Book Title: Aastikonu Karttavya Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Yuvak Sangh View full book textPage 4
________________ સાયટીની આગેવાનીમાં થયેલ વ્યાખ્યાન સત્તાવાર રીતે સેસાયટી બહાર મૂકે તે પહેલાં હૈને ભાવાર્થ તા. ૧૪-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં પ્રગટ થાય છે અને સોસાયટી તરફથી સત્તાવાર રીતે તા. ૧૯-૧૨-૨૮ ને મુંબઈ સમાચારમાં આખુંય વ્યાખ્યાન પ્રસિદ્ધ થયું છે, આ બે સમદ્રષ્ટિએ અવકન કરનાર જોઈ શકશે કે તા. ૧૪-૧૨-૨૮માં પ્રગટ થયેલ ભાવાર્થ તદન વજુદ વગરને ને કેવલ ગેરસમજ ઉપજાવનારે છે એથી માનવાને કારણ છે કે, તેઓએ સમાજની આંખમાં ધુળ નાંખવાને પ્રયત્ન કર્યો છે. અને આશ્ચર્ય તે એ છે કે કેટલાકે ઘેટાનાં ટેળાની માફક આંખ મીંચી ને એમાં ઝુકી ગયા છે. ને વિચારક કહેવડાવનારાઓએ પિતાની વિચારહીનતાનું અજબ પ્રદર્શન કરાવ્યું છે. ખાસ કરીને આ વ્યાખ્યાનને અંગે ભાઈ મેતીચંદ કાપડીયાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. પણ એ ભાવનગરી સોલીસીટર સાહેબે જે ઉછાંછલી વૃત્તિને તુચ્છ ભાષાને ઉપયોગ કર્યો છે તે જોતાં તે એમના લેખને ટેપલીને શરણ કરી મૂંગે મોઢે બેસી જવાનું મન થાય. પરન્તુ સજજને ને જેને પોતાની પ્રકૃતિમાં પ્રાયઃ નિશ્ચલ હેય છે. શ્રીમદ્દ સાગરાનંદ સૂરીશ્વરજીએ એમ છતાંય ભાઈ મેતીચંદ કાપડીયાની ચેલેન્જ સ્વીકારી. ભાઈ મેતીચંદ કાપડીયા તા. ૨૧-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં જે લેખ લખે છે તે લેખના આરંભમાં જણાવે છે કેઃ “આપના તા. ૧૪ મી ડીસેમ્બરના “મુંબઈ સમા ચાર” માં “જન સુધારકે સાથે અસહકાર કરો” એ મથાળા નીચે સાગરાનંદસૂરિનું અમદાવાદમાં આસ્તિકનું કર્તવ્ય” એ વિષય પર આપેલ ભાષણને જે સાર પ્રગટ થયું છે, તે જે બરાબર હોય તે...આ શબ્દોથી ભાઈ મેતીચંદ કાપડીયાને જ એ સારની સત્યતા વિશે શંકા છે એમ જણાય છે. વળી જ્યારે શંકા હતી જ તે તા. ૧–૧૨–૨૮ ના સત્તાવાર હેવાલ ઉપર લક્ષ્ય ન આપતાં તા. ૧૪-૧૨-૨૮ ના લેખ ઉપરજ કાં મદાર બાંધી ? આ વિશેની ખરી મનોવૃત્તિની કલ્પના કરવાનું કાર્ય વાંચકને સપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68