________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત ઈંદ્રાણીઓ હસતી ગાતી રે ! જિનદર્શન કરી હરખાતી રે નાટક કરી મન માહી શંખેશ્વર જ એવા પાર્થ પ્રભુ ઘર લાવો રે | શુભ સિંહાસન પધરાવો રે ! પ્રભુ હવણ કરી સુખ પામો શંખેશ્વર | ૫ | રોગ શોક સહુ દૂર નાશે રે પ્રભુ શ્રદ્ધા મનમાં વાસે રે શાશ્વત પદ બુદ્ધિ ભાસે રે / શંખેશ્વર ૬I - ત્યાં આવેલી સર્વે ઇદ્રાણીઓ પ્રભુનું મુખ જોઈ જોઈને ઘણું જ હસતી, ગાયન ગાતી, અતિશય હરખાય છે. અને પ્રભુની સામે નાટકો કરીને મનમાં ફૂલાય છે. આનંદમાં ગરકાવ થાય છે. જો
જે પ્રભુના દેવોએ જલાભિષેક કર્યો છે અને ઈંદ્રાણીઓએ જેઓની સામે ગાન-તાન અને નૃત્યો કર્યા છે એવા પાર્શ્વનાથ પ્રભુને ઘેર લાવીને ઉંચા અને ઉત્તમ એવા સિંહાસન ઉપર પધરાવો, તથા પ્રભુનો જલાભિષેક કરીને મનમાં ખૂબ આનંદ-સુખ પામો. પી.
જો પાર્શ્વનાથ પ્રભુ ઉપરની શ્રદ્ધા મનમાં વસી જાય તો રોગ અને શોક વિગેરે સર્વે દુઃખો દૂર ભાગી જાય. અને શાશ્વતપદ (મુક્તિપદ) બુદ્ધિમાં વસી જાય (જામી જાય) અહીં ગર્ભિત રીતે “બુદ્ધિ” શબ્દથી કર્તા એવા બુદ્ધિસાગરસૂરિજીએ પોતાના નામને સૂચવ્યું છે. I૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org