________________
४४
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
રહસ્ય સમજાવતાં કહે છે :
“પશ્ચિમની તત્ત્વવિદ્યાનાં પ્રસ્થાનો બુદ્ધિના વિલાસરૂપ અને મલ્લકુસ્તીના અખાડા છે, ત્યારે આપણી તત્ત્વવિદ્યા પુરુષાર્થના સાધનરૂપ અને દયને સ્પર્શ કરનારી રમ્ય વાટિકા છે. આપણો ધર્મ અને આપણું તત્ત્વદર્શન બન્ને વેદશાસ્ત્રમાંથી પ્રકટ થયેલા છે. ધર્મ અને બ્રહ્મ એ બે વેદના પ્રમેયો છે અને તે પ્રમેયો ઉપાસના કાંડથી જોડાયેલા ખંડો છે. (ધર્મતત્ત્વવિચાર – પૃ.૪૧)
ધર્મ અને તત્ત્વજ્ઞાનની એકતા આપણે ત્યાં સ્વાભાવિક જ છે. ધર્મ આચારનો આધાર છે. તો તત્ત્વજ્ઞાન વિચારનો આધાર છે. ભક્તિ વિનાનું તત્ત્વજ્ઞાન અને સૂક્ષ્મ સમજ વિનાની ભક્તિ બન્ને પુરુષાર્થની સિદ્ધિમાં અસમર્થ નીવડે છે. તેથી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અવિરોધ છે. નર્મદાશંકર મહેતાના આ વિચારને આનંદશંકર પશ્ચિમના તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં સમજાવે છે.
પશ્ચિમમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અલગ અલગ છે તેનું કારણ તાત્ત્વિક નથી, પણ ઐતિહાસિક છે એવો આનંદશંકરનો મત છે. ઐતિહાસિક રીતે જોઈએ તો યુરોપનો ધર્મ પેલેસ્ટાઈનમાંથી આવેલો છે, જયારે એનું તત્ત્વજ્ઞાન ગ્રીસમાંથી આવ્યું છે અને તેથી બંને વચ્ચે ચોક્કસ ભેદ રેખા જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના આરંભકાળમાં તો એ ધર્મના જે સિદ્ધાંતો બંધાયા તે ગ્રીક તત્ત્વજ્ઞાનની અસર નીચે જ બંધાયા હતા. તે પછી મધ્યયુગમાં ખ્રિસ્તી ધર્મના પાદરીઓ ઉપર એરિસ્ટોટલના ચિંતનનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આમ છતાં ઈતિહાસમાં એમ બન્યું છે કે પશ્ચિમમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અલગ અલગ રીતે વિકસેલા છે. આનંદશંકર આનું કારણ આપતાં કહે છે?
“સમય જતાં તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો શિથિલ થવા લાગ્યા અને બેનો પરસ્પર વિરોધ પ્રગટ થવા લાગ્યો. ત્યારે કેટલાક ધાર્મિક આત્માઓએ ધર્મ અને તત્ત્વજ્ઞાનને છૂટા પાડ્યા. એ રીતે એમનો અવિરોધ સાધવાનો પ્રયત્ન કર્યો. વસ્તુતઃ આવા કૃત્રિમ પ્રયત્ન સફળ થતા નથી.” (ધર્મવિચાર -૧, પૃ. ૨૧)
અનુકૂળતા ખાતર ધર્મ અને તત્ત્વજ્ઞાનને ભિન્ન ગણવાની આ રીતને આનંદશંકર કૃત્રિમ અને મિથ્યા ગણે છે. આમ ભારતીય તત્ત્વજ્ઞાનમાં રહેલો તેનો ધર્મ સાથેનો અવિરોધ સ્વાભાવિક છે. આ અવિરોધ તત્ત્વજ્ઞાનના વિશાળ અર્થને ધ્યાનમાં લેતાં અનિવાર્ય પણ છે.
શ્રી અરવિંદ પણ ભારતીય તત્ત્વજ્ઞાનની ધર્મ સાથેની અભિન્નતાને પ્રમાણમાં લખે છે:
“ભારતીય તત્ત્વજ્ઞાન માત્ર કલ્પનાનિષ્ઠ તર્કનો હવાઈ બૌદ્ધિક વ્યાયામ નથી, યુરોપીય તત્ત્વજ્ઞાનના ઘણા ભાગની માફક તે કોઈ વિચાર અને શબ્દના કાંતણની સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org