SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - - મુસાફર જીવડા, કાયાનો મહેલ નથી તારો, માને શું મોહે મારો મારો રે. કાયાના મહેલનો કોઈ નથી ભરોસો, જળમાં ઉઠેલ જાણે પરપોટો. અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે તારો, મૂરખ વાળ નહીં ગોટો રે, મુસાફર જીવડા, કાયાનો મહેલ નથી તારો. આ જ મહાત્માએ આ વાસ્તુપૂજા બનાવી છે સર્વ ઠેકાણે નવા મકાનના વાસ્તુ પ્રસંગે ભણાય છે. તેના અર્થો જાણ્યા હોય તો આધ્યાત્મિક “આત્મઘર'ની પણ કંઈક ઝાંખી થાય. એ આશયથી તે પૂજાના આ અર્થો લખ્યા છે. ચિંતન-મનન કરવા જેવા છે. ભાવ ઘણા ગૂઢ છે. આત્માર્થી જીવો આ પૂજા ભણાવતાં તેના ગૂઢ અર્થોને સમજીને આત્મકલ્યાણ પામે એજ આશા.. ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy