________________
દિવ્ય પુરુષનાં દર્શન થયાં. શિલ્પીઓ પાસે તે દિવ્યપુરુષની દર્શનાનુસારે મૂર્તિ ઘડાવીને વિ. સં. ૧૯૮૦ માગસર સુદ ત્રીજના દિવસે મહુડીમાં પ્રતિષ્ઠા કરાવી. આ દિવ્યપુરુષ તે જ શ્રી ઘંટાકર્ણ મહાવીર.
- પેથાપુરના જૈન સંઘે બીજા અનેક જૈનસંઘોની હાજરીમાં ઘણા જ ઉત્સાહપૂર્વક વિ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૧૫ના દિવસે આ મહાત્માને આચાર્યપદથી વિભૂષિત કર્યા. હવે આ મુનિ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજી થયા. તેઓએ અગાસીમાં મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા, વિ. સં. ૧૯૭૩માં પાલિતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, અમદાવાદમાં લલ્લુરાયજી બોડીંગ, સુરતમાં રત્નસાગરજી જૈન બોડીંગ, વીજાપુરમાં હરિજનો માટેની શાળા અને છાત્રાલય આદિ અનેક સંસ્થાઓ સ્થાપી. જૈન-જૈનેતર સર્વને તેઓ આત્મીય ભાવે ધર્મ સમજાવતા. જૈનેતર લોકોનો પણ ઘણો જ પ્રેમ પ્રાપ્ત કરેલો. પેથાપુરમાં આગેવાન મુસલમાનનું મૃત્યુ થતાં તેઓની વિનંતીથી જૈન મહાજન દ્વારા આખા ગામમાં પાણી પળાવી. ઉંઝામાં ભરાયેલા કડવા પાટીદારના સમાજમાં વ્યાખ્યાન આપવા ગયા. અને ધર્મતત્ત્વ સમજાવવા દ્વારા જૂની ખોટી અને અહિતકારી રૂઢીઓ કઢાવી સમાજ સુધારણાના ઠરાવો કરાવ્યા. સુરતમાં દુબળા એવા ભોઈ સમાજના લોકોને પણ વ્યાખ્યાન દ્વારા પ્રતિબોધ પમાડ્યો.
આ મહાત્મા દેશભક્ત હતા. ખાદીધારી હતા, સ્વરાજયની વાતો પણ કરતા અને સાથે આત્મિક સ્વરાજ્યની મહત્તા સમજાવતા. તેઓશ્રીમાં અનેક ગુણો હતા. કાર્ય કરવાની સમર્થતા અને સર્જકતા હતી. તત્ત્વચિંતનની તત્પરતા હતી. પ્રભાવિકતા, ગંભીરતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org