________________
દO
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આવો આક્ષેપ કરનારાઓને આનંદશંકર “વિક્રુપા મતાગ:”, “યત્ર વો મૂરિ કયા” આદિ ઋગ્વદ સૂક્તના વચનોના સમર્થનથી સાબિત કરે છે કે, “આપણા દેશમાં વિષ્ણુ પરત્વે, અને તેમ કૃષ્ણ પરત્વે, ગોપ અને ગોલોકની કલ્પના બહુ પ્રાચીન સમયથી ચાલી આવતી હતી અને એનેં જ વિસ્તાર પાછળથી કૃષ્ણ ગોપાલની કથાઓમાં થયેલો છે”. (ધર્મવિચાર-૧, પૃ. ૬૩૯) ભગવદ્ગીતાનું તત્ત્વજ્ઞાન : ભગવતપરાયણતા :
આત્માના સ્વ-સ્વરૂપનું અજ્ઞાન એ ગીતાનું બીજ છે. આત્મા-પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થવાથી કર્તવ્યભાવનાનું વૈશ્વિક દષ્ટિબિંદુ પ્રાપ્ત થાય છે, પરંતુ આત્મા-પરમાત્મા સ્વરૂપનું આવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? એ માટે આપણા શાસ્ત્રકારોએ અનેક માર્ગો યોજયા છે. તેમાં પ્રભુની સંપૂર્ણ શરણાગતિ એ એક ઉત્તમ માર્ગ છે.
યજ્ઞયાગ, તીર્થ, ઉપવાસ વગેરે સારી ભાવનાઓ પરમાત્મપ્રાપ્તિમાં સહાયકારી છે. કેટલાક કર્તવ્ય ખાતર કર્તવ્ય કરે છે, કેટલાક જનતાના કલ્યાણ અર્થે કરે છે, કેટલાક સ્વર્ગનરકાદિની સમજણથી કરે છે, કેટલાક આ જન્મમાં જ એનો લાભ મળશે એમ આશાભર્યા ડહાપણથી કરે છે અને કેટલાક અમુક દેવો વા ઈશ્વર પ્રસન્ન થશે એમ ધારીને કરે છે. ગમે તે રીતે કર્તવ્ય કરો, કર્તવ્યનો મહિમા જ એવો છે કે, એ અંતઃકરણને પવિત્ર કરી પરિણામે સર્વાત્મભાવ સિદ્ધ કરી આપે, પણ એ સર્વાત્મભાવ પ્રાપ્ત કરવામાં ઉત્તમોત્તમ સાધન પરમાત્માને શરણે જવું એ જ છે, અન્ય સાધનો કઠિન છે, દુર્બળ છે અને એકદેશી છે, આ એક સાધન જ એવું છે કે જે સરળ છે, અને તે સાથે જ વળી અપરિમિત બળવાળું અને સમગ્ર અંતર અને બાહ્યને વ્યાપી રહેનારું છે. આ એક સાધનના અંગમાંથી જ અન્ય સર્વ સાધનો, વિષ્ણુના ચરણકમલમાંથી વિષ્ણુપાદોદકી ગંગાની પેઠે, સ્વયં (Spontaneously, deductively ) વહે છે. માટે સર્વ ધર્મો - પરમાત્માની સાથે “યોગ’ કરાવનારાં નાનાં મોટાં પ્રાકૃત સાધનો - છોડી મારે શરણે આવ' એમ કૃષ્ણ ભગવાન સર્વ ધર્મનું રહસ્યભૂત વાક્ય ઉપદેશે છે. (ધર્મવિચાર૧, પૃ.૮૦,૮૧).
પ્રભુની શરણાગતિમાં અનુભવાતો સર્વાત્મભાવ આમ તો અનુભૂતિનો વિષય છે તે તર્કથી પામી શકાતો નથી. તેમ છતાં “મારે શરણે આવ’ એ સિદ્ધાંત તર્કને પણ અનુકૂળ છે. તે દર્શાવતાં આનંદશંકર મનુષ્યને સદ્વર્તન માટે પ્રેરનાર શક્તિ અંગેના વિવિધ અભિગમો તપાસે છે :
(૧) જગતની વ્યવસ્થા જ એવી છે એમાં સદ્વર્તનના બદલામાં સુખ મળે છે. (૨) સદ્વર્તનમાં જ સુખ રહેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org