________________
૬
એક વાર બહેચરભાઇ ખભા ઉપર ડાંગ નાખીને ખેતર તરફ જતા હતા ત્યાં ભડકેલી એક ભેંસ લોકોને ભગાડતી હતી. વચ્ચેના માર્ગમાં એક જૈન મુનિ આવતા હતા. બચાવો બચાવોની બુમો લોકો પાડતા હતા. ત્યાં બહેચરભાઇએ દોડીને ભેંશને જોરથી ડાંગ મારી દૂર દૂર વાળી લીધી અને જૈન મુનિના પ્રાણ બચાવ્યા. મુનિને પ્રણામ કર્યા. મુનિ શાબાશી આપશે એમ હૈયામાં ઇચ્છા હતી. પરંતુ મુનિએ ધર્મલાભ કહી સામાન્ય ઠપકો આપ્યો કે, આવા અબોલ પ્રાણીને આવી લાકડી મરાય ? તેને કેટલી પીડા થઇ હશે? આ સાંભળી બહેચરભાઇ તો સ્તબ્ધ જ થઇ ગયા. આ જૈનમુનિની પ્રાણના ભોગે પણ પર પ્રત્યે કેવી કરૂણા ! ત્યારથી તે જૈનમુનિઓના રાગી થયા. અને જૈનધર્મ પ્રત્યે પ્રીતિવાળા થયા. આ જૈનમુનિ તે પૂજ્ય શ્રી રવિસાગરજી મહારાજશ્રી.
પ્રતિદિન આ મુનિ મહાત્માના સમાગમથી અને ધર્મોપદેશથી આ બહેચરભાઇમાં જૈનધર્મના સંસ્કારો રોપાયા. પૂજ્ય સુખસાગરજી મહારાજે આ જ સંસ્કારોના બીજને ફાલા ફુલ્યાં કર્યા. બહેચરભાઇએ રાત્રિભોજન-કંદમૂળનો ત્યાગ કરી જિનપ્રતિમાના દર્શન-વંદન અને પૂજનનો નિયમ લીધો. ગુજરાતી ૬ ધોરણ ભણ્યા પછી ધાર્મિક ભણવાનો રંગ લાગ્યો. પત્થરમાંથી પારસમણિ થવા લાગ્યા. રંગ બદલાતો જ ગયો. પૂજ્ય મુનિ ભગવંતો પાસે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથાદિનો અભ્યાસ કર્યો. અર્થ કમાવાના આશયથી વકીલાતનું કામકાજ શીખવા માંડ્યું પરંતુ મન ઉદ્વેગ પામવા લાગ્યું.
સાચુ-ખોટું કરીને પૈસા કમાવાના. પાપ કરીને પૈસા કમાઇને ઘર ચલાવવાનું. આ બધું કેમ સહન થાય ? આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org