Book Title: Vastupooja Sarth
Author(s): Buddhisagar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001255/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિરચિત care N eue વિવેચક: ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા For Private & Rersonal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | - પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત છે. શ્રી બુદ્ધિસાગરસૂરિજી વિરચિત श्री વાસુપૂજા સાથી : ગુજરાતીમાં અર્થ કરનાર : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, Sી, અડાજણ પાટીયા, સુરત-૩૫૦ ૦૦૯. ( INDIA) . ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ - . ©. ' Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ (ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ) સરસ્વતી પુસ્તક ભંડાર ૭૦૨, રામસા ટાવર્સ, - હાથીખાના-રતનપોળ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, | અમદાવાદ-૩૮૦ ૦૦૧. અડાજણ પાટીયા, સુરત-૯, grid ( INDIA ) (INDIA) ફોન : ફોન : ૨૬૮૮૯૪૩/ \(૦૭૯) ૨૩૫૬૬૯૨ સ્થાન/શ્રી યશોવિજયજી જૈન સેવંતીલાલ વી. જૈન સંસ્કૃત પાઠશાળા ૨૦, મહાજન ગલી, સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, ઝવેરી બજાર, મુંબઈ-૨ મહેસાણા (ઉત્તર ગુજરાત) ફોન : (૦૨૨) ૨૪૧૨૪૪૫ ( INDIA ) ફોન : ૫૧૩૨૭ સુઘોષા કાર્યાલય શેખનો પાડો, રિલીફ રોડ, ઝવેરીવાડની સામે, અમદાવાદ-૧. ફોન : (૦૭૯) ૨૧૩૧૪૧૮ વિ.સં. ૨૦૫૮ વીર સં.-૨૫૨૮ ઇસ્વીસન ૨૦૦૨ પ્રથમ આવૃત્તિ કિંમત રૂા. ૨૦-૦૦ ભરત ગ્રાફીક્સ ચું માર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૧, ફોન : (૦૭૯) ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો = (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૨) યોગશતક :- સ્વપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઈય વયજુરો સુધીના સૂત્રો ઉપર વિવેચન, નવતત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. (૫) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈનશાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો. ધાર્મિક શબ્દકોશ. (૬) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ. (૭) પ્રથમ કર્મગ્રંથ (કર્મવિપાક) - સરળ ગુજરાતી વિવેચન. (૮) દ્વિતીયકર્મગ્રંથ (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. (૯) તૃતીયકર્મગ્રંથ (બંધસ્વામિત્વ) - સરળ ગુજરાતી વિવેચન (૧૦) ચતુર્થકર્મગ્રંથ (ષડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન (૧૧) પૂજાસંગ્રહ સાર્થ - પંચકલ્યાણક, અંતરાયકર્મનિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. Page #5 -------------------------------------------------------------------------- ________________ M (૧૨) સ્નાત્રપૂજા સાર્થ - પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સહિત. (૧૩) સમ્યકત્વના સડસઠ બોલની સજઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યકત્વસપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. (૧૪) નવસ્મરણ:- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઈગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. (૧૫) રત્નાકરાવતારિકા (ભાગ પહેલો) :- પ્રમાણનયતત્ત્વાલીક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) રત્નાકરાવતારિકા (ભાગ બીજો) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણ નયતત્તાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) (૧૭) આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો. (૧૮) યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપન્ન ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. (૧૯) શતકનામા પંચમકર્મગ્રંથ :- પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી કૃત પાંચમા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૨૦) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૨૧) શ્રી વાસ્તુપૂજા સાર્થ :-પૂજય આચાર્ય ભ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત પૂજા, અર્થ સાથે. (૨૨) શ્રાવકનાં બાર વ્રત તથા ચૈત્યવંદનાદિ વિધિ . Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અનેક સંતો, લેખકો, કવિઓ અને મહાત્માઓને જન્મ આપનારી એવી ગુજરાત દેશની ભૂમિ પરમ પવિત્ર ગણાય છે. તે દેશમાં મહુડીની પાસે વીજાપુર નામનું એક સુંદર ગામ છે. તેમાં વિક્રમ સંવત ૧૯૩૦ મહા વદ ચૌદસ (શિવરાત્રી)ના દિવસે આ મહાત્માનો જન્મ થયો હતો. પટેલોના મહોલ્લામાં રહેતા શિવદાસભાઇ પટેલ અને અંબાબાઇ આ મહાત્માનાં માતા-પિતા હતાં. પુત્રજન્મથી માતા-પિતા અત્યન્ત આનંદિત થયાં. આ પટેલ ભાઇને ઘેર ગાયભેંસ વિગેરે પશુધન હતું. તે પશુ ધનનાં દહીં-દૂધ અને છાશ ગામલોકોને આ પરિવાર પ્રેમથી અને ઉદારતાથી આપતું. એક વખત ખેતરમાં કામ કરતાં માત-પિતાએ બાળકને ઝાડની બે ડાળીઓ વચ્ચે ખોળીયું કરીને સુવડાવેલ. એટલામાં એક કાળો નાગ તે ડાળીઓ ઉપર ખોળીયા પાસે આવ્યો. બાળક ઉપર ફણા રાખી તડકાથી રક્ષણ કરતો હતો. અંબાબાઇની ત્યાં નજર પડી. માતા અતિશય ગભરાઇ ગયાં. બહુચરાજી માતાની બાધા રાખી, નાગ થોડા ટાઇમ પછી ચાલ્યો ગયો. પરંતુ અંબાબાઇના મનમાં અત્યન્ત શ્રદ્ધા થઇ ગઇ કે, બહુચરાજી માતાએ બાળકને બચાવ્યો. તેથી તે બાળકનું નામ બહેચરભાઇ પાડ્યું. ધીરે ધીરે આ બહેચરભાઇ મોટા થવા લાગ્યા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ એક વાર બહેચરભાઇ ખભા ઉપર ડાંગ નાખીને ખેતર તરફ જતા હતા ત્યાં ભડકેલી એક ભેંસ લોકોને ભગાડતી હતી. વચ્ચેના માર્ગમાં એક જૈન મુનિ આવતા હતા. બચાવો બચાવોની બુમો લોકો પાડતા હતા. ત્યાં બહેચરભાઇએ દોડીને ભેંશને જોરથી ડાંગ મારી દૂર દૂર વાળી લીધી અને જૈન મુનિના પ્રાણ બચાવ્યા. મુનિને પ્રણામ કર્યા. મુનિ શાબાશી આપશે એમ હૈયામાં ઇચ્છા હતી. પરંતુ મુનિએ ધર્મલાભ કહી સામાન્ય ઠપકો આપ્યો કે, આવા અબોલ પ્રાણીને આવી લાકડી મરાય ? તેને કેટલી પીડા થઇ હશે? આ સાંભળી બહેચરભાઇ તો સ્તબ્ધ જ થઇ ગયા. આ જૈનમુનિની પ્રાણના ભોગે પણ પર પ્રત્યે કેવી કરૂણા ! ત્યારથી તે જૈનમુનિઓના રાગી થયા. અને જૈનધર્મ પ્રત્યે પ્રીતિવાળા થયા. આ જૈનમુનિ તે પૂજ્ય શ્રી રવિસાગરજી મહારાજશ્રી. પ્રતિદિન આ મુનિ મહાત્માના સમાગમથી અને ધર્મોપદેશથી આ બહેચરભાઇમાં જૈનધર્મના સંસ્કારો રોપાયા. પૂજ્ય સુખસાગરજી મહારાજે આ જ સંસ્કારોના બીજને ફાલા ફુલ્યાં કર્યા. બહેચરભાઇએ રાત્રિભોજન-કંદમૂળનો ત્યાગ કરી જિનપ્રતિમાના દર્શન-વંદન અને પૂજનનો નિયમ લીધો. ગુજરાતી ૬ ધોરણ ભણ્યા પછી ધાર્મિક ભણવાનો રંગ લાગ્યો. પત્થરમાંથી પારસમણિ થવા લાગ્યા. રંગ બદલાતો જ ગયો. પૂજ્ય મુનિ ભગવંતો પાસે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથાદિનો અભ્યાસ કર્યો. અર્થ કમાવાના આશયથી વકીલાતનું કામકાજ શીખવા માંડ્યું પરંતુ મન ઉદ્વેગ પામવા લાગ્યું. સાચુ-ખોટું કરીને પૈસા કમાવાના. પાપ કરીને પૈસા કમાઇને ઘર ચલાવવાનું. આ બધું કેમ સહન થાય ? આવા Page #8 -------------------------------------------------------------------------- ________________ વિચારથી લગ્ન ન કરવાનું અને સંસાર ન માંડવાનો નિર્ણય કર્યો. તથા સંસ્કૃત-પ્રાકૃત અને ધાર્મિક ભણવાની ઉત્કંઠાથી મહેસાણામાં સુવિખ્યાત શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયાં. ત્યાં પૂ. રવિસાગરજી મહારાજશ્રી પણ હતા. તેઓની ભક્તિ-સેવામાં જોડાયા. અને ધર્મોપદેશથી અત્યન્ત દૃઢ બન્યા. પિતા શૈવધર્મી, માતા વૈષ્ણવધર્મી અને પોતે જૈનધર્મી કેવો સમાગમ ? થોડાક સમયમાં માતા-પિતા સ્વર્ગવાસી બન્યાં. બહેચરભાઈ મહેસાણાથી વિજાપુર આવ્યા. લૌકિક વ્યવહાર પતાવ્યો. મનમાં નિર્ણય કર્યો કે, ફરીથી માતા-પિતા ન કરવા પડે તેવું જીવન જીવવું. | વિક્રમ સંવત ૧૯૫૭ માગશર સુદ છઠ્ઠના દિવસે પાલનપુર મુકામે સત્તાવીસ વર્ષની ઉંમરે પૂજ્ય રવિસાગરજી મ. સા.ના શિષ્ય પૂ. સુખસાગરજી મ.ની પાસે ઘણા ધામધૂમપૂર્વક દીક્ષા લીધી. અને મુનિશ્રી બુદ્ધિસાગરજીના નામથી ઘોષિત થયા. શાસ્ત્ર અભ્યાસમાં ગરકાવ થયા. પદર્શનના શાસ્ત્રોનો અને આગમોનો સુંદર અભ્યાસ કર્યો. કાશીના પંડિતોએ શાસ્ત્ર વિશારદની પદવી આપી. એક વખત સુરત ચાતુર્માસ થયું ત્યાં કોઈ એક જૈનમુનિએ કોઈ કારણસર જૈન દીક્ષા ત્યજીને પ્રસ્તી ધર્મ સ્વીકાર્યો અને જયમલ પર્કીગ નામ રાખીને જૈનધર્મની ઘણી જ ટીકા-નિંદા કરવા લાગ્યા. જૈનધર્મ વિરુદ્ધ જાહેર પ્રવચન આપતા. શ્રી બુદ્ધિસાગરજી મુનિજીએ તેની સામે ચેલેંજ ફેંકી. જાહેર વ્યાખ્યાનો દ્વારા તેમનો પ્રતિકાર કર્યો અને દસ જ દિવસમાં એક પુસ્તક તૈયાર કરીને “જૈનધર્મ તથા ખ્રિસ્તી ધર્મનો મુકાબલો તથા જૈન-ખ્રિસ્તી સંવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ એ નામનું દળદાર પુસ્તક તેમના જીવનમાં સૌથી પ્રથમ પ્રકાશિત કર્યું. નકલો સર્વત્ર છૂટથી અપાવા લાગી. જયમલ પદમીંગભાઈ તો આ પુસ્તક વાંચીને સુરત છોડીને ભાગી જ ગયા. ત્યારબાદ વિ. સં. ૧૯૬૨માં મૂર્તિપૂજાને યુક્તિઓપૂર્વક સાબિત કરતું “જૈનસૂત્રોમાં મૂર્તિપૂજા” નામનું બીજું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પ્રમાણે નિરંતર જ્ઞાનાભ્યાસ, નવા નવા ગ્રંથોની રચના, અપૂર્વ સાહિત્ય સર્જન કરતાં કરતાં તેઓએ ૧૦૮ ગ્રંથો બનાવ્યા. “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” નામની સંસ્થાની સ્થાપના કરી તેના દ્વારા આ ગ્રંથો પ્રકાશિત કર્યા. પચીસ ગ્રંથો તત્ત્વજ્ઞાનના (અધ્યાત્મના), બાવીસ ગ્રંથો કાવ્યકૃતિના, બીજા બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ, બાકીનામાં બીજા અનેક વિષયો સમજાવીને અદ્ભુત સાહિત્ય સેવા કરી. લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવીયા, શ્રી ગાંધી બાપુજી અને સયાજીરાવ ગાયકવાડ ઈત્યાદિ અનેક રાજનેતાઓની સાથે ઘણીવાર ધર્મચર્ચા કરી. સયાજીરાવ તો એકવાર બોલી ગયા કે “આપના જેવા જો થોડાક વધુ સંતો ભારતમાં હોત તો ભારત દેશનો ઉદ્ધાર ઘણો અને જલ્દી થાત.” તે કાળે લોકોમાં ઘણી જ અજ્ઞાનદશા હતી. ભૂત-પ્રેતડાકિણી અને શાકિણીથી લોકો ડરતા. ભુવાઓ પણ તકનો લાભ લઈને લોકોને લુંટતા અને ઘણી તકલીફો આપતા. દુનીયાનું આ દુઃખ જોઈને દુઃખી હૃદયવાળા આ મહાત્મા આસો વદી તેરસે સવારે ચાર વાગે મહુડી ગામના શ્રી આદીશ્વર પ્રભુના દેરાસરમાં પદ્માસન લગાવીને ધ્યાનમાં બેઠા. બરાબર ત્રણ દિવસના અંતે એક Page #10 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય પુરુષનાં દર્શન થયાં. શિલ્પીઓ પાસે તે દિવ્યપુરુષની દર્શનાનુસારે મૂર્તિ ઘડાવીને વિ. સં. ૧૯૮૦ માગસર સુદ ત્રીજના દિવસે મહુડીમાં પ્રતિષ્ઠા કરાવી. આ દિવ્યપુરુષ તે જ શ્રી ઘંટાકર્ણ મહાવીર. - પેથાપુરના જૈન સંઘે બીજા અનેક જૈનસંઘોની હાજરીમાં ઘણા જ ઉત્સાહપૂર્વક વિ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૧૫ના દિવસે આ મહાત્માને આચાર્યપદથી વિભૂષિત કર્યા. હવે આ મુનિ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજી થયા. તેઓએ અગાસીમાં મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા, વિ. સં. ૧૯૭૩માં પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, અમદાવાદમાં લલ્લુરાયજી બોડીંગ, સુરતમાં રત્નસાગરજી જૈન બોડીંગ, વીજાપુરમાં હરિજનો માટેની શાળા અને છાત્રાલય આદિ અનેક સંસ્થાઓ સ્થાપી. જૈન-જૈનેતર સર્વને તેઓ આત્મીય ભાવે ધર્મ સમજાવતા. જૈનેતર લોકોનો પણ ઘણો જ પ્રેમ પ્રાપ્ત કરેલો. પેથાપુરમાં આગેવાન મુસલમાનનું મૃત્યુ થતાં તેઓની વિનંતીથી જૈન મહાજન દ્વારા આખા ગામમાં પાણી પળાવી. ઉંઝામાં ભરાયેલા કડવા પાટીદારના સમાજમાં વ્યાખ્યાન આપવા ગયા. અને ધર્મતત્ત્વ સમજાવવા દ્વારા જૂની ખોટી અને અહિતકારી રૂઢીઓ કઢાવી સમાજ સુધારણાના ઠરાવો કરાવ્યા. સુરતમાં દુબળા એવા ભોઈ સમાજના લોકોને પણ વ્યાખ્યાન દ્વારા પ્રતિબોધ પમાડ્યો. આ મહાત્મા દેશભક્ત હતા. ખાદીધારી હતા, સ્વરાજયની વાતો પણ કરતા અને સાથે આત્મિક સ્વરાજ્યની મહત્તા સમજાવતા. તેઓશ્રીમાં અનેક ગુણો હતા. કાર્ય કરવાની સમર્થતા અને સર્જકતા હતી. તત્ત્વચિંતનની તત્પરતા હતી. પ્રભાવિકતા, ગંભીરતા અને Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગુણગ્રાહીતા હતી. અનેક સંસ્થાઓનું સર્જન અને અનેક ગ્રંથોનું નિર્માણ કાર્ય તેઓશ્રીએ કર્યું છે. વિ. સં. ૧૯૮૧ના ચાતુર્માસ માટે ઘણા સંઘોની વિનંતી આવી. મહાત્માના મુખે બોલાઇ ગયું કે ‘‘ભાઇ ! હવે કોણ ચાતુર્માસ કરવાનું છે” આ છ શબ્દો ઘણું ઘણું કહી જાય છે. ઉચ્ચતર વૈચારિક આસનો ઉપર બીરાજમાન મહાવિભૂતિઓ અંતઃસ્ફુરણાથી જે અચાનક જ બોલી ઉઠે છે. તેવું જ ભાવિ પ્રાયઃ બનવાવાળું હોય છે. પૂજ્યશ્રીને પોતાનો અંતિમ સમય ભાસવા લાગ્યો. આ સમયે પૂજ્યશ્રી મહુડીમાં હતા. નાડીના ધબકારા કંઇક ઘટવા લાગ્યા. ડોક્ટરો આવ્યા. તેઓ પણ જોઈને અવાચક બન્યા. કંઇ કહેવાય તેમ ન હતું. પૂજ્યશ્રીનો વીજાપુર જવાનો અડગ નિર્ણય હતો. અડગ વિચારના માનવીને હિમાલય પણ નડતો નથી. તેમ પૂજ્યશ્રીએ નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રભાતે મહુડીથી વીજાપુર તરફ વિહાર કર્યો. વીજાપુરમાં પ્રવેશ કરતાં જ તેઓએ ઇશારા દ્વારા સંઘના આગેવાનોને બોલાવ્યા. સૌને ચિંતા અને જિજ્ઞાસા હતી કે કઇ પળે શું બનશે ? પૂજ્યશ્રીએ ધીમા અવાજે શાન્તિ શાન્તિ શાન્તિ કહીને સમાજના અનેક વ્યક્તિઓની હાજરીમાં વિ. સં. ૧૯૮૧ના જેઠ વદી ત્રીજના સવારે સાડા આઠ વાગે આ દેહમાંથી સદાને માટે વિદાય લીધી. ખીલેલું કમળ જેમ બીડાય તેમ તેઓનાં સૌમ્ય નેત્રો બીડાયાં. અધ્યાત્મયોગીની ચિરવિદાયથી અનુયાયી વર્ગ નિરાધાર બન્યો. સર્વત્ર શોક પ્રસરી ગયો. સૌએ સાથે મળી ભક્તિ અને વિરહના દુઃખપૂર્વક મરણોત્તર ક્રિયા કરી. આ મહાત્મા ધન્ય ધન્ય બની ગયા. Page #12 -------------------------------------------------------------------------- ________________ - - મુસાફર જીવડા, કાયાનો મહેલ નથી તારો, માને શું મોહે મારો મારો રે. કાયાના મહેલનો કોઈ નથી ભરોસો, જળમાં ઉઠેલ જાણે પરપોટો. અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે તારો, મૂરખ વાળ નહીં ગોટો રે, મુસાફર જીવડા, કાયાનો મહેલ નથી તારો. આ જ મહાત્માએ આ વાસ્તુપૂજા બનાવી છે સર્વ ઠેકાણે નવા મકાનના વાસ્તુ પ્રસંગે ભણાય છે. તેના અર્થો જાણ્યા હોય તો આધ્યાત્મિક “આત્મઘર'ની પણ કંઈક ઝાંખી થાય. એ આશયથી તે પૂજાના આ અર્થો લખ્યા છે. ચિંતન-મનન કરવા જેવા છે. ભાવ ઘણા ગૂઢ છે. આત્માર્થી જીવો આ પૂજા ભણાવતાં તેના ગૂઢ અર્થોને સમજીને આત્મકલ્યાણ પામે એજ આશા.. ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #13 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક-પૂજા, દરેક વસ્તુ પાંચ પાંચ લેવી. અષ્ટપ્રકારી પૂજનો સામાન લેવો, આઠ સ્નાત્રિયા કરવા. - એક કળશ ગ્રહણ કરે, બીજા કેશરની વાટકી ગ્રહણ કરે, ત્રીજો ફૂલનો હાર અથવા છૂટાં ફૂલ ગ્રહણ કરે, ચોથો ધૂપ, પાંચમો દીપક, છઠ્ઠો રકાબીમાં અક્ષતનો સ્વસ્તિક લઈને ઉભો રહે, સાતમો નૈવેદ્ય લઈ ઉભો રહે, અને આઠમો ફળ લઈ ઉભો રહે, દરેક પૂજાએ અભિષેક કરી પૂજા કરવી. ૫ કળશ, ૫ કેશરની વાટકી, ૫ ફૂલના હાર, પ ધૂપધાણું, ૫ દીપક, ૫ ચોખાના સાથીઆ, ૫ નૈવેદ્ય, ૫ ફળ. જે નવું ઘર કરે અને તેમાં જે પ્રવેશ કરે તથા તે સમયે જે વાસ્તુક પૂજા ભણાવે. તેને ઘેર આ પૂજા ભણાવતાં-ભણાવતાં આનંદ મંગળ થાય. રોગ, શોક, વહેમ સર્વે નાશ પામે, કુંભની સ્થાપના કરી, દીવો કરી, નવસ્મરણ ભણવાં, શક્તિ હોય તો સ્નાત્રિયાને જમાડવા, કન્યાઓ ઈદ્રાણિયો થાય તો કરવી. Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃતવાસ્તુક-પૂજા વિધિ ॥ પ્રથમ પૂજા || || દુહા || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, ત્રેવીશમા જિનરાય ! ધરણેન્દ્ર પદ્માવતી, પૂજે જેહના પાય ||૧|| પાર્શ્વ યક્ષ જસ શોભતો, સેવા કરે ચિત્ત લાય । પુરુષાદાણી પાર્શ્વનાથ, ધ્યાતાં શિવસુખ થાય ॥ ૨॥ અર્થ :– આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં થયેલા ૨૪ તીર્થંકર ભગવંતોમાં શ્રી શંખેશ્વર નગરની અંદર બીરાજમાન એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુ ત્રેવીસમા તીર્થંકર પ્રભુ છે. કે જેમના ચરણકમલની ઉપાસના-પૂજા શ્રી ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવી નિત્ય કરે છે. ॥ ૧॥ જે પાર્શ્વનાથ પ્રભુની પાસે પાર્શ્વનામનો યક્ષ શોભે છે. અને ચિત્ત સ્થિર કરીને પાર્શ્વનાથ પ્રભુની સેવા કરે છે. તે પાર્શ્વનાથ પ્રભુ પુરુષાદાણી (સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ આદેયવાળા) છે. જેમનું ધ્યાન કરતાં કરતાં અવશ્ય મુક્તિસુખ મળે જ છે. ॥ ૨॥ ' Page #15 -------------------------------------------------------------------------- ________________ 10 વાસ્તુક-પૂજા વિધિ વાસ્તુપૂજા ઘરતણી, કરતાં સુખ વિશાળ | ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપજે, હોવે મંગલ માળ ૩ પંચ પંચ વસ્તુ થકી, શંખેશ્વર પ્રભુ પાસ / પૂજો ભવિ ભાવે કરી, સફળ હોવે મન આશ /૪ ચિંતામણી સમ પાર્શ્વનાથ, પાર્શ્વમણિ સમ નામ ! ધ્યાતાં ગાતાં પ્રાણીનાં, સિઝે સઘળાં કામ પણ નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ભણાવવા યોગ્ય એવી વાસ્તુક-પૂજા (વસવાટ માટેની પૂજા) અમે કહીએ છીએ. જે પૂજા કરતાં વિશાળ એવા સુખની પ્રાપ્તિ થાય છે. ઋદ્ધિ-ધન ધાન્યાદિ), વૃદ્ધિ (આબાદી-ચઢતી) અને સુખ (સાનુકુળતાઓ) મળે છે. અને ચારે તરફ મંગળ માળા થાય છે. જે ૩ જળ-પૂજાદિ અષ્ટપ્રકારી પૂજાના આઠે સાધનો (જળેકળશ, કેશરની વાટકી ફૂલનો હાર, ધૂરંધાણું દીપક, અક્ષતના સાથીયા, નૈવેદ્ય અને ફળ) પાંચ પાંચ લાવીને હૈયામાં ઉમદા ભાવો ધારણ કરીને હે ભવ્યજીવો શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની એવી પૂજા કરો કે જેનાથી મનની સઘળી આશાઓ પૂર્ણ થાય. / ૪ આ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ સાક્ષાત્ ચિંતામણી રત્નસમાન છે. “પારસમણીની સમાન જેનું નામ છે. જેમ પારસમણીના સ્પર્શમાત્રથી લોખંડ સુવર્ણ બની જાય છે. તેમ પાર્શ્વનાથનું નામ માત્ર લેવાથી બહિરાત્મા પરમાત્મા બની જાય છે.) તેવા પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરતાં અને ગાનતાન-નૃત્યાદિ રૂપ ભક્તિ કરતાં પ્રાણીઓનાં સઘળાં કામ સિદ્ધ થ્રાય છે. તે પણ Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત ઢાળ | મલ્લિજિન વંદીએ ભવિ ભાવે રે I એ દેશી II શંખેશ્વર પાસ પ્રભુ નિત્ય ગાવો રે. શાશ્વત શિવ કમલા પાવો || શંખેશ્વર કાશીદેશ વાણારસી ગામ રે, વિશ્વસેન રાજા અભિરામ રે, વામાં માતા સુખ વિશ્રામ શંખેશ્વર ૧// પ્રભુ માત કુખે જબ આયા રે, ઇંદ્ર ચોસઠ સુરગિરિ લાયા રે | સુરાસુર મનમાં હરખાયા | શંખેશ્વર તેરા અર્થ– શંખેશ્વર નામના તીર્થમાં બીરાજમાન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના હંમેશાં ગુણગાન ગાવો. અને તેવા પ્રકારની ઉત્તમ ભક્તિભાવનાથી સદાકાળ રહેનારી એવી મુક્તિરૂપી લક્ષ્મી પામો. શાશ્વત એવી મુક્તિલક્ષ્મીને વરો. કાશી નામના સુપ્રસિદ્ધ દેશમાં, વારાણસી નામનું ગામ છે. ત્યાં વિશ્વસેન નામના મનને ગમી જાય તેવા રાજા છે. તેમનાં વામાદેવી નામના ધર્મપત્ની છે. તે રાજા-રાણી સુખપૂર્વક પોતાના સંસાર સંબંધી વ્યવહાર કરતા છતા ઘરમાં રહેલા છે. ||૧|| તેવામાં પાર્શ્વનાથ પ્રભુ (દશમા દેવલોકથી ચ્યવીને) જ્યારે વામાં માતાની કુક્ષીમાં પધાર્યા. અને નવ માસ આદિનો ગર્ભ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વાસ્તુક-પૂજા વિધિ એકલાખ ને સાઠ હજાર રે / આઠ જાતિ કલશ મનોહાર રે પ્રભુ હવણ કરે જયકાર | શંખેશ્વર Iણ. કાળ જ્યારે પૂર્ણ થયો ત્યારે જન્મ પામ્યા. ત્યારે ચોસઠ ઇદ્રો પ્રભુને મેરૂગિરિ ઉપર (જન્મ મહોત્સવ કરવા માટે) લઈ આવ્યા. તે વખતે ત્યાં આવેલા દેવો (જ્યોતિષ્ક અને વૈમાનિક) તથા દાનવો (ભવનપતિ અને વ્યંતરો) હૈયામાં ઘણું હરખાયા. // રા સોનાના, રૂપાના, તાંબાના, માટીના ઇત્યાદિ રીતે આઠે પ્રકારના થઈને કુલ એકલાખ અને સાઠ હજાર જે કલશાઓ છે તેનાથી ૧૦૦ ગુણા કળશાઓ વડે સર્વે દેવો સાથે મળીને આત્માના વિજયને અપાવનારો એવો પ્રભુનો ઉત્તમ જલાભિષેક કરે છે. તે ૩. ૧. ચોસઠ ઇંદ્ર આ પ્રમાણે છે– દશ ભવનપતિના, આઠ વ્યંતરના, આઠ વાણવ્યંતરના એમ ૨૬ જાતિના દેવોના બે બે હોવાથી ર૬૪ર પર, જ્યોતિષ્ફનિકાયના ચંદ્ર-સૂર્ય, વૈમાનિક નિકાયના આઠ દેવલોકના ૮, નવમા-દશમા દેવલોકના ૧, અને અગ્યારમા–બારમા દેવલોકના ૧, એમ કુલ ૫૨+૨+૦+૧+૧=૬૪ ઇદ્રો જાણવા. ૨ સોનાના, રૂપાના, તાંબાના, રત્નના, માણેકના, માટીના એમ જુદી જુદી આઠ જાતિના આઠ આઠ હજાર કલશાઓ ૮૪૮000=૬૪000 કલશાઓ એક અભિષેકમાં હોય છે. એવા ર૫૦ અભિષેકો હોય છે. ૬૪ ઇદ્રોના ૬૪ વિગેરે અઢીસો અભિષેકની હકીકત સ્નાત્રા-પૂજામાં આવે છે. ૨૫૦૪૬૪000= ૧,૬૦,૦૦,૦૦૦ એમ એક ક્રોડ સાએઠલાખ કળશાઓ વડે અભિષેક કરે છે. ગાથામાં એકલાખ અને સાએઠહજાર જે કહ્યા છે. ત્યાં ૧૦૦ ગુણા” અધ્યાહારથી સમજી લેવું. Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત ઈંદ્રાણીઓ હસતી ગાતી રે ! જિનદર્શન કરી હરખાતી રે નાટક કરી મન માહી શંખેશ્વર જ એવા પાર્થ પ્રભુ ઘર લાવો રે | શુભ સિંહાસન પધરાવો રે ! પ્રભુ હવણ કરી સુખ પામો શંખેશ્વર | ૫ | રોગ શોક સહુ દૂર નાશે રે પ્રભુ શ્રદ્ધા મનમાં વાસે રે શાશ્વત પદ બુદ્ધિ ભાસે રે / શંખેશ્વર ૬I - ત્યાં આવેલી સર્વે ઇદ્રાણીઓ પ્રભુનું મુખ જોઈ જોઈને ઘણું જ હસતી, ગાયન ગાતી, અતિશય હરખાય છે. અને પ્રભુની સામે નાટકો કરીને મનમાં ફૂલાય છે. આનંદમાં ગરકાવ થાય છે. જો જે પ્રભુના દેવોએ જલાભિષેક કર્યો છે અને ઈંદ્રાણીઓએ જેઓની સામે ગાન-તાન અને નૃત્યો કર્યા છે એવા પાર્શ્વનાથ પ્રભુને ઘેર લાવીને ઉંચા અને ઉત્તમ એવા સિંહાસન ઉપર પધરાવો, તથા પ્રભુનો જલાભિષેક કરીને મનમાં ખૂબ આનંદ-સુખ પામો. પી. જો પાર્શ્વનાથ પ્રભુ ઉપરની શ્રદ્ધા મનમાં વસી જાય તો રોગ અને શોક વિગેરે સર્વે દુઃખો દૂર ભાગી જાય. અને શાશ્વતપદ (મુક્તિપદ) બુદ્ધિમાં વસી જાય (જામી જાય) અહીં ગર્ભિત રીતે “બુદ્ધિ” શબ્દથી કર્તા એવા બુદ્ધિસાગરસૂરિજીએ પોતાના નામને સૂચવ્યું છે. I૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક-પૂજા વિધિ મંત્ર - ૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હૂ ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા ! -- - - મંત્રનો અર્થ- હીં એવા મંત્રાલર સહિત ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાલરપૂર્વક અમારા નમસ્કાર હોજો. સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતાં જન્મ-જરા અને મૃત્યુ આદિનાં દુઃખોનું નિવારણ કરવા માટે અને તુચ્છ ઉપદ્રવોની શાન્તિ કરવા માટે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ. પ્રથમ પૂજા સમાપ્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ (દ્વિતીય પૂજાય છે || દુહા | સ્નાત્ર ભણાવી પાર્શ્વનું, પૂજા કીજે સાર | પૂજક પૂજ્યની પૂજના, સમજી જે સુખકાર બેઉ પાસે વીંઝીએ, ચામર ચાર ઉમંગ / દર્પણ પ્રભુ આગળ ધરો, હો જય જય રંગ રા ઢાળ // સુતારીના બેટા તુને વિનવું રે લોલ-એ દેશી | પ્રભુ પાર્થ જિનેશ્વર ગાઈએ રે લોલ શ્રી શંખેશ્વર પ્રભુ નામ જો ! અર્થ :– પાર્શ્વનાથ પરમાત્માનું સ્નાત્ર ભણાવીને હવે પ્રભુજીની શ્રેષ્ઠ પૂજા કરીએ. પૂજ્ય એવા પરમાત્માની કરાયેલી આ પૂજના (પૂજા) પૂજકને (પૂજા કરનારને) સદા સુખ કરનારી છે. એમ જાણવું. ૧. - પરમાત્માની બન્ને બાજુ મનોહર એવાં બે ચામર ઉમંગપૂર્વક વીંઝીએ. પરમાત્માની આગળ દર્પણ ધારણ કરીએ. કે જેના પ્રભાવથી જગતમાં સર્વત્ર જય જયનો રંગ (આનંદ) ફેલાય. રા. અર્થ:- પાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુના ગુણો આપણે સાથે મળીને ગાઈએ. તથા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નિરંતર નામ Page #21 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક-પૂજા વિધિ તુજ નામથી નવનિધિ સંપજે રે લોલ ! મનવાંછિત સીઝે કાજ જો | નામ રૂડું શંખેશ્વર પાસનું રે લોલ | મિથ્યાત્વદશા દૂર થાય જો ! શુદ્ધ શ્રદ્ધા હૃદય પ્રગટાય જો કે નામ રૂ શંખેશ્વર ! ૧ પૂજા વાસ્તુક દોય પ્રકારની રે લોલ ! શુભ-અશુભ ભેદે કહાય જો. લઈને તેમનું ધ્યાન કરીએ, જાપ કરીએ. કારણ કે હે પાર્શ્વનાથ પ્રભુ તમારા નામ માત્રથી આ જીવને નવનિધિ પ્રાપ્ત થાય છે. તથા મન માત્રમાં ઇચ્છેલા સર્વે કાર્યો સિદ્ધ થાય છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ અતિશય ઘણું રૂડું છે. તેનાથી મિથ્યાત્વ અવસ્થાવાળી આત્માની દશા દૂર થાય છે. તથા વીતરાગ પરમાત્મા પ્રત્યે અને તેમના શાસન પ્રત્યે શુદ્ધ-શ્રદ્ધા હૃદયમાં પ્રગટ થાય છે. આવા પ્રભાવવાળું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ ઘણા જ કલ્યાણને કરનારૂં હોવાથી અત્યન્ત રૂડુ અને રૂપાળુ (સુંદર) છે. ૧ કોઈપણ નવું ઘર લીધું હોય અથવા બનાવ્યું હોય, અથવા બનાવરાવ્યું હોય. તેમાં વસવાટ કરવા જવાનું હોય તે સમયે ૧. ભરતક્ષેત્રમાં વૈતાદ્યપર્વતની પાસે ગંગા-સિંધુ નદીના કાંઠે પાતાળમાં જુદી જુદી વસ્તુઓના નવ ભંડારો હોય છે. આગગાડીના ડબ્બા જેવા આ ભંડારોમાં સોનું રૂપુ હીરા માણેક મોતી શસ્ત્રો તથા અનેક બીજી વસ્તુઓ હોય છે. ચક્રવર્તી છખંડ જીતે ત્યારે તેમના પુણ્યોદયથી દેવાધિષ્ઠિત એવી તે ૯ નિધિઓ પાતાલમાર્ગ દ્વારા ચક્રવર્તીના નગરમાં આવીને રહે છે અને ચક્રવર્તી તેનો ઉપયોગ કરે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત દ્રવ્ય વાસ્તુકપૂજાના એ કહ્યા રે લોલ તે હરખે કહું ચિત્ત લાય જો.. નામ રૂડું શંખેશ્વર પારા ઘર મહેલ કરાવી તેડીયે રે લોલ ! બ્રાહ્મણ હોમાદિક વાસ જો ! વેદ ગાયત્રી મંત્ર ભણાવીએ રે લોલ બ્રાહ્મણ જમાડીએ ખાસ જો | નામ રૂડું શંખેશ્વર IIકા ભણાવાતી ભગવાનની પૂજાને વાસ્તુકપૂજા કહેવાય છે. તે વાસ્તુકપૂજાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. બને પૂજાના એક શુભવાસ્તુકપૂજા અને બીજી અશુભવાસ્તુકપૂજા. એમ શુભ-અને અશુભના ભેદથી વાસ્તુકપૂજા બે-બે પ્રકારની છે. દ્રવ્યો (ખાવા-પીવા આદિની પૌગલિક વસ્તુઓ) જે પૂજામાં ભગવાનને અર્પણ કરાય તે દ્રવ્યપૂજા–આવા પ્રકારની દ્રવ્યવાસ્તુક-પૂજાના પણ બે પ્રકારો શાસ્ત્રોમાં કહ્યા છે. તે બે ભેદોનું વર્ણન ચિત્તમાં હર્ષ લાવીને હવે હું સમજાવું છું. રા હવે પ્રારંભમાં સમજાવાતી આ વાસ્તુકપૂજા તે અશુભ દ્રવ્યવાસ્તુપૂજા કહેવાય છે. તે કરવા જેવી નથી. પણ ત્યજવા જેવી છે. અન્યધર્મીઓમાં કરાય છે. તેથી તે સમજાવે છે કે રહેવા માટેનું ઘર અથવા મહેલ બનાવીને યજ્ઞો મંડાવીએ અને તેમાં હોમ-હવન કરીએ- કરાવીએ. તથા પશુ વગેરે લાવીએ અને તેવાં પશુઓને હોમીને તેના માંસના ભક્ષણ Page #23 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક-પૂજા વિધિ દેવ દેવી બ્રહ્માદિક પૂજીએ રે લોલ .. પાડા બુદ્ધિએ કોળુ કપાય જો | મરી નરકતણાં દુઃખ ભોગવે રે લોલ મિથ્યા વાસ્તુક પૂજામાં પાપ જો ! I નામ રૂડું શંખેશ્વર જા ફળ શ્રીફળ પ્રમુખને હોમતાં રે લોલ | પંચેન્દ્રિય હિંસા થાય જો ! અપમંગળ એહ ખરૂ કહ્યું રે લોલ માટે બ્રાહ્મણોને તેડાવીએ. તથા તે હોમહવન કરતાં વેદમાં કહેલા ગાયત્રી આદિ મંત્રો બોલીએ અને બોલાવીએ. અને હોંશે હોંશે બ્રાહ્મણોને જમાડીએ. મારા - મિથ્યાદષ્ટિ દેવ-દેવીઓ તથા બ્રહ્મા-વિષ્ણુ મહેશ શંકરપાર્વતી, સીતા-રામ, રાધા-કૃષ્ણ, ઇત્યાદિને પૂજીએ. પાડાને મારીને હોમહવનમાં હોવાની બુદ્ધિથી મોટું કોળું કાપીએ, આ બધી (પાપ) ક્રિયાવાળી જે. પૂજા તે અશુભ વાસ્તુકપૂજા છે. જે કરવાથી મૃત્યુ બાદ આ જીવ નરકનાં દુઃખો ભોગવે છે. આવા પ્રકારની મિથ્યા વાસ્તુકપૂજામાં અત્યન્ત ઘણું પાપ છે, માટે તે કરવા જેવી નથી. જો ઘેટાં-બકરાં આદિ કોઈપણ પ્રાણીને હોમહવનમાં હોમવાની બુદ્ધિ રાખીને સફરજન સંતરાં આદિ કોઈ ફળો અથવા શ્રીફળ વગેરે પદાર્થો હોમીએ તો ત્યારે ઘેટાં-બકરાં રૂપ પંચેન્દ્રિયજીવોને Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત અશુભ વાસ્તુક પૂજા કહાય જો || ' નામ રૂડું શંખેશ્વર પા શુભ વાસ્તુક પૂજા વર્ણવું રે લોલ જેનું રૂડું વિશાળ સ્વરૂપ જો | બુદ્ધિ શાશ્વત સંપદા પામીએ રે લોલ પાસ નામ તે મંગળ રૂપ જો ! | | નામ રૂડું શંખેશ્વર દા. હણવાની બુદ્ધિ હોવાથી પંચેન્દ્રિય જીવની હિંસા કર્યાનું પાપ લાગે છે. વસવાટ કરવા માટે આવી હિંસા કરવી કે હિંસાવાળી પૂજા કરવી, કરાવવી કે હિંસાની બુદ્ધિ રાખીને શ્રીફળ પધરાવવું ઇત્યાદિ તે સઘળું ખરેખરૂ (વાસ્તવિકપણે) અપમંગળ જ કહેવાય છે. અકલ્યાણ કરનાર જ બને છે. અહીં સુધી જે કંઈ સમજાવ્યું તે સઘળી અશુભ દ્રવ્ય વાસ્તુક પૂજા તથા મલીન આશય હોવાથી અશુભ ભાવ વાસ્તુક પૂજા કહેવાય છે. પણ હવે પછીની ત્રીજી-ચોથી અને પાંચમી પૂજામાં “શુભ વાસ્તુક” પૂજા નામનો બીજો ભેદ હું તમોને સમજાવું છું. જેનું સ્વરૂપ ઘણું જ સુંદર છે. અને અત્યન્ત વિશાળ છે. શુભ વાસ્તુકપૂજા ભણાવતાં અને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ માત્ર જ લેતાં આપણા જીવો નિર્મળબુદ્ધિ અને શાશ્વત સંપત્તિ • • “I "" Page #25 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક-પૂજા વિધિ મંત્ર- ૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હી” ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય ક્ષુદ્રોપદ્રવશમનાય જલં, ચંદન, પુષ્પ, ધૂપં, દીપં, અક્ષતં, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા || ૨૪ પામે છે. (આ ગાથામાં પણ “બુદ્ધિ શાશ્વત સંપદા’ પદમાં બુદ્ધિ શબ્દ લખીને કર્તાએ પોતાનું નામ સૂચિત કર્યું છે.) તથા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આ નામ મંગળ રૂપ છે. આત્માના કલ્યાણને કરનારૂં છે. IIFI મંત્રનો અર્થ– હી એવા મંત્રાક્ષર સહિત ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાક્ષરપૂર્વક અમારા નમસ્કાર થજો. સંસારમાં પ્રત્યેક ભવોમાં પ્રાપ્ત થતા જન્મ-જરા-મૃત્યુ આદિનાં દુઃખોનું નિવારણ કરવા માટે અને તુચ્છ ઉપદ્રવોની શાન્તિ માટે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ. બીજી પૂજા સમાપ્ત Page #26 -------------------------------------------------------------------------- ________________ WEIG\/BI]T]IND તૃતીયપૂજા | દુહા || શુભ વાસ્તુકપૂજા કહું, આણી અતિશય ભાવ | સ્વર્ગાદિક સુખ પામીએ, હોવે શિવસુખ દાવ ૧ દેવ તે અરિહંત જાણીએ, દોષ રહિત અઢાર | ગુરુ સુસાધુ મહાવ્રતી, પાળે પંચાચાર //રા જિનવર ભાષિત સત્ય છે, જૈનધર્મ જગ જોય | સુખ દુખ હોવે કર્મથી, અવર ન કર્તા હોય પૂર્વે કહેલી પૂજામાં જેમ અશુભ વાસ્તુક પૂજા સમજાવી તથા તેનાં નરકમાં જવાનાં દુ:ખદાયી ફળો સમજાવ્યાં. તેમ હવે હું તમને શુભ દ્રવ્ય વાસ્તુકપૂજા સમજાવું છું. હૈયામાં અતિશય ઉમંગ (ભાવ) લાવીને આ શુભ પૂજા વર્ણવું છું. જે પૂજા ભણાવવાથી સ્વર્ગાદિકનાં સુખો તથા મુક્તિનાં સુખોને માર્ગ પ્રાપ્ત થાય છે. ૧ અરિહંત પરમાત્મા” એ જ સાચા દેવ છે. કે જેઓ અઢારે દોષોથી રહિત છે. “પવિત્ર સાધુ મહારાજશ્રી” એ જ સાચા ગુરુ છે કે જેઓ પાંચ મહાવ્રતધારણ કરનારા છે અને પાંચ આચારને પાળનારા છે. 1ર." જૈન ધર્મ” જ આ જગતમાં સાચો ધર્મ છે કે જે Page #27 -------------------------------------------------------------------------- ________________ વાસ્તુક-પૂજા વિધિ --- -- - - અનિહાં રે જવણ કરો જિનરાજને-એ દેશી અનિહાંરે વાસ્તુકપૂજાશુભકીજીએરે,તજીઅવરદેવની આશા સુપાત્રે દાન દીજીએ રે, સૂત્ર શ્રવણરુચિ અભિલાષ !! શ્રી શંખેશ્વર પ્રભુ પાસજી રે ૧ ભવિભાવે દ્રવ્યાર્થિક નયે કરી રે, શાશ્વત છે લોકાલોક કર્તા તેહનો કો નહીં રે, કિમ કર્તા માનીએ ફોક છે શ્રી શંખેશ્વર પાર જિનેશ્વર પરમાત્માએ બતાવ્યો છે. આ સંસારમાં જે કંઈ સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. તે આપણા પોતાનાં બાંધેલા કર્મોથી જ થાય છે. પરંતુ આપણા સુખ દુઃખનો કર્તા બીજો કોઈ નથી. ૩ અર્થઃ - અહીંયા હવે શુભ દ્રવ્ય વાસ્તુકપૂજા કરવી જોઇએ તે સમજાવે છે કે બીજા બધા દેવોની આશા ત્યજીને (અન્ય દેવોની પૂજા ત્યજીને, માત્ર એક નિઃસ્પૃહા વિનાના એવા વીતરાગ પરમાત્માની જ જે વાસ્તુક પૂજા છે. તે જ શુભ વાસ્તુકપૂજા છે. તથા સાધુ સંતો, મહાત્મા પુરુષો અને દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા આદિ સુપાત્રોમાં દાન આપીએ, તથા જિનેશ્વર પરમાત્માનાં કહેલાં સૂત્રો તથા તેના અર્થો સાંભળવામાં અતિશય રૂચિ પ્રીતિ અને અભિલાષા રાખીએ. (એ જ શુભદ્રવ્યવાસ્તુકપૂજા છે.) |૧|| ચૌદરાજ પ્રમાણ લોક અને અનંત અલોક એવો આ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત - ૨૭ ઉર્ધ્વ અધો અને તિચ્છલોકની રે, સ્થિતિ છે અનાદિ અનંતા કર્તા તેહનો કો નહીં રે, ઇમ ભાખે શ્રી ભગવંત શ્રી શંખેશ્વર પારા નવતત્ત્વ ષડદ્રવ્ય છે નિત્ય શાશ્વતાં રે, દ્રવ્યગુણ પર્યાય રૂપા દો ભેદે જીવ દાખીયો રે, તસ લક્ષણ છે ચિરૂપ છે ( શ્રી શંખેશ્વર સજા લોકાલોક ભવિભાવે એટલે ભવિતવ્યતાથી જ (સહજ રીતે જ પોતાની મેળે જઈ રહેલો છે. અને તે દ્રવ્યાર્થિક નયથી (દ્રવ્યદૃષ્ટિએ) શાશ્વત (કાયમ રહેનાર) છે. અર્થાત્ પર્યાયાર્થિક નયથી ઉત્પાદ વ્યયવાળો હોવા છતાં પણ આ લોકાલોક દ્રવ્યથી સદા નિત્ય છે. આ લોકાલોકનો કોઈ કર્તા છે જ નહીં. તેથી તેનો કર્તા માનવા માટે શા માટે ખોટી યુક્તિઓ ફોગટ લગાડવી. રા કંઈક ન્યૂન સાતરાજ પ્રમાણ ઉવ્વલોક, કંઈકન્યૂન સાતરાજ પ્રમાણ અધોલોક અને અઢારસો યોજનનો તિછલોક એમ આ ત્રણે લોકની સ્થિતિ (હયાતી-વિદ્યમાનતા) સહજ પણે અનાદિકાળથી જ છે અને અનંતકાળ રહેશે. આ લોકાલોકનો તથા ત્રણે લોકનો કોઈ કર્તા છે જ નહીં એમ શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કા * નવતત્ત્વ અને છ દ્રવ્યો અનાદિ અનંતકાળવાળાં હોવાથી હંમેશાં શાશ્વત છે. તથા ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યો દ્રવ્યાત્મક ગુણાત્મક અને પર્યાયાત્મક છે. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. તથા સાંસારિક અને મુક્ત એમ જીવો બે પ્રકારના છે. અથવા ત્રસ અને સ્થાવર એમ પણ (સાંસારિક) જીવો બે પ્રકારના શાસ્ત્રોમાં For Private & Personal Use Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વાસ્તુક-પૂજા વિધિ પરિણામી પુગલજીવદો જાણીએરે, અનાદિ સંબંધવિચારો કર્તા કર્મનો આતમા રે, તેમ ભોકતા હૃદયે ધાર ! I શ્રી શંખેશ્વર પો. શુભાશુભકર્મ ગ્રહી ભોગી આતમારે, વેદેસાતાઅસાતાદાયી દેવ મનુજ નારક તિરિ રે, ચઉગતિમાં ભટકે જોય ! શ્રી શંખેશ્વર દા. કહ્યા છે. “ચિરૂપ”=જ્ઞાનવાળાપણું એ જીવનું લક્ષણ છે. જ્યાં ચૈતન્ય ત્યાં જીવ અને જ્યાં જીવ ત્યાં ચૈતન્ય હોય છે. માટે તરં–તે જીવનું ચેતના એવું જ સ્વરૂપ, એ જ સાચું લક્ષણ છે. જો પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય અને જીવાસ્તિકાયદ્રવ્ય આ બે દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી છે. એટલે કે પરિવર્તનશીલ છે. તથા આ બે દ્રવ્યોનો પરસ્પર એકમેક સંબંધ અનાદિકાળથી છે. આ આત્મા જ કર્મોનો કર્તા છે તથા કરેલાં કર્મોનો ભોક્તા છે. એમ હૃદયમાં સમજો. પી. ભોગોમાં આસક્ત બનેલો એવો આ આત્મા પુણ્ય અને પાપરૂપ બે પ્રકારનાં શુભાશુભ કર્મો બાંધીને તેના ઉદયરૂપે સાતા અને અસાતા એમ બે પ્રકારની વેદનાને વેદતો છતો આ જીવ દેવ મનુષ્ય, નારકી અને તિર્યંચ એમ ચારે ગતિમાં ભટકે છે, રખડે છે. એમ તમે શાસ્ત્રોથી દેખો. ૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત ૨૯ કિીધાં પુણ્ય પાપ તે ભોગવે રે, પર પુગલ સંગે ખાસી રાચ્યોમાથ્યો પુદ્ગલમાં વસ્યોરે,બન્યો પુગલનો જીવદાસા !! શ્રી શંખેશ્વર છો પ્રભુ પૂજા કરતાં પ્રાણીયા સુખ લહે રે, નાશ કર્માષ્ટક પાસા સામી વચ્છલ નવકારશી રે, હેતુ સુખનાં દીસે ખાસ / શ્રી શંખેશ્વર ll૮. શુભ ભાવે નૈવેદ્ય થાળમાં મૂકીને રે,પ્રભુ આગળ ધરીએ ચંગી રત્નત્રયી કમળા વરે રે, બુદ્ધિ શાશ્વત પદ રંગ ! શ્રી શંખેશ્વર હા પોતે કરેલાં જ પુણ્ય અને પાપ આ જીવ ઉદયથી ભોગવે છે અને તે પણ પર એવા પુદ્ગલદ્રવ્યોના સંબંધ દ્વારા મોહાધીન થયો છતો ખાસ કર્મો બાંધીને તેને ભોગવે છે. આ જીવા પુદ્ગલદ્રવ્યોના સુખમાં જ રાચી માચીને તેમાં જ તન્મય થયો છતો વસે છે. તેથી જ આ જીવ પૌગલિક સુખોનો દાસ બની ચૂક્યો છે. પર દ્રવ્યને આધીન બની ચૂકયો છે. જિનેશ્વરપ્રભુની પૂજા કરવાથી આ જીવો આત્મિક સુખને પામે છે અને ખાસ કરીને આઠે કર્મોની જાળનો નાશ થાય છે. નવા ઘરના વસવાટ કાળે સાધર્મિક વાત્સલ્ય કરવું. નવકારશી (નવકાર ગણનાર સર્વેને જમાડવા) કરવી. ઇત્યાદિક ધર્મનું આચરણ કરવું એ જ સુખનું ખાસ કારણ શાસ્ત્રોમાં દેખાય છે. Iટા હૈયામાં શુભ ભાવ (ઉંચા ભાવ) ધારણ કરીને થાળમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વાસ્તુક-પૂજા વિધિ - મંત્ર- ૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય Qી ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા , મનોહર નૈવેદ્ય મૂકીને પ્રભુજીની આગળ ધરીએ. આ સઘળી શુભદ્રવ્ય વાસ્તુપૂજા છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર આત્મક રત્નત્રયી સ્વરૂપ લક્ષ્મી આ જીવને વરે છે. અને શાશ્વતપદ જે મુક્તિ છે તેના રંગવાળી (તેના પ્રત્યે પ્રીતિવાળી) બુદ્ધિ થાય છે. (અહીં બુદ્ધિ શબ્દથી પૂજાના કર્તાનું નામ સૂચિત થાય છે.) આ પ્રમાણે દ્રવ્યવાસ્તુપૂજાના અશુભ અને શુભ એમ બે પ્રકાર સમજાવ્યા. હવે શુભભાવવાસ્તુ પૂજા સમજાવીશું. પેલો મંત્રનો અર્થ– ડ્રીં એવા મંત્રાલર સહિત શ્રી ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાક્ષરપૂર્વક અમારા નમસ્કાર હોજો. અસાર એવા આ સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતા એવા જન્મ જરા અને મૃત્યુ આદિનાં દુઃખોનું નિવારણ કરવા માટે તથા તુચ્છ એવા ઉપદ્રવોની શાન્તિ અર્થે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા પૂજા કરીએ છીએ. || ત્રીજી પૂજા સમાપ્ત છે Page #32 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થપૂજા કે | દુહા શરીર પુદ્ગલમાં વસ્યો, પુદ્ગલ માની ગેહ | પરભવ સાથ ન આવતું, ક્ષણમાં નાશી તેહ ૧૫, દેહ અનંતા છંડીયા, ભટકી આ સંસાર | લાખ ચોરાશી હું ભમ્યો, તાર તાર પ્રભુ તાર IPરા. આ પુદ્ગલ (શરીર) એ જ મારું ઘર છે એમ માનીને હે પ્રભુ! શરીરરૂપી પુદ્ગલના ઘરમાં હું ઘણું રહ્યો. પરંતુ આ શરીર પરભવમાં જતાં ક્યાંય સાથે આવ્યું નથી. આવતું નથી અને આવશે પણ નહીં. આ શરીર તો ક્ષણ માત્રમાં વિનાશ પામનારૂં એટલે કે નાશ પામનારૂં આ ઘર છે. આ સંસારમાં બહુ સ્થાનોએ ભટકી ભટકીને એટલે કે ચોર્યાશી લાખ યોનીઓમાં હું ઘણું ભમ્યો છું અને આવાં અનંતાં શરીરો મેં પ્રાપ્ત કરીને છોડેલાં છે. તેથી હે પ્રભુ! તું મને આ સંસારથી તાર, તાર, તાર. આર. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વાસ્તુક-પૂજા વિધિ ઢાળ (સાંભળજો મુનિ સંયમ રાગી, ઉપશમ શ્રેણી ચઢીઆ રે-એ દેશી) શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ નિત્ય, મન મંદિરમાં ધરીએ રે। ધ્યાવી ગાવી પાપ ગુમાવી, શ્રદ્ધા સમકિત વરીએ રે ।। શ્રી શંખેશ્વર ૧ યાદવલોકની જરા નિવારી, ષડ્દર્શન વિખ્યાત રે । વામાનંદન જગ જન વંદન, નમતાં પાવન ગાત્ર રે । શ્રી શંખેશ્વર ॥૨॥ પર પરિણતિથી અષ્ટકર્મગ્રહી, પરભોગી પરકર્તા રે । અર્થ :- શ્રી શંખેશ્વરમાં બીરાજમાન એવા પાર્શ્વનાથ પ્રભુજીને હંમેશાં આપણે પોતાના મન રૂપી મંદિરમાં ધારણ કરીએ અને તે પરમાત્માનું ધ્યાન કરીને ગુણગાન ગાઇને પૂર્વે કરેલાં પાપોને ગુમાવીને શ્રદ્ધારૂપી સમ્યક્ત્વગુણને મેળવીએ (પ્રાપ્ત કરીએ.) ||૧|| જે આ પાર્શ્વનાથ પ્રભુએ (કૃષ્ણ મહારાજા અને જરાસંઘના યુદ્ધ પ્રસંગે) યાદવકુલ ઉપર મૂકાયેલી જરાનું (એવા પ્રકારની તુચ્છ વિદ્યાનું) નિવારણ કર્યું છે. એવા, તથા છએ દર્શનોના અનુયાયીઓમાં અને શાસ્ત્રોમાં જે અતિશય પ્રસિદ્ધ છે એવા તથા વામારાણીના પુત્ર અને જગતના સર્વજીવોને વંદનીય એવા શ્રીપાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરવાથી આપણા શરીરનાં ગાત્રો (અવયવો-હાથ, પગ વ.) પવિત્ર થાય છે.રા Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત ૩૩ અતુલબલી પણ કર્મ પિંજરમાં, વસીયો નિજગુણ ધર્તા રે શ્રી શંખેશ્વર હા ઔદારિક વૈક્રિય આહારક, તૈજસકાર્પણ પંચ રે ! પંચ શરીર ઘર માની વસીયો, કરતો કર્મનો સંચ રે || શ્રી શંખેશ્વર જા સુરાપાની ભક્તો કરી વળી, ધતુર ભક્ષક જેમ રે | અવળી પરિણતિથી આ આત્મા, સ્વરૂપ ભૂલ્યો તેમ રે ! || શ્રી શંખેશ્વર પા. પોતાના અનંતગુણોને ધારણ કરનારો હોવા છતાં પણ આ આત્મા પરપરિણતિથી (પર એવા પુદ્ગલ અને પર એવા અન્ય ચેતન દ્રવ્યો પ્રત્યે મારાપણાની રાગાદિભરી બુદ્ધિથી) આઠ . કર્મોને બાંધનારો થયો, પર દ્રવ્યોનો ભોગી બન્યો, પરભાવદશાનો કર્તા બન્યો, અતુલ (જેની કોઈની સાથે સરખામણી ન થાય) એવા બળવાળો પણ આ આત્મા કર્મરૂપી પાંજરામાં પુરાઈ ગયો છે. પરાધીન થઈ ગયો છે. કા. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એવાં પાંચ શરીરોને “આ જ મારૂ ઘર છે.” એમ માનીને અનંતકાલથી આ જીવ તેમાં વસ્યો છે. અને તેના પરિણામ દ્વારા આ જીવ કર્મોનો સંચય કરનારો બન્યો છે. કર્મ બાંધનારો થયો છે. જો ધતુરાનું જેણે ભક્ષણ કર્યું હોય. તેની બુદ્ધિ ધોળામાં પીળું દેખાવા રૂપે જેમ બદલાઇ જાય છે. તેમ દારૂ આદિહલકાં દ્રવ્યોનું પાન કરનારા અને માંસભક્ષણ આદિનું ભોજન કરનારા જીવોને આપણો * ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ - - - - - ભા ૩૪ વાસ્તુક-પૂજા વિધિ ભવમાં ભમતાં પુણ્યોદયથી, સદ્ગુરુ સહેજે મળીયા રો. બુદ્ધિ શિવ સુખ પામે અવિચળ, સકળ મનોરથ ફળીયા રે ! શ્રી શંખેશ્વર દા. મંત્ર- ૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હું ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા | જીવ “આ મારા સારા મિત્રો છે', એમ માની ભક્તો (મિત્રો) બનાવી અનંત સંસારમાં ઘણું ફર્યો. આવા પ્રકારની ઉલટી બુદ્ધિથી પોતાના આત્માનું સ્વરૂપ તે ભૂલી ગયો. પા અનંત એવા આ સંસારમાં ભમતાં ભમતાં પૂર્વે કરેલા કોઈ અભૂત પુણ્યોદયથી સહેજે સહેજે સદ્દગુરુ (સાચો ધર્મ સમજાવનારા મહાત્મા પુરુષો મળ્યા, આવા ગુરુની પાસેથી અવિચળ (કદાપિ ચલિત ન થાય તેવી) બુદ્ધિ અને મુક્તિસુખ આ જીવ અવશ્ય પામે જ છે. જેનાથી આ જીવના મનના સર્વે મનોરથો ફળીભૂત થયા એમ જ સમજવું. (અહીં બુદ્ધિ શબ્દથી આ પૂજાના કર્તાનું નામ પણ ધ્વનિત થાય છે.) ૬/ મંત્રનો અર્થ:- હીં એવા મંત્રાક્ષર સહિત ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાલરપૂર્વક અમારા નમસ્કાર થાઓ. આ સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતા એવા જન્મ-જરા અને મૃત્યુના નિવારણ માટે તથા તુચ્છ એવા ઉપદ્રવોના નિવારણ માટે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા પૂજા કરીએ છીએ. . Page #36 -------------------------------------------------------------------------- ________________ [ અથ પંચમ પૂજા દુહા | સદ્ગુરુ પંચમહાવ્રતી, પંચ મહાવ્રત ધાર | ભાવથી વાસ્તુકપૂરના, કહેવે અંતિસુખકાર I/૧ પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે, અચલ અમલ ગુણગાન ! શુદ્ધ બુદ્ધ પરમાતમા, ચિદાનંદ ભગવાન રા. અર્થ :– આત્માનું હિત સમજાવનારા આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તક-સ્થવિર અને સામાન્ય સાધુ એમ પાંચ પ્રકારના સગુરુ (ઉત્તમ ધર્મગુરુ) જાણવા. જેઓ પાંચ મહાવ્રતને ધારણ કરનારા હોવાથી “મહાવ્રતી” કહેવાય છે. જે ધર્મગુરુઓ આગમશાસ્ત્રોના આધારે આત્માના અત્યન્ત સુખને કરનારી એવી ભાવથી વાસ્તુકપૂજા (શુભ વાસ્તુપૂજા) આ પ્રમાણે કહે છે. (સમજાવે છે.) I૧ આ આત્મા પુદ્ગલદ્રવ્યથી (સર્વ પૌગલિક ભાવોથી) અત્યન્ત ભિન્ન છે. વળી આ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ અચલ છે. નિર્મળ છે. ગુણોનો ભંડાર છે. અત્યન્ત શુદ્ધ બુદ્ધ દ્રવ્ય છે. પરમ આત્મસ્વરૂપ છે. જ્ઞાનના આનંદમય છે. અને ભગવાન સ્વરૂપ છે. રા. ન Jáin Education International Page #37 -------------------------------------------------------------------------- ________________ - - - ૩૬ વાસ્તુક-પૂજા વિધિ ઘર આતમને ઓળખ્યું, જેનો રૂડો મહેલ | વાસ ખરો મુજ એહમાં, વસતાં શિવસુખ સહેલ ફી ઢાળ (નમો નમો રે શ્રી શત્રુંજય ગિરિવર-એ દેશી) વાસ્તુક ભાવપૂજા, નિજ ભાવે, ચેતનની શુદ્ધ દાખી રે ! વાસ વસે ચેતન જે મળે, તેહની પૂજા ભાખી રે .. || શ્રી શંખેશ્વર પાસજી ગાવો જે સદ્ગુરુઓએ આત્માનું સાચું ઘર કોને કહેવાય ? તે પોતાની જ્ઞાનદશાથી જાણ્યું છે અને તેઓ આત્માર્થી જીવોને સાચું ઘર જણાવે છે કે, આત્માને રહેવાનો મહેલ (મોહના દોષોથી રહિત હોવાથી) અત્યન્ત રૂડો (સુંદર) છે. ખરેખર તો મારા આત્માનો સ્વભાવ દશાની રમણતા સ્વરૂપ આ રૂડા મહેલમાં વસવાટ હોજો. કે જે મહેલમાં વસવાથી મુક્તિસુખના સ્વાદનો કંઈક પણ અનુભવ થાય છે. II અર્થ :-ચેતન એવા ઓ આત્માની નિજભાવમાં (સ્વસ્વભાવમાં) જે રમણતા એ જ ભાવથી શુદ્ધ (શુભ) વાસ્તુપૂજા શાસ્ત્રોમાં કહેલી છે. જે નિજ ભાવ (શુદ્ધ આત્મ સ્વભાવ)ની મધ્યે આ ચેતન વસવાટ કરે, સ્વસ્વભાવમાં રમે તેવા ઉત્તમ આત્માની જ આ ભાવથી વાસ્તુપૂજા થાય છે. આવું સ્વરૂપ કહેનારા શ્રી શંખેશ્વરમાં બીરાજમાન પાર્થપ્રભુના ગુણો ગાવો (કે જેનાથી ભવનો નિસ્તાર થાય). એ ના Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત ૩૭ અસંખ્ય પ્રદેશ આતમના જાણો, શુદ્ધ વાસ જીવ જોય રે । ગુણપર્યાય સ્વભાવ અનંતા, એકેક પ્રદેશે જોય રે । || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ર જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન ત્રિભંગી, આતમમાંહી સમાય રે । અસ્તિ નાસ્તિ સમકાલે સાધે, એવો આતમ રાય રે ।। || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ॥૩॥ પ્રત્યેક આત્માના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો છે. શુદ્ધ એવું જીવતત્ત્વ આ જ પ્રદેશોમાં વસવાટ કરે છે અન્યદ્રવ્યમાં આ જીવદ્રવ્ય વસતું નથી એમ તમે જાણો. આ આત્માના એક એક પ્રદેશોમાં અનંતા અનંતા ગુણસ્વભાવો અને પર્યાયસ્વભાવો છે એમ તીર્થંકર ભગવંતો કહે છે. સહવર્તી ધર્મો તે ગુણ અને ક્રમવર્તી ધર્મો તે પર્યાય કહેવાય છે. ર॥ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણે ભાંગાની બનેલી સુંદર ત્રિભંગી આત્માની અંદર સમાય છે. આત્મ સ્વરૂપ જાણનાર પણ આત્મા છે માટે તે જ્ઞાતા. જાણવા લાયક પણ આત્માનું સ્વરૂપ જ છે. કારણ કે તે જ પોતાનું સ્વરૂપ છે માટે તે જ્ઞેય. અને આત્મસ્વરૂપનું જાણવું તે જ્ઞાન આ ત્રણેની ત્રિભંગી આત્મામાં જ છે. આ આત્મા એક જ કાળે અસ્તિ સ્વરૂપ પણ છે અને નાસ્તિ સ્વરૂપ પણ છે. એવો આ આત્મારૂપી મહારાજા છે. અહીં જ્ઞાતા એટલે જાણનાર, એ પણ આત્મા જ છે. જ્ઞેય એટલે જાણવા લાયક સ્વરૂપ, પરમાર્થે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વાસ્તુક-પૂજા વિધિ ધમધર્મને પુદગલાકાશ, તેહ તણા પ્રદેશ રે | ગુણપર્યાય ધર્મ તસ કરો, નહીં એક જીવ ગુણ લેશ રે .. શ્રી શંખેશ્વર પાસજી ગાવો જો જાણવા જેવું છે. બાકી બધું ઉપાધિરૂપ જ છે. અને જ્ઞાન એટલે જાણવું એ પણ આત્માનો જ ગુણ છે. આ પ્રમાણે જ્ઞાતાપણું, યપણું અને જ્ઞાનપણું આ ત્રણે સ્વરૂપો આ આત્મામાં જ રહેલા છે. તથા દરેક પદાર્થો સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિત્વ ભાવવાળા છે. અને એ જ સર્વે પદાર્થો પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપ પણ છે. આ રીતે એક જ આત્મા એક જ કાળે સ્વદ્રવ્યાદિથી અસ્તિ સ્વરૂપ અને પરદ્રવ્યાદિથી નાસ્તિસ્વરૂપ છે. ફા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને આકાશાસ્તિકાય આ ચારેદ્રવ્યોના જેટલા પ્રદેશોછે. (ધર્મના અસંખ્ય, અધર્મના અસંખ્ય, પુગલના સંખ્યાત અસંખ્યાત અને અનંત, તથા આકાશમાં લોકાકાશના અસંખ્ય અને અલોકાકાશના અનંત) આ સર્વે પ્રદેશોના જેટલા ગુણસ્વરૂપ અને પર્યાયસ્વરૂપ ધર્મો છે. તે સર્વે મળીને એકજીવના ગુણોનો લેશભાગ પણ થતો નથી. અર્થાત્ આ ચારે દ્રવ્યોના સર્વ પ્રદેશોના સર્વ ગુણધર્મો અને સર્વ પર્યાયધર્મોનો સમૂહ કરો તો તે સમૂહ એક આત્મદ્રવ્યના ગુણોનો એક અંશ જેટલો પણ થતો નથી. તેનાથી આત્માના ગુણો અનંતગુણા છે. જો આ આત્મા શુદ્ધ (નિર્મળ) છે. બુદ્ધ (જ્ઞાનસ્વભાવમય) છે. પરમાત્મસ્વરૂપ (વીતરાગસ્વરૂપ) છે. અવ્યાબાધ (સર્વદુઃખ ..... Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત શુદ્ધ બુદ્ધ પરમાત્મ સ્વરૂપ, અવ્યાબાધ અભંગ રે | અવિનાશી અકલંક અભોગી, ભોગી અયોગી અસંગ રે || શ્રી શંખેશ્વર પાસજી ગાવો આપો નિત્યાનિત્યને એકાનેક, સદ્ગતભાવ વિચાર રે ! વક્તવ્યા વક્તવ્ય એ આઠ, પક્ષતણો આધાર રે ! શ્રી શંખેશ્વર પાસજી ગાવો દા મુક્ત) છે. અભંગ (અખંડ દ્રવ્ય સ્વરૂપ) છે. અવિનાશી (અનંતકાળ રહેવાવાળુ) દ્રવ્ય છે. અકલંક (સર્વ દૂષણોરૂપી કલંકોથી અને કર્મરૂપી કલંકોથી રહિત) છે. અભોગી પર દ્રવ્યજન્ય વિકારાદિ સ્વરૂપનો અભોક્તા) છે. ભોગી (સ્વદ્રવ્યજન્ય ગુણાત્મક સ્વરૂપનો ભોક્તા) છે. અયોગી (મન-વચન-કાયાદિ કર્મબંધના હેતુભૂત કરણ વીર્યાત્મક યોગોથી રહિત) છે. તથા અસંગ (અન્યદ્રવ્યોના સંગથી, તથા અન્યદ્રવ્યોની સાથેની આસક્તિથી રહિત છે. આવા પ્રકારનું શુદ્ધ આત્મદ્રવ્યનું સ્વરૂપ છે. જે નિરંતર ચિંતન મનન અને ધ્યાન કરવા યોગ્ય છે. પા આ આત્મા દ્રવ્યાર્થિકનયથી (૧) નિત્ય છે. પર્યાયાર્થિકનયથી (૨) અનિત્ય છે. સંગ્રહનયથી (૩) એક છે. વ્યવહારનયથી (૪) અનેક છે. તેવી જ રીતે આ (૫) સરૂપ (સામાન્યાત્મક), અને (૬) ભાવરૂપ (વિશેષાત્મક) પણ છે. તથા ક્રમે ક્રમે નયોની અર્પણ કરવાથી (૭) વક્તવ્ય પણ છે. અને યુગપત્પણે નયોની અર્પણ (પ્રધાન વિવક્ષા કરવાથી) (૮) Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વાસ્તુક-પૂજા વિધિ સ્વરૂપી જ્ઞાનાનંદી, ચેતન વાસ કહાય રે || સુખ અનંતુ ચેતન ઘરમાં, વચન અગોચર થાય રે ! | શ્રી શંખેશ્વર પાસજી ગાવો ૭ll. આત્મા થકી છૂટે જબ કર્મ, તબ પામે શિવસ્થાન રે ! શાશ્વત અમલ અચલપદ ભાવે, વાસ્તુપૂજા માન રે .. _| શ્રી શંખેશ્વર પાસજી ગાવો //૮ અવક્તવ્ય પણ છે. એમ પરસ્પર વિરોધી દેખાતા પરંતુ પરમાર્થે અવિરોધી એવા ૪ યુગલધર્મો એટલે કે આઠ પક્ષોના આધારભૂત આ આત્મદ્રવ્ય છે. [૬] શુદ્ધસ્વરૂપવાળા અને જ્ઞાનમાં જ આનંદ માણવાના સ્વભાવવાળા એવા આ આત્માનો ચૈતન્યસ્વભાવમાં જે વસવાટ થાય તે જ સાચો “વાસ (વસવાટ)” કહેવાય છે. કારણ કે ચૈતન્યાત્મક પોતાના ઘરમાં કરાનારો વસવાટ એટલું બધું અસંતુ (અપરિમિત) સુખ આપે છે કે જે વચનોથી કહી ન શકાય તેવું છે. છા અનાદિકાળથી આ આત્માને લાગેલાં જે જે કર્યો છે. તે કર્મો આત્માથી જ્યારે છુટાં પડે છે. ત્યારે આ આત્મા મુક્તિસ્થાન પામે છે. આવા પ્રકારનું આ મુક્તિસ્થાન શાશ્વત છે (અનંતકાળ રહેનારું છે) અમલ છે. (સર્વથા કર્મમલ તથા રાગદ્વેષાદિ ભાવમલ રહિત છે.) તથા અચલપદ છે (જે સ્થાનથી ફરીથી સંસારમાં પુનઃ જન્મ-મરણ કરવા આવવાનું જ રહેતું નથી.) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત એણી પેરે વાસ્તુકપૂજા કરશે, તે તરશે સંસાર રે ! બુદ્ધિસાગર ક્ષાયિક સમકિત, પામી લહે ભવપાર રે ! | || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ૯ો. અથ કલશ (ગાઈ ગાઈ રે એ વાસ્તુકપૂજા ગાઈ) અચલ અમલ અભંગ મહોદય, શુદ્ધ સત્તા નિજ ધ્યાયી ! સમકિત દાયક હેતે પૂજા, કરતાં હર્ષ વધાઈ રે ! એ વાસ્તુકપૂજા ગાઇ /૧ આવા આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ઘરમાં વસવાટ પ્રાપ્ત કરવા માટે અમે ભાવથી આ વાસ્તુકપૂજા બનાવી-ભણાવી છે. એમ આ વાત પ્રમાણયુક્ત જાણવી. પેટા ઉપર સમજાવ્યા પ્રમાણે જે ભવ્ય આત્માઓ (ભાવવાસ્તુ પૂજાનું લક્ષ્ય રાખીને) વાસ્તુકપૂજા કરશે (ભણશે અને ભણાવશે) તેઓ આ અપાર સંસારસાગર તરી જશે. બુદ્ધિનો મહાસાગર એવા તે મહાત્માઓ તુરંત ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરીને આ ભવસમુદ્રનો પાર પ્રાપ્ત કરશે. (અહીં બુદ્ધિ શબ્દથી આ પૂજાના કર્તાનું “બુદ્ધિસાગરસૂરિજી” એવું નામ પણ અંદર ધ્વનિત થાય છે.) હા કળશના અર્થ :- ગાઇ, ગાઈ, અરે અમે બધાએ સાથે મળીને સુંદર એવી આ (આત્માની સ્વભાવદશાની પ્રાપ્તિ રૂપ) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વાસ્તુક-પૂજા વિધિ મિથ્યા પરિણતિ નાશક તારક, આત્મ સ્વભાવે સુહાઈ ! પરમાતમ પદ પ્રાપ્તિકારક, સુખકર સમકિત દાયી રે ! છે એ વાસ્તુકપૂજા ગાઇ રા ધરણેન્દ્ર પદ્માવતી દેવી, જેહની સાથે સેવ ! સુરપતિ યતિ તતિ ભૂપતિ પૂજિત, શ્રી શંખ છે એ વાસ્તુકપૂજા ગાઇ ૩ આત્મઘરમાં વસવાની શુભભાવ વાસ્તુકપૂજા ગાઈ. અચલ (આવેલી જાય નહી તેવી), અમલ (દોષોથી રહિત) અભંગ (ભાંગી ન પડે તેવી), મહોદય (આત્માના મહાન ઉદયવાળી) એવી પોતાના આત્માની શુદ્ધ સત્તાનું જ ધ્યાન કરીને સમ્યકત્વગુણની પ્રાપ્તિ થાય એ હેતુથી આવી ભાવવાસ્તુકપૂજા કરતાં (તેની રચના કરતાં) સર્વત્ર હર્ષની વૃદ્ધિ થઇ. ||૧|| આ ભાવવાસ્તુકપૂજા અનાદિકાળથી આત્મામાં જે મિથ્યા-ભાવની પરિણતિ છે તેનો નાશ કરનારી છે. સંસારથી તારનારી છે. આત્માના શુદ્ધસ્વભાવના સુખને શોભાવનારી છે. પરમાત્મપદની પ્રાપ્તિને કરાવનારી છે. આત્માના સાચા સુખને કરનારી છે. તથા સમ્યકત્વગુણને આપનારી છે. તેરા ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી જે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિદિન સેવા કરે છે. તથા સુરપતિ (દેવોના ઇન્દ્રો=૬૪ ઇદ્રો) Page #44 -------------------------------------------------------------------------- ________________ X3 - - - પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત તાસ પસાથે પૂજા રચી એ, હર્ષ અતિ દીલ લાઈ ! જય જય મંગલમાળા કમલા, આતમમાં પ્રગટાઈ રે ! | એ વાસ્તુકપૂજા ગાઇ જા જન્મભૂમિ વિજાપુર ગામે, માસ કલ્પ કરી સાર ! માઘ શુક્લ બારસદિન રચતાં, સંઘમાં હર્ષ અપાર રે ! એ વાસ્તુકપૂજા ગાઇ પા યતિતતિ (મુનિઓનો સમૂહ) અને ભૂપતિ (પૃથ્વી ઉપરના રાજાઓ) વડે જે પાર્શ્વનાથ પૂજાયા છે તે શંખેશ્વરમાં બીરાજમાન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુજી જય પામો. વિજય પામો. || ૩ || તે પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી અમે દીલમાં (હૃદયમાં) અતિશય હર્ષ લાવીને આ પૂજા રચી છે. (બનાવી છે) અને આ પૂજા બનાવવાથી (હૃદયમાં ઉપજેલા અહોભાવના કારણે) આ આત્મામાં આત્મતત્ત્વના વિજયની જય જય કરનારી મંગળમાળા રૂપ આત્મલક્ષ્મી અને પ્રગટ કરી. જો આ પૂજાની રચના કરનારા (શ્રી બુદ્ધિસાગરસૂરિજી)ની જન્મભૂમિ (જન્મસ્થલ) શ્રી વિજાપુર ગામમાં (મહુડીની પાસે) (જૈન) આચાર પ્રમાણે નવમાસી વિહાર કલ્પના આધારે સારી રીતે એક મહિના સુધી સ્થિર રહીને મહા મહિનાની અજવાળી બારસના દિવસે આ પૂજાની રચના કરી છે. તે પૂજાની રચના કરતાં વિજાપુર ગામના સંઘમાં અપાર હર્ષ ફેલાયો. પા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિદ્યાદાયક ધર્મસહાયક, ગંભીર દોશી નથુભાઇ મંછારામ, હેતે એહ ॥ એ વાસ્તુપૂજા ગાઇ ॥૬॥ શેઠ છગનલાલ બેચર કાજે, કીધી રચના ભાવે । સંઘ સકળમાં આનંદ મંગળ, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાવે રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૭॥ તપગચ્છમંડન હીરવિજયસૂરિ, જસ ગુણ સુર નર ગાયા| તાસ શિષ્ય શ્રી સહેજસાગરજી, ઉપાધ્યાય કહાયા રે । ॥ એ વાસ્તુપૂજા ગાઇ ॥૮॥ એ વાસ્તુક-પૂજા વિધિ શ્રદ્ધાવંત । રચંત રે ।। આ પૂજા રચનારાને (શ્રીબુદ્ધિસાગરસૂરિજીને) દીક્ષા લીધા પહેલાં સંસારી અવસ્થામાં વિદ્યા ભણાવનારા અને ધર્મમાર્ગની અંદર જોડવામાં સહાયક થનારા તથા ગંભીરતા અને શ્રદ્ધા આદિ ગુણવાળા એવા દોશી નથુભાઇ મંછારામના હેત-પ્રેમને કારણે (અતિશય આગ્રહના કારણે) આ ભાવવાસ્તુકપૂજાની રચના અમે કરી છે. ।।૬।। શેઠશ્રી છગનલાલ બેચરદાસભાઇના ગૃહવાસાદિ (નવાઘરમાં વસવાટ આદિના) કોઇ વિશિષ્ટ પ્રયોજનને લીધે હૈયાના ઉત્તમભાવથી અમે આ પૂજાની રચના કરી છે. આ પૂજા રચવાથી તથા ભણવા ભણાવવાથી શ્રી ચતુર્વિધ સક્લસંઘમાં આનંદ-મંગળ અને ઋદ્ધિ સિદ્ધિ થજો. ૭ તપાગચ્છમાં અતિશય જગત્પ્રસિદ્ધ શોભાયમાન એવા Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત પાટ પરંપર નેમસાગરજી, ક્રિયાવંત મહંત । તાસ શિષ્ય શ્રી રવિસાગરજી, વૈરાગી ગુણવંત રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ en ૪૫ સંવેગી આતમ ગુણરંગી, સુખસાગર ગુરુ રાયા । ગામો ગામ વિહાર કરંતા, વિદ્યાપુરમાં આયા રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૧૦॥ શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ થયા (જેઓ અકબર બાદશાહના પ્રતિબોધક હતા) અને જેમનામાં એટલા બધા અમાપ ગુણો હતા કે જેના ગુણો તે કાલે પણ દેવો અને માનવો ભક્તિથી ગાતા હતા. (અને આજે પણ દેવો અને માનવો તેમના ગુણો ગાય છે.) તેમના શિષ્ય શ્રી સહેજસાગરજી (નામના) ઉપાધ્યાય મહાત્મા થયા. III તે સહેજસાગરજી મહારાજશ્રીની શિષ્ય-પ્રશિષ્ય થવા રૂપ પાટ પરંપરામાં શ્રી નેમસાગરજી મુનિ મહારાજશ્રી થયા કે જેઓ ધર્મક્રિયાઓ કરવામાં અત્યન્ત અપ્રમાદી હતા અને મહાન ગૌરવ તથા પ્રભાવવાળા હતા. તેમના શિષ્ય શ્રીરવિસાગરજી નામના મુનિમહારાજશ્રી થયા કે જેઓ અત્યંત વૈરાગ્યવાળા અને ગુણીયલ હતા. [૯] તેમના (રવિસાગરજી મહારાજશ્રી)ના સમુદાયમાં સંવેગી (મુક્તિના તીવ્રઅભિલાષી) અને આત્માના ગુણોના Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વાસ્તુક-પૂજા વિધિ ચઢતે ભાવે હર્ષ ઉલ્લાસે, કીધી રચના એહ । ભવ્યજીવને અમૃત સમ એ, ચાતકને જિમ મેહ રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૧૧॥ શાન્તિ તુષ્ટિ સુખસંપદા થાવે, રોગ શોક દૂર જાએ । બુદ્ધિસાગર શાશ્વતપદ લહી, મુક્તિવધૂ સુખ પાયે રે ॥ ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ।।૧૨।। જ રાગી એવા ગુરુરાજ સુખસાગરજી મહારાજશ્રી હતા. તેઓશ્રી ગામાનુગામ વિહાર કરતા કરતા વિજાપુરમાં પધાર્યા. ॥૧૦॥ જ્યારે પૂજ્ય સુખસાગરજી મુનિ વિજાપુરમાં પધાર્યા ત્યારે શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ ચઢતા હૈયાના ભાવોથી અને અત્યન્ત હર્ષોલ્લાસથી આ પૂજાની રચના કરી. આ પૂજાની રચના ભવ્ય-જીવોને અમૃત સમાન લાગે છે. જેમ ચાતકપક્ષીને વાદળ (મેઘ) ગમી જાય તેમ ભવ્યાત્માઓને આ પૂજા ગમી જાય છે. ।।૧૧। આ પૂજા ભણવાથી-ભણાવવાથી અને સુંદર રાગશૈલી યુક્ત ભાવપૂર્વક ગાવાથી ઘરમાં શાન્તિ તુષ્ટિ (પ્રસન્નતા) અને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. તથા રોગ અને શોક દૂર થાય છે. આ પૂજા ભણાવનારા જીવો બુદ્ધિના (જ્ઞાનના) સાગર સમાન શાશ્વતપદને (કેવલજ્ઞાનાદિ ગુણોવાળી પદવી) પ્રાપ્ત કરીને મુક્તિવધૂના સુખને પામે છે. અહીં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુજી, ગાતાં સુખ વિશાળ ! શ્રી વિદ્યાપુર સક્લ સંઘમાં, હો મંગળ માલ રે .. એ વાસ્તુકપૂજા ગાઇ ll૧૩ મંત્રૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા ! પણ બુદ્ધિ શબ્દના પ્રયોગથી આ પૂજાના કર્તાનું “શ્રી બુદ્ધિસાગરસૂરિજી” એવું નામ સૂચવ્યું છે. ll૧૨/ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના ગુણ ગાતાં ગાતાં વિશાળ સુખની પ્રાપ્તિ થાય છે અને સંઘમાં મંગળ માળાની પ્રાપ્તિ થાય છે. ૧૩ મંત્રનો અર્થ–હીં એવા મંત્રાક્ષર સહિત ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાલરપૂર્વક અમારા નમસ્કાર થાઓ. આ સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતા એવા જન્મ જરા અને મૃત્યુના નિવારણ માટે તથા તુચ્છ એવા ઉપદ્રવોના નિવારણ માટે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા પૂજા કરીએ છીએ. ( આ પ્રમાણે શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ રચેલી વાસ્તુકપૂજા સમાપ્ત થઈ. - - Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________ Bharat Graphics-A'bad-1. Ph.: (079) 2134176, 2124723