________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત
- ૨૭ ઉર્ધ્વ અધો અને તિચ્છલોકની રે, સ્થિતિ છે અનાદિ અનંતા કર્તા તેહનો કો નહીં રે, ઇમ ભાખે શ્રી ભગવંત
શ્રી શંખેશ્વર પારા નવતત્ત્વ ષડદ્રવ્ય છે નિત્ય શાશ્વતાં રે, દ્રવ્યગુણ પર્યાય રૂપા દો ભેદે જીવ દાખીયો રે, તસ લક્ષણ છે ચિરૂપ છે
( શ્રી શંખેશ્વર સજા લોકાલોક ભવિભાવે એટલે ભવિતવ્યતાથી જ (સહજ રીતે જ પોતાની મેળે જઈ રહેલો છે. અને તે દ્રવ્યાર્થિક નયથી (દ્રવ્યદૃષ્ટિએ) શાશ્વત (કાયમ રહેનાર) છે. અર્થાત્ પર્યાયાર્થિક નયથી ઉત્પાદ વ્યયવાળો હોવા છતાં પણ આ લોકાલોક દ્રવ્યથી સદા નિત્ય છે. આ લોકાલોકનો કોઈ કર્તા છે જ નહીં. તેથી તેનો કર્તા માનવા માટે શા માટે ખોટી યુક્તિઓ ફોગટ લગાડવી. રા
કંઈક ન્યૂન સાતરાજ પ્રમાણ ઉવ્વલોક, કંઈકન્યૂન સાતરાજ પ્રમાણ અધોલોક અને અઢારસો યોજનનો તિછલોક એમ આ ત્રણે લોકની સ્થિતિ (હયાતી-વિદ્યમાનતા) સહજ પણે અનાદિકાળથી જ છે અને અનંતકાળ રહેશે. આ લોકાલોકનો તથા ત્રણે લોકનો કોઈ કર્તા છે જ નહીં એમ શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કા * નવતત્ત્વ અને છ દ્રવ્યો અનાદિ અનંતકાળવાળાં હોવાથી હંમેશાં શાશ્વત છે. તથા ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યો દ્રવ્યાત્મક ગુણાત્મક અને પર્યાયાત્મક છે. એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. તથા સાંસારિક અને મુક્ત એમ જીવો બે પ્રકારના છે. અથવા ત્રસ અને સ્થાવર એમ પણ (સાંસારિક) જીવો બે પ્રકારના શાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use
www.jainelibrary.org