________________
વાસ્તુક-પૂજા વિધિ તુજ નામથી નવનિધિ સંપજે રે લોલ ! મનવાંછિત સીઝે કાજ જો | નામ રૂડું શંખેશ્વર પાસનું રે લોલ | મિથ્યાત્વદશા દૂર થાય જો ! શુદ્ધ શ્રદ્ધા હૃદય પ્રગટાય જો કે
નામ રૂ શંખેશ્વર ! ૧ પૂજા વાસ્તુક દોય પ્રકારની રે લોલ !
શુભ-અશુભ ભેદે કહાય જો. લઈને તેમનું ધ્યાન કરીએ, જાપ કરીએ. કારણ કે હે પાર્શ્વનાથ પ્રભુ તમારા નામ માત્રથી આ જીવને નવનિધિ પ્રાપ્ત થાય છે. તથા મન માત્રમાં ઇચ્છેલા સર્વે કાર્યો સિદ્ધ થાય છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ અતિશય ઘણું રૂડું છે. તેનાથી મિથ્યાત્વ અવસ્થાવાળી આત્માની દશા દૂર થાય છે. તથા વીતરાગ પરમાત્મા પ્રત્યે અને તેમના શાસન પ્રત્યે શુદ્ધ-શ્રદ્ધા હૃદયમાં પ્રગટ થાય છે. આવા પ્રભાવવાળું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ ઘણા જ કલ્યાણને કરનારૂં હોવાથી અત્યન્ત રૂડુ અને રૂપાળુ (સુંદર) છે. ૧
કોઈપણ નવું ઘર લીધું હોય અથવા બનાવ્યું હોય, અથવા બનાવરાવ્યું હોય. તેમાં વસવાટ કરવા જવાનું હોય તે સમયે
૧. ભરતક્ષેત્રમાં વૈતાદ્યપર્વતની પાસે ગંગા-સિંધુ નદીના કાંઠે પાતાળમાં જુદી જુદી વસ્તુઓના નવ ભંડારો હોય છે. આગગાડીના ડબ્બા જેવા આ ભંડારોમાં સોનું રૂપુ હીરા માણેક મોતી શસ્ત્રો તથા અનેક બીજી વસ્તુઓ હોય છે. ચક્રવર્તી છખંડ જીતે ત્યારે તેમના પુણ્યોદયથી દેવાધિષ્ઠિત એવી તે ૯ નિધિઓ પાતાલમાર્ગ દ્વારા ચક્રવર્તીના નગરમાં આવીને રહે છે અને ચક્રવર્તી તેનો ઉપયોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org