________________
એ નામનું દળદાર પુસ્તક તેમના જીવનમાં સૌથી પ્રથમ પ્રકાશિત કર્યું. નકલો સર્વત્ર છૂટથી અપાવા લાગી. જયમલ પદમીંગભાઈ તો આ પુસ્તક વાંચીને સુરત છોડીને ભાગી જ ગયા. ત્યારબાદ વિ. સં. ૧૯૬૨માં મૂર્તિપૂજાને યુક્તિઓપૂર્વક સાબિત કરતું “જૈનસૂત્રોમાં મૂર્તિપૂજા” નામનું બીજું પુસ્તક પ્રકાશિત કર્યું.
આ પ્રમાણે નિરંતર જ્ઞાનાભ્યાસ, નવા નવા ગ્રંથોની રચના, અપૂર્વ સાહિત્ય સર્જન કરતાં કરતાં તેઓએ ૧૦૮ ગ્રંથો બનાવ્યા. “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” નામની સંસ્થાની સ્થાપના કરી તેના દ્વારા આ ગ્રંથો પ્રકાશિત કર્યા. પચીસ ગ્રંથો તત્ત્વજ્ઞાનના (અધ્યાત્મના), બાવીસ ગ્રંથો કાવ્યકૃતિના, બીજા બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ, બાકીનામાં બીજા અનેક વિષયો સમજાવીને અદ્ભુત સાહિત્ય સેવા કરી. લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવીયા, શ્રી ગાંધી બાપુજી અને સયાજીરાવ ગાયકવાડ ઈત્યાદિ અનેક રાજનેતાઓની સાથે ઘણીવાર ધર્મચર્ચા કરી. સયાજીરાવ તો એકવાર બોલી ગયા કે “આપના જેવા જો થોડાક વધુ સંતો ભારતમાં હોત તો ભારત દેશનો ઉદ્ધાર ઘણો અને જલ્દી થાત.”
તે કાળે લોકોમાં ઘણી જ અજ્ઞાનદશા હતી. ભૂત-પ્રેતડાકિણી અને શાકિણીથી લોકો ડરતા. ભુવાઓ પણ તકનો લાભ લઈને લોકોને લુંટતા અને ઘણી તકલીફો આપતા. દુનીયાનું આ દુઃખ જોઈને દુઃખી હૃદયવાળા આ મહાત્મા આસો વદી તેરસે સવારે ચાર વાગે મહુડી ગામના શ્રી આદીશ્વર પ્રભુના દેરાસરમાં પદ્માસન લગાવીને ધ્યાનમાં બેઠા. બરાબર ત્રણ દિવસના અંતે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org