.” (ધર્મવિચાર-૧, પૃ. ર૭૧)
અર્થાત્ લોકોમાં અનાદિકાળથી ચાલી આવેલી સમજણ ખોટી છે - અનાદિકાળથી આપણે “જીવ', “જીવ' એવો બ્રહ્મમાં આરોપ કરતા આવ્યા છીએ એ અધ્યારોપનો જ્ઞાન વડે અપવાદ' કરવાનો છે. તેથી અધ્યારોપ તે અધ્યારોપ છે, અર્થાત્ ખોટો છે અને જે નથી તે ભાસે છે એમ કહેવાથી વૈત પ્રાપ્ત થતું નથી. પણ “વિત્' (ભાસે) અને “સત્' (છે) ની એકતા પ્રતિપાદિત થાય છે.
• શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંત અનુસાર જીવાત્મા - પરમાત્માનું અદ્વૈત આનંદશંકર સ્વીકારે છે. પરંતુ ઉપનિષદ શ્રુતિમાંનો દા સુપળ સયુના સરવયા ....એ શ્લોકને અનુસરી દ્વૈતવાદીઓ “પરમાત્મા જીવાત્માના અંતરમાં રહેલો છે' એમ કહે છે. આની સામે આનંદશંકર કહે છે કે, જીવાત્મા અને પરમાત્માનું સખ્ય એટલે હું અને તમે એકએકથી અલગ હોવા છતાં મિત્રાચારીમાં જોડાઈએ છીએ એ રીતે જીવાત્મા અને પરમાત્માનો સંબંધ નથી.
એ તારો અંતર્યામી અને અમર આત્મા છે' એમ જે શ્રુતિમાં કહેવાયું છે તેનું અર્થઘટન કરી આનંદશંકરે “જીવાત્મા અને પરમાત્મા એ લેખમાં અદ્વૈતસિદ્ધાંતનું વિશેષ સમર્થન કર્યું છે અને જીવાત્મા-પરમાત્માનું અદ્વૈત સિદ્ધ કર્યું છે. તેમના મતે, ““અંતર’ શબ્દના અર્થમાં તાદાભ્ય જ આવવું ઘટે છે. જીવાત્માનું આંતરતત્ત્વ, એનો આત્મા, એનું પોતાનું સ્વાભાવિક –આગંતુક ઉપાધીકૃત નહિ પણ સ્વાભાવિક સ્વરૂપ તે પરમાત્મા, એમ ભાવાર્થ સમજવાનો છે”.(ધર્મવિચાર-૧, પૃ. ૨૯૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org