________________
વિચારથી લગ્ન ન કરવાનું અને સંસાર ન માંડવાનો નિર્ણય કર્યો. તથા સંસ્કૃત-પ્રાકૃત અને ધાર્મિક ભણવાની ઉત્કંઠાથી મહેસાણામાં સુવિખ્યાત શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયાં. ત્યાં પૂ. રવિસાગરજી મહારાજશ્રી પણ હતા. તેઓની ભક્તિ-સેવામાં જોડાયા. અને ધર્મોપદેશથી અત્યન્ત દૃઢ બન્યા. પિતા શૈવધર્મી, માતા વૈષ્ણવધર્મી અને પોતે જૈનધર્મી કેવો સમાગમ ? થોડાક સમયમાં માતા-પિતા સ્વર્ગવાસી બન્યાં. બહેચરભાઈ મહેસાણાથી વિજાપુર આવ્યા. લૌકિક વ્યવહાર પતાવ્યો. મનમાં નિર્ણય કર્યો કે, ફરીથી માતા-પિતા ન કરવા પડે તેવું જીવન જીવવું.
| વિક્રમ સંવત ૧૯૫૭ માગશર સુદ છઠ્ઠના દિવસે પાલનપુર મુકામે સત્તાવીસ વર્ષની ઉંમરે પૂજ્ય રવિસાગરજી મ. સા.ના શિષ્ય પૂ. સુખસાગરજી મ.ની પાસે ઘણા ધામધૂમપૂર્વક દીક્ષા લીધી. અને મુનિશ્રી બુદ્ધિસાગરજીના નામથી ઘોષિત થયા. શાસ્ત્ર અભ્યાસમાં ગરકાવ થયા. પદર્શનના શાસ્ત્રોનો અને આગમોનો સુંદર અભ્યાસ કર્યો. કાશીના પંડિતોએ શાસ્ત્ર વિશારદની પદવી આપી.
એક વખત સુરત ચાતુર્માસ થયું ત્યાં કોઈ એક જૈનમુનિએ કોઈ કારણસર જૈન દીક્ષા ત્યજીને પ્રસ્તી ધર્મ સ્વીકાર્યો અને જયમલ પર્કીગ નામ રાખીને જૈનધર્મની ઘણી જ ટીકા-નિંદા કરવા લાગ્યા. જૈનધર્મ વિરુદ્ધ જાહેર પ્રવચન આપતા. શ્રી બુદ્ધિસાગરજી મુનિજીએ તેની સામે ચેલેંજ ફેંકી. જાહેર વ્યાખ્યાનો દ્વારા તેમનો પ્રતિકાર કર્યો અને દસ જ દિવસમાં એક પુસ્તક તૈયાર કરીને “જૈનધર્મ તથા ખ્રિસ્તી ધર્મનો મુકાબલો તથા જૈન-ખ્રિસ્તી સંવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org