________________
(દ્વિતીય પૂજાય છે
|| દુહા | સ્નાત્ર ભણાવી પાર્શ્વનું, પૂજા કીજે સાર | પૂજક પૂજ્યની પૂજના, સમજી જે સુખકાર બેઉ પાસે વીંઝીએ, ચામર ચાર ઉમંગ / દર્પણ પ્રભુ આગળ ધરો, હો જય જય રંગ રા
ઢાળ // સુતારીના બેટા તુને વિનવું રે લોલ-એ દેશી | પ્રભુ પાર્થ જિનેશ્વર ગાઈએ રે લોલ
શ્રી શંખેશ્વર પ્રભુ નામ જો !
અર્થ :– પાર્શ્વનાથ પરમાત્માનું સ્નાત્ર ભણાવીને હવે પ્રભુજીની શ્રેષ્ઠ પૂજા કરીએ. પૂજ્ય એવા પરમાત્માની કરાયેલી આ પૂજના (પૂજા) પૂજકને (પૂજા કરનારને) સદા સુખ કરનારી છે. એમ જાણવું. ૧. - પરમાત્માની બન્ને બાજુ મનોહર એવાં બે ચામર ઉમંગપૂર્વક વીંઝીએ. પરમાત્માની આગળ દર્પણ ધારણ કરીએ. કે જેના પ્રભાવથી જગતમાં સર્વત્ર જય જયનો રંગ (આનંદ) ફેલાય. રા.
અર્થ:- પાર્શ્વનાથ જિનેશ્વર પ્રભુના ગુણો આપણે સાથે મળીને ગાઈએ. તથા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નિરંતર નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org