SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ વાસ્તુક-પૂજા વિધિ પરિણામી પુગલજીવદો જાણીએરે, અનાદિ સંબંધવિચારો કર્તા કર્મનો આતમા રે, તેમ ભોકતા હૃદયે ધાર ! I શ્રી શંખેશ્વર પો. શુભાશુભકર્મ ગ્રહી ભોગી આતમારે, વેદેસાતાઅસાતાદાયી દેવ મનુજ નારક તિરિ રે, ચઉગતિમાં ભટકે જોય ! શ્રી શંખેશ્વર દા. કહ્યા છે. “ચિરૂપ”=જ્ઞાનવાળાપણું એ જીવનું લક્ષણ છે. જ્યાં ચૈતન્ય ત્યાં જીવ અને જ્યાં જીવ ત્યાં ચૈતન્ય હોય છે. માટે તરં–તે જીવનું ચેતના એવું જ સ્વરૂપ, એ જ સાચું લક્ષણ છે. જો પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય અને જીવાસ્તિકાયદ્રવ્ય આ બે દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી છે. એટલે કે પરિવર્તનશીલ છે. તથા આ બે દ્રવ્યોનો પરસ્પર એકમેક સંબંધ અનાદિકાળથી છે. આ આત્મા જ કર્મોનો કર્તા છે તથા કરેલાં કર્મોનો ભોક્તા છે. એમ હૃદયમાં સમજો. પી. ભોગોમાં આસક્ત બનેલો એવો આ આત્મા પુણ્ય અને પાપરૂપ બે પ્રકારનાં શુભાશુભ કર્મો બાંધીને તેના ઉદયરૂપે સાતા અને અસાતા એમ બે પ્રકારની વેદનાને વેદતો છતો આ જીવ દેવ મનુષ્ય, નારકી અને તિર્યંચ એમ ચારે ગતિમાં ભટકે છે, રખડે છે. એમ તમે શાસ્ત્રોથી દેખો. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy